અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રો ફિક્શન સ્પર્ધા ૨૦૧૪ 37


આજના સ્વતંત્રતા દિવસના સપરમા અવસરે, લાંબા સમયથી જેની ખૂબ ઇચ્છા હતી એવી અક્ષરનાદની સૌપ્રથમ સ્પર્ધા – આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ ની જાહેરાત કરતા અત્યંત આનંદ થાય છે.

થોડાક દિવસો પહેલા માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સાહિત્યમાંથી અને મારી જાણકારી મુજબ સંકલન કરવા માટે પ્રયત્ન કર્યો છે જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે. નીચે સ્પર્ધાના નિયમો વિશે જણાવ્યું છે…

આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – નિયમો

૧. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂર નથી.

૨. હસ્તલિખિત માઈક્રોફિક્શન મોકલનાર સ્પર્ધકે વાર્તાઓ ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. શરૂઆતમાં સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં કૃતિ સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે માઈક્રોફિક્શન મોકલનારે એક નકલ પોતાની પાસે રાખીને ઓરીજીનલ કોપી મોકલવાની રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા વાર્તા નિશ્ચિત કરેલી તારીખ અગાઉ મોકલવાની રહેશે. ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવા કવર પર Micro-fiction Contest 2014 લખવું.

૩. આ ઉપરાંત નીચે આપેલા ઈ-મેલ સરનામે માઈક્રોસોફ્ટ વર્ડમાં / પીડીએફમાં પણ અમને મોકલી શકાશે. (હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલવી નહીં) વાર્તા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ (સામાન્યતઃ ઉપયોગમાં લેવાતા ફોન્ટથી અલગ હોય તો) ઈ-મેઈલ સાથે એટેચ કરવા. વાર્તાની સાથે સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Micro-fiction Contest 2014 લખવું.

૩. વાર્તા મૌલિક, અપ્રગટ અને સ્વરૂપને બંધબેસે એવી હોવી જોઈએ. માઈક્રોફિક્શનની મર્યાદાઓની બહાર જતી વાર્તાઓને સ્વીકારી શકાશે નહીં. આ મર્યાદાઓ નીચે સૂચવ્યા મુજબની છે. વાર્તાની મૌલિકતાની જવાબદારી સંપૂર્ણપણે લેખકની રહેશે.

૪. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મિત્રોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ટપાલ / કૂરીયર / ઈ-મેલ કે અન્ય કોઈ પણ માધ્યમથી અમને છેલ્લી તારીખ પહેલા આપની કૃતિ મળી જવી જોઈએ. ત્યારબાદ મળેલી કૃતિઓ સ્પર્ધા માટે સ્વીકારી શકાશે નહીં.

૫. સ્પર્ધામાં મોકલેલી વાર્તાઓ અન્યત્ર મોકલી શકાશે નહીં. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક અક્ષરનાદનો રહેશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા જાહેર થશે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

૬. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે સંપાદક કે અન્ય કોઈ જવાબદાર રહેશે નહીં.

૭. માઈક્રોફિક્શન મહત્તમ ૨૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી હોવી જોઈએ. એથી ઓછા શબ્દો સ્વીકાર્ય રહેશે પણ વધુ શબ્દસંખ્યા સ્વીકાર્ય રહેશે નહીં.

૮. ઓછામાં ઓછી ચાર માઈક્રો ફિક્શન મોકલવાની રહેશે. એથી વધુ માઈક્રો ફિક્શન કે એકથી વધુ એન્ટ્રી ગણતરીમાં લેવાશે પણ એ સ્પર્ધામાં ગણવા અને તેની સ્વીકાર્યતા અંગેનો સઘળો હક્ક અક્ષરનાદનો / નિર્ણાયકોનો રહેશે. સ્પર્ધા અંગેનો બધી બાબતો અને નિર્ણય અક્ષરનાદના અધિકારમાં જ રહેશે અને એ સર્વે સ્પર્ધકોને બંધનકર્તા હશે.

૯. સ્પર્ધા માટે કૃતિઓ ધ્યાનમાં લેતી વખતે તેના વાર્તાકથનની પદ્ધતિ, શબ્દોનો ઉપયોગ, વાર્તાનું પોત અને તેની અસરકારકતા, પ્રસંગ – ઘટનાની નિરુપણ પદ્ધતિ, વાર્તાબોધ અને અંતે ચમત્કૃતિ જેવી બાબતો ધ્યાનમાં લેવાશે. પણ એ સર્જક માટે બંધનકર્તા નથી. સ્પર્ધામાં અંતે તો રચનાની સમગ્રતયા અસરકારકતા અને સર્જનની વિશેષતા જ સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે.

૧૦. ઓછામાં ઓછા શબ્દો સાથે વધુ કહી શકવાની ક્ષમતા, એકથી વધુ વૈકલ્પિક અંતની શક્યતાઓ અને વાર્તા પૂર્ણ થયે વાચકના માનસમાં એક કે એથી વધુ નવા ઘટનાપ્રવાહનો જન્મ માઈક્રોફિક્શનની કેટલીક ખાસીયતો હોઈ શકે છે.

સ્પર્ધક મિત્રોના પ્રતિસાદ, સ્પોન્સર્સ તરફથી સહયોગ અને અનેક વાચકોની વિનંતિને માન આપીને સ્પર્ધાની અંતિમ તારીખ ૧૦ ઓક્ટોબર ૨૦૧૪ સુધી લંબાવવામાં આવી રહી છે.

સમયપત્રક : વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૪, ૧૦ ઓક્ટોબર ૨૦૧૪ સ્પર્ધાનું પરિણામ : તા. ૨૧ ઓક્ટોબર ૨૦૧૪

સંપર્કસૂત્ર

પોસ્ટ કે કુરિયર દ્વારા વાર્તા મોકલવા માટે સરનામું :

જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક, અક્ષરનાદ.કોમ, ઓમ, એ-૪૬, સાંઈનગર સોસાયટી, ખોડીયાર નગર પાછળ, ન્યૂ વી આઈ પી રોડ, વડોદરા ૩૯૦૦૨૨, ગુજરાત. ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવા કવર પર Micro-fiction Contest 2014 લખવું.

ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે :

jignesh.adhyaru@hotmail.com પર ઈ-મેલ કરવો અને Subject માં Micro-fiction Contest 2014 અવશ્ય લખવું.

આદરણીય નિર્ણાયકો

૧. શ્રી ધ્રુવભાઈ ભટ્ટ
૨. શ્રી કમલભાઈ જોશી
૩. શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક

સ્પોન્સર્સ

ભારતની નં ૧ મોબાઈલ એપ્લિકેશન ન્યૂઝહન્ટ દ્વારા આ માઈક્રોફિક્શન સ્પર્ધાને સ્પોન્સર કરવામાં આવી રહી છે એ બદલ ન્યૂઝહન્ટની ટીમનો અને મેનેજમેન્ટનો અક્ષરનાદ આભાર માને છે.

Newshunt Gujarati

પારિતોષિક

વિજેતાઓને નીચે મુજબ પારિતોષિક આપવામાં આવશે.
પ્રથમ ઈનામ – ૨૦૦૧/-રૂ.
દ્વિતિય ઈનામ – ૧૫૦૧/-રૂ.
તૃતિય ઈનામ – ૧૦૦૧/-રૂ.
આશ્વાસન ઈનામ (ત્રણ) – ૨૫૧/-રૂ.
વિજેતાઓને પુરસ્કારની રકમ માત્ર ભારતીય ચલણમાં જ અપાશે. ભારતમાં વિજેતા થનાર સ્પર્ધકને ડિમાન્ડ ડ્રાફટ, ચેક અથવા મનીઑર્ડરથી આ રકમ મોકલવામાં આવશે. વિજેતા થનાર કોઈ સ્પર્ધક જો વિદેશમાંથી હોય તો જે સરળ માધ્યમ ઉપલબ્ધ હશે તે રીતે તેઓને પુરસ્કારની રકમ પહોંચતી કરવામાં આવશે.

