‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ 11


નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી શ્રેણી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ જોયા પછી મન અફસોસથી ભરાઈ ગયું. ઓશો જીવતા હતા ત્યારે તેમની સાથે અમેરિકામાં જે થયું એ તો ભારોભાર પૂર્વગ્રહયુક્ત હતું જ પણ આ ડોક્યુમેન્ટરી એ જ બીમાર માનસિકતાને એક દેખાવડા સજાવેલા માળખા સાથે સાચી ઠેરવવાનો સુનિયોજીત પ્રયત્ન છે. હું ઓશોનો અનુયાયી નથી અને એમના એકાદ બે પુસ્તકો બાદ કરતા કે ઓનલાઈન અમુક વિડીઓ જોવા સિવાય એમનો ખાસ ચાહક પણ નથી, પણ આ ડોક્યુમેન્ટરી જોયા પછી એમના વિશે અને આનંદશીલા વિશે ઘણું વાંચ્યુ. અને આખરે ઘણાં વખતે આ રિવ્યૂ પૂરો કરી શક્યો છું.

આશરે એક એક કલાકના છ ભાગમાં વહેંચાયેલી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી ડોક્યુમેન્ટરી શ્રેણીનો પહેલો ભાગ શરૂ થાય છે એન્ટેલપ, ઓરેગનના મેયર જહોન સિલ્વરટૂથની વાતથી જેને ૧૯૮૧ની એક રાત્રે એવું કહેતો યુરોપિયન મળ્યો કે, એ લોકો આવી રહ્યાં છે, અને બહુ મોટી તકલીફ થવાની છે, બહુ બધા લોકો આવવાના છે. કોઈક હોરર ફિલ્મની હોય એવી શરૂઆત કરવાનો પ્રયત્ન છે જેથી પહેલી જ ફ્રેમથી તમે ‘એ લોકો’ ને નકારાત્મક રીતે જોતા થઈ જાવ. પહેલા ભાગમાં ઓશોના અમેરિકા આવવાના કારણ વિશેની વાત છે પણ એ લગભગ ૧૦% કારણ કહી શકાય જે અહીં બતાવ્યું છે. બાકીના મોટાભાગના કારણો અહીં બતાવ્યા નથી. ૧૯૮૧માં ચાલીસેક નિવૃત્ત લોકો રહેતા હતા એ નાનકડા વસ્તાર પાસે, એન્ટેલપની પાસેની ૬૪૦૦૦ એકરની જગ્યામાં ભગવાન રજનીશ અને તેમના અનુયાયીઓ પોતાનો આશ્રમ અને સગવડો નિર્માણ કરે છે, એમના અનેક અનુયાયીઓ ત્યાં આવીને વસે છે અને એ બધા પોતપોતાની રીતે ઓશોએ બતાવેલા રસ્તે ચાલે છે. વ્યવસ્થાઓ વિસ્તરે છે, રહેણાંકના મકાનો, ભોજનશાળા, તળાવ, પાવર સ્ટેશન, હોટલ, ડિસ્કોથેક, એરસ્ટ્રિપ, ને એવુ ઘણુંય.. એ જગ્યાનું નામ અપાય છે રજનીશપુરમ.

