અક્ષરનાદ ઈ-પુસ્તકોના પંદર લાખ ડાઊનલોડ.. – સંપાદક 11
અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં મૂકેલા ઈ-પુસ્તકોનો આંકડો પંદર લાખ પંચોત્તેર હજાર ડાઊનલોડ ક્લિક્સને પાર કરી ગયો છે. અને આ ઉપરાંત અમારા ઈ-પુસ્તકોના ડેઈલીહન્ટ પરની ક્લિક્સ અહીં ગણી નથી. વળી ઈ-મેલ દ્વારા ફોરવર્ડ થતા, વોટ્સએપ દ્વારા ફોરવર્ડ થતા અને અનેક મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા અમને પૂછીને / પૂછ્યા વગર વહેંચાતા અક્ષરનાદના પુસ્તકોની ક્લિક્સ પણ અહીં ગણી નથી.. ગણવી શક્ય પણ નથી.
વધુ વિગતે જોઈએ તો, અક્ષરનાદ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા ૫૭ ઈ-પુસ્તકોના ચૌદ લાખથી વધુ, ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ સન્ડે ઈ-મહેફિલ ઈ-પુસ્તકોના દોઢલાખથી વધુ અને ગોવિંદભાઈ મારૂએ પાઠવેલા ઈ-પુસ્તકોના પચીસહજારથી વધુ ડાઊનલોડ થઈ ચૂક્યા છે.