ગુજરાતી માઈક્રો ફિક્શનના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરવાના પ્રયત્નરૂપ આ સ્પર્ધાની સફળતાની અને વધુ તો અનેક નવા સર્જનો માણવાની આકાંક્ષા સહ સર્વેને શુભેચ્છાઓ.

સ્પર્ધા માટે, નિયમો મુજબ જેમની કૃતિઓ મળી છે તેમના નામ…

દર્શન પરમાર
ગિરિમા હાર્દિક ઘારેખાન
જયશ્રીબેન શાહ
ભરતકુમાર શાહ
સૂર્યાબેન શાહ
મિત્સુ મુકેશભાઈ મહેતા
નયના બી મહેતા
ચંદ્રકાંત પી લોઢવીયા
નયના નરેશ પટેલ
મીત મહેશભાઈ ઠાકર
ભાવિન મીરાણી
વલીભાઈ મુસા
સાગર પંડ્યા
મિહિરકુમાર શાહ
મનીષા દવે
કિશોર પટેલ
હેમલ વૈષ્ણવ
ગોપાલ ખેતાણી
હિરલ કોટડીયા
ગાર્ગિ મોદી
દેવન વસાવડા
ગુણવંત વૈદ્ય
સમીરા પાત્રાવાલા
હરેશ પાડલીયા
આરતી ભાડેશીયા
આમિતા ધારીયા
મિતુલ ઠાકર
ગીતા શુક્લ
રવિ મિસ્ત્રી
નિકિતા પરમાર
હિતાર્થ ઢેબર
દિપાલી વ્યાસ
ડૉ. નિલેશ ત્રિવેદી
નિતીન લિંબાસીયા
સાક્ષર ઠક્કર
નિમિષા દલાલ
યોગી શુક્લ
માયા શર્મા
મનીષા દવે
હિરેન કવાડ
હર્ષદ દવે

જો શરતચૂકથી કોઈએ કૃતિ પાઠવી હોય પણ અહીં યાદીમાં તેમનું નામ ન હોય તો ફોન નંબર ૯૯૭૪૪ ૧૦૮૬૮ પર ધ્યાન દોરવા વિનંતિ.
આભાર,

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

37 thoughts on “અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રો ફિક્શન સ્પર્ધા ૨૦૧૪

  • Sakshar

    Happy New Year, Jigneshbhai. Any updates ?
    At least, please give us an estimated date of result એટલે અમે તમને ત્યાં સુધી હેરાન ના કરીએ 😉

  • mitul

    પ્રિય જીગ્નેશભાઈ,
    માઈક્રોફિક્શનના પરિણામની આશામાં કદાચ બધા મિત્રો બેઠા હશે જેના નામ આપે મુક્યા છે, અને હું પણ એમાં અપવાદ નથી, કદાચ આપ વધુ વ્યસ્ત થઇ ગયા લાગો છો, અને ધ્રુવભાઇ પણ હમણા ઉત્ત્તમ નાટ્યકાર તરીકે ખુબ જ વ્યસ્ત છે… અત્યારે આપણ બે કે ત્રણ બ્લોગ ની જવાબદારી નિભાવી રહ્યા છો એટલે આપને વારંવાર પૂછવું યોગ્ય નથી પણ થોડો પ્રકાશ પાડો તો ગમશે……

  • Akshay Dave

    Dear Sir,
    I have submitted my stories. I informed you about my details on 12/12/2014 via call as well as message, but still my name is not appearing in above list. Kindly help me with that.

    Thank you in advance.