Osho Rajneesh Drive-by in Rajneeshpuram image © 2003 Samvado Gunnar Kossatz

પ્રથમ ભાગમાં ઓશોની એ સ્પીચ છે, ઓશો કહે છે, “હું કોઈ વિશેષ વ્યક્તિ નથી, હું ઈશ્વરનું સંતાન નથી, હું એક સામાન્ય માણસ છું, અત્યાર સુધી હું સૂતો હતો, હવે હું જાગ્યો છું અને તમને જાગવા માટે મદદ કરવા માગુંં છું. જાગૃત માણસ નવો માણસ હશે. એ ખ્રિસ્તી નહીં હોય, એ હિન્દુ નહીં હોય, એ મુસ્લિમ નહીં હોય, એ ભારતીય નહીં હોય, એ જર્મન નહીં હોય, એ અંગ્રેજ નહીં હોય, એ ફક્ત એક જાગૃત માણસ હશે. એક એવો માણસ જે બીજાઓ સાથે પૂર્ણપણે સહભાવથી જીવી શકે, જે કુદરત સાથે પૂર્ણપણે સહભાવથી જીવી શકે. પૂર્વ વિશ્વ હંમેશા એની આધ્યાત્મિકતાને લીધે અસમતોલ રહ્યું, દરિદ્ર, અવૈજ્ઞાનિક અને ટેકનોલોજી વગરનું જ્યારે પશ્ચિમ ભૌતિકતાવાદ પસંદ કરીને આગળ વધ્યું, અહીં માણસ આધ્યાત્મિકતા વગર ખાલી અને અર્થહીન જીવે છે, જીવનના કેન્દ્રિય વિચાર વગર માણસ વિખેરાતો જાય છે. પશ્ચિમનો માણસ અડધો ભાગ છે અને પૂર્વનો માણસ અડધો, મારે આ બંનેને ભેગા કરીને એક સંપૂર્ણ માણસ બનાવવાનો પ્રયત્ન કરવો છે.”

એ કહે છે, “બે રસ્તા છે, એક એ જે વિશ્વની બધી જ ધાર્મિક પરંપરાઓ સૂચવે છે, શારિરીક આવેગોને દબાવી દો, એને કચડી નાંંખો, અથવા એનું રૂપાંતર કરો – હું એ રૂપાંતર માટે છું એટલે હું મારા સન્યાસીઓને કહું છું કે સર્જનાત્મક રહો, સંગીતનું સર્જન કરો, કાવ્યોનું સર્જન કરો, ચિત્રો બનાવો, બાગકામ કરો, તમે જે પણ કરો એને સંપૂર્ણ સર્જનાત્મકતાથી કરો, સંપૂર્ણતાથી કરો. કંઈક નવું નિર્માણ કરો અને તમારા જાતિય આવેગો એક નવા જ પરિમાણમાં સંતોષાતા જોઈ શક્શો.”

ઓશોને આ સર્જનાત્મકતાને પોષવા એક જગ્યા જોઈતી હતી. એ કહેતા, “તમારે એક એવા સુરક્ષિત સ્થળની જરૂર છે જ્યાં તમારી સર્જનાત્મકતા આડે કોઈ બંધન ન હોય, જ્યાં ધાર્મિક, સામાજિક અને કાયદાકીય અડચણો ન હોય. એ કહેતા કે આ અદ્વિતિય સામાજીક પ્રયોગ છે અને આપણે પસંદગીના લોકો છીએ, આપણે ભૌતિકતાવાદી આધ્યાત્મવાદીઓ છીએ.”

Wild Wild Country Documentary series poster
Wild Wild Country Documentary series poster

શ્રેણીમાં ઓશો પછીના રજનીશપુરમના સૌથી વગદાર વ્યક્તિ તરીકે મા આનંદશીલાની મુલાકાત છે, એ બધા જ ભાગમાં છે અને તેને લોકોને ઝેર આપવાના ગુના સબબ, સરકારી મિલ્કતને પ્લેન દ્વારા ઉડાવી દેવાની ભયાનક યોજના બનાવવા બદલ, સરકારી અધિકારીના ખૂનના કાવતરા બદલ, ઇમિગ્રેશનના સૌથી મોટા કહેવાતા કૌભાંડ બદલ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૩૯ મહીનાની સજા થાય છે જે ભોગવીને એ બહાર આવેલ છે. અને તે છતાં ઓશો વિશે બોલતા તેમની આંખોમાં આદર અને ચમક છે, એ હજુ પણ અભિભૂત છે, ઓશો આ શ્રેણીના ચોથા ભાગમાં, શીલા ભાગી ગઈ ત્યાર પછીના આ પહેલા સંબોધનમાં પોતાનું સાડા ત્રણ વર્ષોનું મૌન તોડે છે, એ કહે છે, “જે લોકોને મેં સત્તા આપી એમણે મારા વિશ્વાસનો ભંગ કર્યો. શીલા અને એની ટોળકીએ ત્રણ લોકોની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો, તેમણે લોકોની અને મારી જાસૂસી કરી, આ લોકો અપરાધીઓ છે, અમાનવીય છે. એણે મારી સામે આવીને મને જવાબ આપવો જોઈએ, જેણે અપરાધ નથી કર્યો એ આમ ભાગી જતા નથી. કેટલો વખત છુપાઈ શક્શો? જો પોલિસ એમના પર કાર્યવાહી નહીં કરે તો મારા લોકો કરશે.”

