Daily Archives: October 23, 2017


લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ 4

ખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા..

હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી.