અક્ષરનાદ ઈ-પુસ્તકોના પંદર લાખ ડાઊનલોડ.. – સંપાદક 11


Gujarati eBooks for Free Download.. Crossed 15 Lac Downloads

અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં મૂકેલા ઈ-પુસ્તકોનો આંકડો પંદર લાખ પંચોત્તેર હજા ડાઊનલોડ ક્લિક્સને પાર કરી ગયો છે. અને આ ઉપરાંત અમારા ઈ-પુસ્તકોના ઑફિશિયલ મોબાઈલ એપ્લિકેશન પાર્ટનર ડેઈલીહન્ટ પરની ડાઊનલોડ ક્લિક્સ અહીં ઉમેરી નથી. વળી ઈ-મેલ દ્વારા ફોરવર્ડ થતા, વોટ્સએપ દ્વારા ફોરવર્ડ થતા અને અનેક મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા અમને પૂછીને / પૂછ્યા વગર વહેંચાતા અક્ષરનાદના પુસ્તકોની ક્લિક્સ પણ અહીં ગણી નથી.. ગણવી શક્ય પણ નથી.

વધુ વિગતે જોઈએ તો..

 • અક્ષરનાદ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા ૫૭ ઈ-પુસ્તકોના ચૌદ લાખથી વધુ,
 • ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ સન્ડે ઈ-મહેફિલ ઈ-પુસ્તકોના દોઢલાખથી વધુ અને
 • ગોવિંદભાઈ મારૂએ પાઠવેલા ઈ-પુસ્તકોના પચીસહજારથી વધુ ડાઊનલોડ થઈ ચૂક્યા છે.

૧. સૌથી વધુ ડાઊનલોડ આંક સાથે શ્રી ઝવેરચંદ મેઘાણીના ‘રસધારની વાર્તાઓ‘ ભાગ ૧ અને ૨ મુખ્ય છે, દરેક ભાગના એક લાખથી વધુ ડાઊનલોડ ક્લિક્સ થયા છે.
૨. બીજા ક્રમે ‘ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓ‘નું ઈ-પુસ્તક ૮૧૦૦૦થી વધુ ડાઊનલોડ્સ સાથે અગ્રસર છે.
૩. ત્રીજા ક્રમે ‘માણસાઈના દીવા‘ નો સંક્ષેપ ૭૫૦૦૦થી વધુ ક્લિસ સાથે અગ્રસર છે
૪. ત્યાર બાદ ચોથા ક્રમે મણિભાઈ દેસાઈ રચિત ખિસ્સાપોથી છે, ‘એબ્રાહમ લિંકન‘..
૫. અને પાંચમા ક્રમે છે ‘આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ‘ જે ૪૫૦૦૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ પર છે.

ત્યાર બાદ તરત મારું અનુદિત પુસ્તક છે ‘વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો‘ અને સન્ડે ઈ-મહેફિલનો પ્રથમ ભાગ ૨૧૦૦૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ સાથે અને ગોવિંદભાઈ મારુ દ્વારા પ્રેષિત ડૉ. શશીકાંત શાહનું ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. પુસ્તક ૭૮૦૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ સાથે અગ્રસર છે.

અક્ષરનાદ પર પ્રસ્તુત કુલ ઈ-પુસ્તકોની ૧૭૫.૨ MiB સાઈઝના ડાઊનલોડ્સની બેન્ડવિડ્થ અત્યાર સુધી ૨.૫ TiB ને પાર કરી ગઈ છે.

સાથે સાથે આજે અહીં સાહિત્યકાર અને કવયિત્રી પ્રજ્ઞા વશીના બે ઈ-પુસ્તકો પણ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ..
૧. શિક્ષણને કેન્દ્રમાં રાખીને લખાયેલ નવલકથા ‘સત્–અસત્ ને પેલે પાર‘ વાચકોના હૃદય અને મનને બે ઘડી વિચારતા કરી મૂકે તેવી છે… ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં ધારાવાહીક રુપે પ્રગટ થયેલ આ નવલકથાને લોકોએ ખૂબ વખાણી છે.
૨. પ્રેમ–નફરત, દોસ્ત–દુશ્મન, તારું–મારું, પ્રકૃતિ–ઈશ્વર, સ્ત્રી–પુરુષ, મા–દીકરી, વિદ્યાર્થી–શિક્ષકથી લઈ ધર્મ–જાત–પાત જેવા અનેક વિષયો પર લખાયેલ ગઝલોનો સંગ્રહ ‘નિસ્બત’ પણ આજે ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવ્યો છે..