બીજા, ત્રીજા અને પાંચમા વગેરે ભાગોમાં એન્ટેલપના ચારેક રહેવાસીઓના સાક્ષાત્કાર છે, કેટલાક સરકારી અધિકારીઓના, ઓશોના વકીલના, આનંદશીલા અને તેમના સાથી શાંતિ વગેરેની વિગતે વાતના અંશો વાર્તાની જરૂરત પ્રમાણે મૂકાયા છે. સમાચારોના અંશો, ઓશોની રજનીશપુરમની ફુટેજના અંશો અને કેટલાક રિક્રિએશન સાથે આ આખી શ્રેણી બનાવાઈ છે. પણ એમાં વાત છે ફક્ત એન્ટેલપ આવેલા અને અહીંથી કાઢી મૂકાયેલા ઓશોની, અને અહીં પાંચેક વર્ષ તેમણે કરેલા કહેવાતા ‘કૌભાંડો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ’ની.. હકીકતે જે આનંદશીલાએ કરેલું એ બધું ગેરકાયદેસર ઓશોએ કરાવેલું એમ હતું કે નહીં એ ચર્ચાસ્પદ છે. આનંદશીલા ભાગી ગઈ હતી અને તે પછી પોતાના પર લાગેલા આરોપોને લીધે ઓશોએ સામે ચાલીને એફ.બી.આઈને તપાસ માટે બોલાવેલી એ વાતને પણ ઓશોની બચાવની રીત તરીકે કે તેમની મૂર્ખામી તરીકે વર્ણવાઈ છે.

Osho and Anand Sheela in Netflix Documentary Wild Wild Country

ઓશો અને રજનીશપુરમની વિરુદ્ધમાં બોલવા માટે શ્રેણીમાં ઓરેગનના અને સમગ્રતયા અમેરિકાના અનેક લોકોની તૈયારી સ્પષ્ટપણે દેખાય છે પણ આ શ્રેણીમાં, આનંદશીલા સહિત ઓશોના અનુયાયીઓ કે ભક્તોમાંથી કોઈની પણ પાસેથી ઓશોની વિરુદ્ધ કંઈ પણ બોલાવી શક્યા નથી. ઓશોની વાત કરતી વખતે એમના વકીલ હોય, શાંતિ બી કે ખુદ આનંદશીલા હોય, તેમની બધાની આંખોમાં એ અનુભૂતિ, એ ચમક હજી પણ એમ જ કાયમ છે, ઓશો સાથેની પ્રથમ મુલાકાતની વાત વખતે દરેકની આંખો ભીની છે. શ્રેણી તરીકે ઓશોની ફિલસૂફી, તેમની સમજણ કે વિચારોને સમાવવાનો કોઇ ઉદ્દેશ અહીં નથી, એક માત્ર ઉદ્દેશ છે એન્ટેલપની એ આખી ઘટનાને મરીમસાલાયુક્ત ડોક્યુમેન્ટરી બનાવીને પ્રસ્તુત કરવાનો. નિર્માતાઓ ઘણી જગ્યાએ એટલા નાટકીય થઈ જાય છે કે જ્યારે આનંદશીલા પિન ડ્રોપ સાયલેન્સ બોલે ત્યારે ખરેખર બધો જ અવાજ બંધ કરીને પિન પડતી હોય એવો અવાજ મૂકે, ઓશો પ્લેનમાં બેસીને રજનીશપુરમથી ભાગી જવાનો પ્રયત્ન કરતા પકડાઈ ગયા એમ કહે છે જ્યારે હકીકત એ છે કે એ સરળતાથી કેનેડા જઈ શક્યા હોત. તેમને અનેક જેલોમાં બાર દિવસ ફેરવવામાંં આવ્યા અને શારિરીક રીતે નબળા પાડવાનું અને એ રીતે રસ્તામાંથી હટાવવાનું કાવતરું થયું એ વિશે કોઈ વાત નથી ઉચ્ચારાઈ. આનંદશીલાને પાવર ઓફ અટર્નિ અપાઈ હતી, એના ગુનાની કોઈ કડી રજનીશ સાથે જોડી શકાઈ નહોતી તે છતાં તેમને અમેરિકા છોડીને ભાગી જવાની ફરજ પડાઈ અને ભારત આવીને તેમનું મૃત્યુ થયું એ કહેવાતા કાવતરા વિશે પણ કોઈ વાત મૂકાઈ નથી. આનંદશીલા કહે છે કે ડોક્ટરો રજનીશને ડ્રગ્સ આપતા હતા અને એના કહેવા છતાં ઓશો ન અટક્યા, આનંદશીલાએ કરેલા અને એણે પોતે સ્વીકારેલા ભયાનક કામો પછી એની આ વાત કોણ માનશે?

ઓશો એન્ટેલપ જવાના હતા એ પહેલા ત્યાં બી.બી.સીની એમના પરની એક ડોક્યુમેન્ટરી બતાવાઈ હતી અને ઓશોના અનુયાયીઓને નગ્ન, બૂમો પાડતા, શરાબી અને ડ્રગ્સ લેતા ગાંડા અને ભયાનક લોકો તરીકે વર્ણવાયેલા અને આમ એમના આવતા પહેલા જ નફરતના બી વાવી દેવામાં આવેલા એ કોઈ વાત અહીં નથી. પહેલા ભાગની શરૂઆતમાં જે વ્યક્તિની વાત છે એ બી.બી.સીનો હતો એ વિશે કોઈ વિગત નથી મૂકાઈ અને આમ અનેક વાતો સગવડીયા રીતે છુપાવાઈ છે, જરૂર પૂરતું અને મતલબનું હોય એ જ દેખાડવાનો સભાન પ્રયત્ન છે, જેથી પ્રથમ ફ્રેમથી જ ઓશો પ્રત્યે અણગમો ઉપસે જે અંત આવતા સુધીમાં તેમને આતંકવાદીની કક્ષામાં મૂકી દે.

શ્રેણીની એક મુલાકાતના વિડીઓમાં ઓશો કહે છે, તેમને અમેરિકાના સંવિધાન પર પૂરો ભરોસો છે, એ લોકોને પોતાની માન્યતા અને સમજણ મુજબ જીવન જીવવાનો અધિકાર આપતું અદ્વિતિય સંવિધાન છે અને તેમને વિશ્વાસ છે કે તેમના વિચારોનો પણ ખપ છે. પણ અંતે જ્યારે તેમને ડિપોર્ટ કરાયા અને ભારત આવવું પડ્યું એ પછીની વાત થોડીક સેકન્ડોમાં આટોપી લેવાઈ છે. ઓશોના હજારો કરોડોના સામ્રાજ્યનું આજની પેઢીમાં તેમની સતત વધતી ખ્યાતિનું, તેમના પુસ્તકો અને વિડીઓના સતત વધતા વેચાણનું કારણ હજી પણ આ ડોક્યુમેન્ટરી બનાવતા બે ભાઈઓ સમજી શક્યા નથી, સમજવા માંગતા નથી.