  • Chandrakant Lodhavia

    જીજ્ઞેશભાઈ,
    માઈક્રોફીકક્ષન વિચારઘારા મુજબ કોઈ પત્રલેખન થયું હોય તો આપણા આ બ્લોગ ઉપર મુકશો. કારણ મોબાઈલ દ્વારા SMS કરાય છે તે તો મેસેજ પુરતુ જ છે. પત્રલેખન એક કળા છે. હવે નવા આધુનિક કમ્યુટર યુગમાં મારા મત મુજબ્ તે અગત્યનું છે.
    લિ.ચન્દ્રકાન્ત લોઢવિયા

  • Gopal Khetani

    ઓ હો હો.. આટલા બધા મિત્રો એ સ્પર્ધા મા ભાગ લિધો છે. !! બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન. જિગ્નેશભાઇ, બધા મિત્રો ની ક્રુતી ઓ અહિ માણવા મલશે એવી અપેક્ષા હુ રાખી રહ્યો છુ.

  • Aarti Bhadeshiya

    જીગ્નેશભાઈ માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધા માટે કૃતી પસંદ કરવા બદલ આપનો ખુબ-ખુબ આભાર……..

  • nikita

    જિજ્ઞેશભાઈ, જિગાભાઈ,જિગુભઈલુ….. હવે ડાહ્યાડમરા થઈ રિઝલ્ટ મુકો …
    અને સાક્ષર.. હવે .મારા પાંચ માર્કસ કપાશે એવુ બોલતો નહી ભાઈ….. સારુ આ કમ્પિટીશન આવી ,થોડી સર્જનાત્મકતા ખીલી….

  • kishore patel

    માફ કરજો જિગ્નેશભાઈ, પૂરતી તપાસ કર્યા વિના મેં પ્રશ્ન ઉભા કર્યા અને આપને તકલીફ આપી. ત્વરિત ઉત્તર બદલ આભાર. આશા રાખું છું સ્પર્ધાનું પરિણામ બને એટલું જલ્દી જાહેર થશે. શુભેચ્છાઓ.

  • kishore patel

    સ્પર્ધાના જાહેરનામામાં આપશ્રીએ જણાવ્યું હતું કે સ્પર્ધાનું પરિણામ ૨૧ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ જાહેર થશે. આજે ૧૧ નવેમ્બર ૨૦૧૪ થઇ ગઈ. વીસ દિવસ થઇ ગયા. નથી સ્પર્ધાનું પરિણામ જાહેર થયું નથી આપશ્રી તરફથી કોઈ ચોખવટ થઇ. સ્પર્ધકોએ શું સમજવાનું? શું સ્પર્ધામાં પૂરતી વાર્તાઓ નથી આવી? શું સ્પર્ધા રદ થઇ ગઈ છે?

  • પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY)

    ખુજ સરસ વાત, અભિનંદન. રીડા ગુજરાત બાદ આ બીજી સાઈટ છે કે જે નવોદિત સર્જકોને આવો મંચ પુરો પાડે. ખુબ ખુબ શુભકામના…..તમારું આ નવું પ્રયાણ ખુબ જ સફળ રહે તેવી શુભચ્છા

  • jayshree shah

    માનનીય શ્રી જીજ્ઞેશભાઈ
    હું કવિતા, સ્લોગન , નિબંધ વગેરે લખું છું અને તેમાં થોડા ઘણા ઇનામો મેળવ્યા છે અને માઇક્રો ફિક્શન વાર્તા લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે. મને લખવાનો ખૂબ જ શોખ છે. ઇન્ટરનેટના માધ્યમથી સમાજ સુધી મારા વિચારો અનુભવો માઇક્રો ફિક્શન વાર્તા રૂપે પહોચાડવાની આજે જે મને તક મળી છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

    જયશ્રીબેન ભરતકુમાર શાહ, વડોદરા

  • ચંદ્રકાંત ઉદાણી

    microfiction contest માટે હાર્દિક શુભકામના.
    સંખ્યાની મર્યાદા કદાચ નવોદિત (amateur) માટે સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કદાચ પાછા હઠી જશે.
    Let any interested person take part and let them expose the talents.
    – – – ચન્દ્રકાન્ત ઉદાણી, ચેન્નઈ.