ઉપરાંત ગત દિવસોમાં પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’નું ઈ-પુસ્તક ‘આત્મઝરમર‘ પણ પ્રસિદ્ધ કર્યું હતું.

૧૨૦૦થી વધુ પ્રતિભાવો અને ચાર લાખથી વધુ સિંગલ ક્લિક્સ સાથે અક્ષરનાદના ડાઊનલોડ વિભાગના વાચકો વિશ્વના લગભગ દરેક ખૂણે છે. ક્લિક્સ મુજબ વાચકો મુખ્ય દસ દેશ, ભૌગોલિક રીતે અનુક્રમે ભારત પછી સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગડમ, યુનાઇટેડ આરબ અમીરાત, સાઉદી અરેબિયા, સિંગાપુર, જર્મની, ન્યુઝીલેન્ડ અને કતારમાં છે. સુખદ આશ્ચર્ય તો એ વાતનું છે કે આ વિભાગના વાચકો અઝરબૈજાન, બોત્સ્વાના, કોઁગો-કિઁશાસા અને બુરુંડી જેવા દેશોમાંથી પણ છે. તો સૌથી ઓછી ક્લિક્સ જે દેશોમાંથી મળી છે એ છે સેનેગલ, વેનેઝુએલા, મેસેડોનીયા, વિયેતનામ, આઈસલેન્ડ અને બાર્બાડોસ વગેરે.. અને આટલી ભૌગોલિક વિવિધતા સાબિત કરે છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી.. ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..’

દિવાળી વખતે આ વર્ષે અક્ષરનાદ પોતીકી એન્ડ્રોઈડ એપ્લિકેશન અને અનેક નવા ઈ-પુસ્તકો સાથે આવી રહ્યું છે એ વાચકોની આતુરતા અને લાંબા સમયની રાહનો અંત લાવશે..

અક્ષરનાદ સદાય આપની અપેક્ષાઓને પાર ઉતરવાનો યત્ન કર્યા જ કરશે… આપના પ્રેમ, સહકાર અને વિશ્વાસને નતમસ્તક..

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “અક્ષરનાદ ઈ-પુસ્તકોના પંદર લાખ ડાઊનલોડ.. – સંપાદક

 • chetan vaddoriya

  મારે નરેન્દ્ર મોદિ નિ જ્યોતિ પુન્જ જોઇએ ચ્ઈ.

  i want to download jyotipunj in gujarati.. please keep update..

  and very very thank you.. for this noble cause…
  good job for gujarati literature

 • નિરુપમ chhaya

  આ એક ઉમદા સાત્વિક પુરુષાર્થ છે. એક પ્રશ્ન થાય. આ પુસ્તકો ઓન લાઈન વાંચી શકાય , ડાઉન લોડ કર્યા વિના જ , એવી વ્યવસ્થા થઇ શકે ખરી? વિચારવા વિનંતી.

 • lata hirani

  ખૂબ ખૂબ અભિનંદન જિજ્ઞેશભાઈ અને અક્ષરનાદને….. જ્વલંત સફળતા કહેવાય…. જાય હો……..તમને સલામ જિજ્ઞેશભાઈ.

 • gopal khetani

  સાચું જીગ્નેશભાઈ, એક વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.
  અક્ષરનાદ ઉત્તરોત્તર પ્રગતી કરતું રહે તેવી દિલથી શુભેચ્છાઓ!
  અને ખાસ તો આપને અઢળક અભિનંદન આ માઈલસ્ટોન અચીવ કરવા બદલ.
  કશાયે નફા કે પ્રસીધ્ધીની લાલચ વગર આપ ગુજરાતી સાહીત્યની સેવા કરી રહ્યા છો તે બદલ અમારા કોલેજકાળના અંદાજ મુજબ કહું તો “૧૦૦ કરોડની લોબાન કુર્બાન!”