હવે પ્રિયંકા ચોપડા આ ‘સફળ’ ડોક્યુમેન્ટરીને લઈને આનંદશીલાનું પાત્ર પોતે ભજવી હોલિવુડમાં ફિલ્મ બનાવવા માંગે છે અને આ કહેવાતા ‘કલ્ટ’ને એ પણ રોકડી કરવા માંગે છે. મારા મતે ઓશોના જીવન વિશે વિવાદ હોઈ શકે, આનંદશીલા ગુનેગાર હતી કે ઓશો પણ એમાં શામેલ હતા એ ચર્ચા થઈ શકે પણ એક ડોક્યુમેન્ટરી તરીકે ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ એ વિષયને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડે છે. એકપક્ષીય, ભારોભાર પૂર્વગ્રહથી યુક્ત અને ઓશોના જીવનના એક નાનકડા ભાગને લઈને તેને ખલનાયક ચીતરવાની આ ભદ્દી કોશિશ છે એમ મને લાગે છે.

– જિજ્ઞેશ અધ્યારૂ

Netflix, Documentary, Wild Wild Country review


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ

  • gopal khetani

    અહીં તમે ફર એક સિરિઝ વિષે સરસ સમિક્ષા કરી. “અંગાર” હોય કે “વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી”… તેઓ ઓશોથી પ્રભાવિત થયા એ જ સૌથી મોટી વાત છે.

  • smdave1940

    લેખ વાંચતા એવું લાગે છે કે શ્રી જીજ્ઞેશભાઈ નો હેતુ સંત રજનીશમલ નો પક્ષ રજુ કરવાનો છે. આ એક સારી વાત છે. પણ જો શ્રી જીજ્ઞેશ ભાઈએ કેસ નંબર અને કોર્ટની વિગતો આપી હોત તો સારું થાત. અમેરિકન (યુએસ) ની ન્યાય પદ્ધતિ આમ તો પારદર્શી છે. એક અતિ સંપત્તિવાન વ્યક્તિને પણ, અમેરિકામાં, ભરપુર અન્યાય, અને માત્ર અન્યાય થઈ શકે છે, તે સમજમાં આવતું નથી.
    જો કે અમેરિકામાં અમુક લોબીઓ પ્રબળ છે. જેમકે “ગન લોબી”. પણ સંત રજનીશજીની બાબતમાં કઈ લોબીએ કામ કર્યું તેનો ઉલ્લેખ શ્રી જીજ્ઞેશભાઈ કર્યો નથી. એક પ્રબળ વૈચારિક અને ભૌગોલિક સામ્રાજ્યના ધણીને ( ૬૪૦૦૦ એકર જમીનના ધણીને) ધરાશાઈ કરી દે અને યુએસના વર્તમાન પત્રોમાં સમાચારને યોગ્ય ન બને તેવી ઇન્દીરાયી કટોકટી તો અમેરિકામાં અસંભવ છે. સંત રજનીશમલના ફોટા આપવાને બદલે સમાચાર પત્રોના સમાચારોના કટીંગ અને લખાણો આ લેખમાં અપાયા હોત તો સંત રજનીશ મલ ને થયેલા અન્યાયો વધુ ગ્રાહ્ય બનત.
    આમ તો આપણા સંત શ્રી રજનીશમલ, ગાંધીજી કરતાં, અહિંસા વિષે વધુ જ્ઞાની છે. સંત રજનીશમલે ગાંધીજીની અહિંસાને અપૂર્ણ અહિંસા, તેમના તર્કથી સિદ્ધ કરી હતી. નિરપેક્ષ અહિંસાને સંત રજનીશમલ આત્મસાત કરી શક્યા હતા તેમ તેઓશ્રી માનતા હતા. તેમણે આનો દાખલો પણ આપેલો. પણ આપણે તેની ચર્ચા નહીં કરીએ કારણ કે તે આ લેખના વિષયવસ્તુથી સંબંધિત નથી.
    એક સરસ દાખલો છે. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં એક વખત જેલમાં પૂર્યા હતા ત્યારની વાત છે. ત્યાંની સરકારે ગાંધીજીની જેલની તેમની બેરેક માટે એક એવો ચોકીદાર મુક્યો હતો જે ગાંધીજીની ભાષા જાણતો ન હતો. ગાંધીજીના વિચારોથી અજ્ઞાત હતો. પણ ગાંધીજીના આચારોના સંપર્કમાં આવવાથી તે તેમનો ભક્ત બની ગયો. આશ્ચર્ય એ વાતનું છે કે સંત આનંદમયી શીલા બેન કેમ કરતાં રજનીશના વિરોધી બન્યાં? જે વ્યક્તિ સંત રજનીશમલના વિચારોથી, આચારોથી અને તેની ગહનતાથી આકર્ષાઈ હોય અને સંત રજનીશમલની કાયમી અંતેવાસી બની હોય, તે સંત રજનીશમલને તેમના જીવતે જીવ શા માટે પરોક્ષ રીતે પણ દંડનીય બનાવે? શું સંત આનંદમયી શીલાબેન, સંત રજનીશમલની વિચારોની ગહનતાને અને આચારોની એકાત્મતાને જાણી શક્યા ન હતા? શું સંત આનંદમયી શીલાબેને સંત રજનીશમલના આચારોમાં, બે કે તેથી વધુ વિરોધાભાષી ચહેરાઓ જોયા હતા? એક વાત સાચી છે કે ઉંઘતા વ્યક્તિને જગાડી શકાય. પણ જાગતા વ્યક્તિને જગાડી ન શકાય. પેલો જેલનો ચોકીદાર ઉંઘતો હતો અને ગાંધીજીના આચારોથી તે જાગતો થયો. જ્વાહર લાલ નહેરુ જાગતા હતા. પણ તેઓ ગાંધીજીના આચારોથી જગાડી ન શકાયા પણ આ જવાહરલાલ નહેરુ પણ ગાંધીજીના જીવતે જીવ તેમના વિરોધી બન્યા ન હતા.

