‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7
વર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.