  • tej

    ઘણા વખતે અક્ષરનાદ પર ફરેીઆવેી ને વાંચવાનો મેળ પડ્યો, આ સ્પર્ધામા ભાગ લેવો હવે એક્દમ આવશ્યક લાગ્યુ, એક નવોદિત તરેીક આવેી સ્પર્ધા ,પોતાનેી (થોડેી-ઘણેી-વણ્કેળવાયેલેી) આવડતના મૂલ્યાંકન માટેના યોગ્ય માધ્યમ સમેી ગણેી શકાય્.
    આ વખતે એક નવેી શૈલેી પર હાથ અજમાવું અને એ વિજયેી બને કે ના બને , પણ અક્ષરનાદ પર આ દ્વારા કંઈક પ્રકાશિત કરવાનુ સપનુ પુરુ થાય તોયે ઘણુ…

  • Nitin J. Limbasiya

    અત્યાર સુધી તો મિત્રો મને કવિતા અને આર્ટીકલ્સ લખવાનું સૂચવતા, હુકમ કરતા, ચેલેન્જ પણ કરતા, પણ હવે તમે આપેલી આ નવી ચેલેન્જ (વધુ તો તક !!!) હું જરૂર સ્વીકારીશ.

    આ સ્પર્ધાની સફળતા માટે અત્યારથી જ અભિનંદન આપી દઉં તો જરાઈ પણ અતિશયોક્તિ નહી કેહવાય..!!!

  • Dipti

    It’s a good and humble work done by you. And also many thanks to you to providing us on line guj. literature. I am searching for more. Keep it up.
    Thanks again.

  • Dharmendra

    જિગનેશભાઇ . . .

    કંઇક એવિ ના થઇ શકે કે સ્પર્ધામાં એક કૃતિ પણ મોકલી સહકાય ? કારણ કે કૃતિનું સ્વરૂપ મહત્વનું હોવી જોઇએ . . . સંખ્યા શા માટે ???

    • અક્ષરનાદ Post author

      પ્રિય ધર્મેન્દ્રભાઈ,

      માઈક્રોફિક્શન એક ખૂબ જ ટૂંકો વાર્તાપ્રકાર હોઈ લેખકની સર્જનક્ષમતાના ક્યાસ માટે એકથી વધુ કૃતિ મંગાવવી જરૂરી લાગી. ચર્ચાને અંતે ચાર કૃતિઓ મંગાવવાનું નક્કી થયું છે. અનેક સ્પર્ધકો ચાર કૃતિઓ પાઠવી રહ્યા છે.. કૃતિનું સ્વરૂપ અગત્યનું છે જ, પણ સાથે સાથે સ્પર્ધાના માપદંડો માટે ચાર કૃતિઓ નિયમબદ્ધ કરાઈ છે.

      આભાર,

      જીજ્ઞેશ અધ્યારૂ

  • નિમિષા દલાલ

    જિજ્ઞેશભાઈ… અભિનંદન.. આભાર…અને ઘણી બધી શુભેછાઓ પણ.. આમ તો આ સ્વરૂપના લેખનમાં ઝાઝી ચાંચ ડૂબતી નથી.. પણ ભાગ લેવાનો પ્રયત્ન જરૂર કરીશ…

  • Harshad Dave

    શ્રી જીજ્ઞેશભાઈ,
    તમે ‘ટ્રેન્ડ સેટર’ છો અને કાંઇક નવીન, પ્રેરણાદાયક, વિકાસ અને વિચારોત્તેજક શૈલી, પડકાર અને જીવન સંબંધિત દિશાઓ તરફ હમેશાં અગ્રસર રહો છો. આ શરૂઆતને પણ તેવી જ્વલંત સફળતા મળે અને એક નવો ઉન્મેશ સર્જાય એવી મંગળ શુભકામના સહ…-હદ