    • Jignesh Adhyaru Post author

      તમારો આખો પ્રતિભાવ એક ધારણા પર છે – લેખ વાંચતા એવું ‘લાગે છે’ કે શ્રી જીજ્ઞેશભાઈ નો હેતુ સંત રજનીશમલ નો પક્ષ રજુ કરવાનો છે. તમને ફક્ત ‘લાગે’ એ માટે હું શું કરી શકું?

      • smdave1940

        “એવું લાગે છે” તેમ જો નહોય તો તેનો ઉત્તર હા કે ના માં હોઈ શકે “હું શું કરું” તે ન હોઈ શકે. અને મને “ફક્ત” લાગે છે એમ નથી. મેં માહિતિ પણ માગી છે. કદાચ તે આપવું આપને માટે અઘરું હોય. એની વે. સંત રજનીશના પ્રશંસકો પાસે થી વિગતોની આશા તો ન જ રાખી શકાય.

    • હરસુખ રાયવડેરા

      અમેરિકામાં કોઈને અન્યાય ના થઈ શકે તેમ એક બાજુ તમારું માનવુ છે અને બીજી બાજુ તમે ગન લોબી ને પ્રબળ હોવાનું
      પણ માનો છો !
      શુ તમારા આ બંને વિચારો વિરોધાભાસી નથી ? ગન ના પાવરથી શુ ન્યાય કે અન્યાય ખરીદી ના શકાય ?
      બાકી વર્તમાન પત્રો કેટલા નિસપક્ષ હોય છે તે આપણે ભારતના
      લોકો સારી રીતે જાણીએ છીએ. કોઈ પણ જણ જે કામ કરે તેમાં તેનો કોઈ હેતુ કે સ્વાર્થ સમાયેલો હોય છે… એ પ્રમાણે વર્તમાન પત્રો પણ પોતાના સ્વાર્થને નજરમાં રાખીને પોતાની policy નક્કી કરે છે. સત્તા પડે શાણપણ નકામું. પછી ભારત હોય કે કોઈ પણ દેશ !!
      જીજ્ઞેશભાઈ એ તેમને જે લાગ્યું છે તે જણાવ્યું છે. એમાં કોઈને મનમાં ના ” લાગવું ” જોઈએ…

