‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ 11
નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી શ્રેણી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ જોયા પછી મન અફસોસથી ભરાઈ ગયું. ઓશો જીવતા હતા ત્યારે તેમની સાથે અમેરિકામાં જે થયું એ તો ભારોભાર પૂર્વગ્રહયુક્ત હતું જ પણ આ ડોક્યુમેન્ટરી એ જ બીમાર માનસિકતાને એક દેખાવડા સજાવેલા માળખા સાથે સાચી ઠેરવવાનો સુનિયોજીત પ્રયત્ન છે. હું ઓશોનો અનુયાયી નથી અને એમના એકાદ બે પુસ્તકો બાદ કરતા કે ઓનલાઈન અમુક વિડીઓ જોવા સિવાય એમનો ખાસ ચાહક પણ નથી, પણ આ ડોક્યુમેન્ટરી જોયા પછી એમના વિશે અને આનંદશીલા વિશે ઘણું વાંચ્યુ. અને આખરે ઘણાં વખતે આ રિવ્યૂ પૂરો કરી શક્યો છું.