ભુવનેશ્વરી (ગરબા) ઈ-પુસ્તક – ડૉ. હાર્દિક યાજ્ઞિક 3


ગરબો – ૧

ચાચરના ચોક કેરે ગરબો મેં કીધો
માડીના પગલાનો તાલ ત્યાં તો દીઠો

નોરતાની રાત ને આરાસુર ધામ રે
શ્રધ્ધાની પાંખને ઉછરેલુ ઉર એ (૨)
માવડીની મમતાનો રસ મેં તો પીધો..
ચાચરના ચોક કેરે….

તાલીઓના તાલને ભક્તિનો ભાવ રે
મંદિરની છાંય ને કુમકુમ શું રુપ એ (૨)
સાથિયાથી શોભતો ગરબો મા એ લીધો..
ચાચરના ચોક કેરે….

લાલચટક ઓઢણીને નિતરતું રુપ એ
મમતાનું મુખડું કેવું અદ્દભુત રે (૨)
આજે “હાર્દ” માં છે ભાવ કેવો મીઠો..
ચાચરના ચોક કેરે….

ચાચરના ચોક કેરે ગરબો મેં કીધો
માડીના પગલાનો તાલ ત્યાં તો દીઠો

ગરબો – ૨

રમત રમાડે માડી મને રમત રમાડે
મોજ કરાવે માડી મને મોજ કરાવે

સુખ દુઃખના પાસા નાંખી અહીંને
રમત કસોટી કરતી રહી એ
આપી બધું ને લઇ પણ લેતી
બમણું કરી માડી સઘળું પાછું એ દેતી
રમત રમાડે….

પળમાં એ દુઃખ દઇને માથે હાથ રાખતી
સુખનું ઘરેણું લઇ માડી મુજને ધરતી
દુશ્મનના વેશમાં મૈયા શિખવાડતી
શ્રધ્ધાના મારગનો તું છે પ્રવાસી
રમત રમાડે…

સંયમની વેળાએ હાથ દઇને બોલતી
મુક્તિનો માર્ગ છે ભક્તિની કેડી
આખરે રમતમાં મુજને જીતાડતી
પળે પળ જીવનમાં મૈયા સંભાળતી
રમત રમાડે…

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

નવરાત્રીના આજના અષ્ટમીના સપરમા દિવસે પ્રસ્તુત છે માતાની આરાધના અને મહિમાનું વર્ણન કરતી સુંદર રચનાઓ, ગરબા. હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમે પ્રસ્તુત આ સુંદર ગરબાનું ઈ-પુસ્તક આપ સૌને ગમશે એવી આશા છે. પ્રસ્તુત ઈ-પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હાર્દિકભાઈનો આભાર. આપ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી આ ઉપરાંત રઢિયાળી રાતના રાસ-ગરબા નું સંકલિત ઈ-પુસ્તક પણ ડાઊનલોડ કરી શક્શો. આ પુસ્તકો માટે જુઓ અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ભુવનેશ્વરી (ગરબા) ઈ-પુસ્તક – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  • Harshad Dave

    સારું પુસ્તક…સીડી ઓડિયો/વિડીયો હોય તો સોનામાં સુગંધ ભળે…૧૫ ગરબા, નામ માળા સ્તુતિ વગેરે નવીન તથા સુંદર છે…અભિનંદન …આભાર -હદ.

  • Mustafa Kitabwalla,A.I.B.

    ઈસ ઇત થે સમે ડ્ર્ગ્નિક વ્હો હદ વિસિતેદ ઍઅસ્ત આફ્ર ઇન એઅર્લ્ય ૫૦સ તો ઇનૌગુરતે ંઅહત્મન્દઘિજિ’સ સ્તતુએ ઇન્
    ણૈરોબિ ઊનિવેર્સિત્ય્?