      • smdave1940

        અમેરિકાની ગન લોબી વિષે અમેરિકામાં બીના રોક ટોક વિરુદ્ધ અને તરફમાં આવે છે. સંત રજનીશમલની વિરોધી લોબી વિષે પણ આવી જ શકે. વાસ્તવમાં મેં તો અમેરિકન સમાજમાં લોબીઓ જે સામાન્ય જનહિતને (વિવાદાસ્પદ રીતે) નુકશાન કરે છે તે શક્યતા બતાવી છે. લોબીઓ વિષે ચર્ચાઓ ઉપર અમેરિકામાં સેન્સરશીપ નથી. “ગન લોબી” એ ગનના ઉત્પાદકો અને ખરીદનારાઓ ની બનેલી લોબી છે. ગન દ્વારા દબાણ લાવનારાઓની લોબી નથી.
        અમેરિકામાં કમસે કમ ગન દ્વારા દબાણ લાવી મતો મેળવવાની સંસ્કૃતિ નથી.

        ભારતમાં બુથ કેપ્ચરીંગની સંસ્કૃતિ કોંગીઓએ ૧૯૫૨ થી ચાલુ કરેલી અને ઇન્દિરાના જમાનામાં પુરભારમાં વિકસેલી. ઈવીએમ આવવાથી બુથ કેપ્ચરીંગ નષ્ટ થયું(!).
        જીજ્ઞેશભાઈએ એમનો અભિપ્રાય જણાવ્યો અને મેં મારો અભિપ્રાય જણાવ્યો. આમાં મનમાં લાગવાની કોઈ વાત નથી.

  • હરસુખ રાયવડેરા

    કોઈના વિશે , માત્ર સાંભળીને કે વાંચીને જો અભિપ્રાય આપીએ તો તે વ્યક્તિને અન્યાય થવાનો સંભવ વધી જાય છે.
    વીનોદ ખન્ના કે વિજય આનંદ જેવા અને પ્રતિષ્ઠિત અને બીજા ઘણા બુદ્ધિજીવીઓ ઓશો પ્રત્યે આકર્ષાયા હતા. શા માટે ?
    સૌ ને એ વિચારોમાં દમ લાગતો હતો. દરેક સદીમાં અલગ વિચારધારા ધરાવનારા મહાનુભાવો પેદા થયા છે .પેદા થશે પણ.
    માટે શું તે મહાનુબાવોને આપણે અલગ કે પાગલ ઠેરવી દેવાના ?
    જીજ્ઞેશ ભાઈ અભિનંદન ઓશો વિશે લખવા માટે !
    તેમના ઓપન વિચારો માટે સૌને (મને પણ) આકર્ષણ હતું જ.

  • hiteshv2

    Entertainment business has gone beyond to extract ‘Masala’ or play on controversy topic where it’s difficult to prove with out evidence as Viewers are not witness of those past events 🙂
    Instead 0f Osho and his personal life, people can learn from some of the good teachings that he shared from Zen, Buddhism, India’s Vedas, Mahabharata, Ramayan – I personally do not endorse and agree on some of those Osho’s view point and advice but, nobody can deny that he was way ahead in his learnings and teachings.

  • Rajnikant Vyas

    Jigneshbhai,

    I appreciate your great effort in bringing out the truth. I am also not a follower of Rajnish. However, I have read his books and listened to his lectures. He presented revolutionary ideals which are often controversial. He was a great personality.