આદરણીય મિત્રો,
‘અક્ષરનાદ’ નામની આપણી માતૃભાષાના વૈભવ અને મહેકને વિશ્વભરમાં વસતા ગુજરાતીના વાચકો, ભાવકો અને ચાહકો સુધી પહોંચાડતી એક નાનકડી વેબસાઈટ, એક સાવ અવ્યવસાયિક પ્રયત્ન આજે ગુજરાતી વેબવિશ્વમાં સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં પ્રવેશી રહી છે. સાત વર્ષ એક ખૂબ લાંબો સમયગાળો છે. ગુજરાતી ભાષાએ જ આ સાત વર્ષોમાં અનેક બ્લોગ, અનેક બ્લોગર અને અનેકાનેક વેબસાઈટ્સની ઉભરતી અને ઓસરતી લાલિમાઓ જોઈ છે, એ બધાંની વચ્ચે સતત આ સાત વર્ષ ઉભા રહી શકાયું, આગળ વધી શકાયું અને હજુ પણ એ જ ઉત્સાહ, એ જ પ્રેરણા મળી રહી છે એ બદલ વાચકો, વડીલો, સાહિત્યકાર મિત્રો અને લેખકોને, સર્વેને નતમસ્તક.
છેલ્લા કેટલાક દિવસોથી વ્યવસાયિક પ્રતિકૂળતાઓ અને વ્યસ્તતાઓને લઈને કૃતિઓ પ્રસ્તુત કરી શકાઈ નથી એ વાતનો ક્ષોભ છતાં આજના દિવસે પરંપરાગત રીતે આપ સૌની સાથે અક્ષરનાદ વિશેના વિચારો પ્રસ્તુત કરવાની અને એ રીતે આજના દિવસના આ અવસર દ્વારા વાત કરવાની લાલચ રોકી શક્તો નથી.
અક્ષરનાદનો નવો અવતાર, નવી થીમ અને ઉમેરેલી સગવડો આજે લાઈવ કરવાની હતી પરંતુ કેટલીક ખામીઓ અને હજુ પણ અમુક પ્રયોગો બાકી હોવાને લીધે એ હજુ થોડો સમય માંગી લે તેમ છે. તીવ્ર ઈચ્છા છતાં એ આજે કરી શકાયું નથી તેનો અફસોસ છે.
આ વર્ષની નોંધપાત્ર બાબતોમાં અક્ષરનાદની ઈ-પુસ્તકો મોબાઈલ પ્લેટફોર્મ માટે ન્યૂઝહન્ટ દ્વારા ઉપલબ્ધ કરાવી શકવાની ક્ષમતા અને એ દ્વારા એક વિશાળ અને નવા વાચકવર્ગ સુધી પહોંચી શકવાની ઉપલબ્ધી એક આગવી બાબત બની રહી છે. ન્યૂઝહન્ટના અંજલીનો આ માટે ખૂબ આભાર માનવો જ જોઈશે. તો અક્ષરનાદ સાથે થયેલ ન્યૂઝહન્ટના કોન્ટ્રાક્ટનો ફાયદો લેખક મિત્રો લઈ શકે એવી ગોઠવણ કરી શકાઈ, જેમાં અક્ષરનાદ ફક્ત એક માધ્યમ બની રહે અને કોમર્શિયલી કોઈ પણ ફાયદો લેવા માંગતુ નથી એ સ્પષ્ટતા સાથે આગળ વધી શકાયું – અને એ દ્વારા સૌપ્રથમ નીલમબેન દોશીનું પુસ્તક ‘અંતિમ પ્રકરણ’ મૂકાયાના એક અઠવાડીયામાં ૫૦૦ ના વેચાણ સાથે ન્યૂઝહન્ટ પર ધમાલ મચાવી રહ્યું છે. ઈ-પુસ્તકોનું કોમર્શિયલ વેચાણ કરતી વેબસાઈટ્સ કે મોબાઈલ એપ્લિકેશન માં પણ કોઈ ગુજરાતી ઈ-પુસ્તક માટે આ રેકોર્ડ છે. તો અક્ષરનાદના નિઃશુલ્ક ઈ-પુસ્તકોનું ત્યાં થઈ રહેલ અધધધ ડાઊનલોડ પણ ઉત્સાહવર્ધક છે, ત્યાં મળેલ વાચકોના પ્રતિભાવ અને રેટીંગ પણ એ જ રીતે આગવો ઈતિહાસ બનાવે છે. વાચકોનો આભાર માનવાથી વિશેષ તો શું કહેવું? વાચકોના પ્રતિભાવને નતમસ્તક.
હવે અક્ષરનાદની સાથે સાથે મારી લેખનયાત્રા પણ આગળ વધી રહી છે અને આશા છે કે આ વર્ષે અક્ષરનાદ પરના પસંદગીના લેખકોના ‘મૌલિક’ લેખોનું એક પુસ્તક પ્રકાશિત કરી વેચાણ માટે મૂકી શકાશે, ઉપરાંત મારા પોતાના બે પુસ્તકો પણ વેચાણ માટે મૂકવાની ઈચ્છા છે. આશા છે આવા પ્રયત્નોને પણ વાચકોનો પ્રેમ મળતો રહેશે.
સાહિત્ય સેવન અને વહેંચણી એક યાત્રા સમાન છે અને તેનો અંતિમ પરિપાક છે આત્મસંતોષ અને આનંદ. અનેક વાચકોના ઈ-મેલ, ફોન અને કાગળ દ્વારા સંપર્ક એ વાતના આનંદમાં અને સંતોષમાં ઉમેરો કરે છે. એ સર્વેને નતમસ્તક.
અક્ષરનાદના સર્વે વાચકોને આ યાત્રામાં સતત સાત સાત વર્ષ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા આપવા બદલ ખૂબ ખૂબ આભાર… સર્વેને અક્ષરનાદના આઠમા જન્મદિવસની વધામણી…
શુભકામનાઓ.
– જીજ્ઞેશ અધ્યારૂ
“અક્ષરનાદ” સર્વે દિશાઓમાં, ચિરઃકાળ માટે, ગુંજતો રહે તેવી શુભેચ્છાઓ અને આજના આ પ્રસંગે હાર્દિક અભિનંદન
Best of wishes for you and entire team for such valuable and appraciated web site for our proud language.
Sir
Fine , excellent , with out commercial interest ,continuty with improvements.
You have taken lot of pain & pulished clutural , knowledgeable article on this website for the best live of gujarati language & beings.
it is needful to mention here that you deserve for APPRICIATION.
lot of thanks.we wish for fruitful result as your INPUT affords are there to get best OUTPUT.
Regards.
Belated Birthday wishes.
તમારી આગળ થી વિશેષ મેળવવાની આશા સાથે..
keep it up.
” મુરાદેં હો પૂરી સજે હર તમન્ના, સફલતાકી દુનિયામેં તુમ ચાંદ બનના ”
આ પ્રકારની નિ:સ્વાર્થ સેવા એ ‘ભીતરના સંતોશ અને શાંતિ ‘ને ઉપલબ્ધ થૈ શકવાની ક્શમતામા ઉમેરો કરે છે . આમ સારા કાર્ય માટે સંસાધનો સ્વયમ
ઉભા થતા રહે છે. કુદરત નો સાથ હો ય જ છે .
-લા’ કાંત / ૩૦.૫.૧૪
તોફાન કરતું બાળકને મનગમતું રમકડું મળી જાય, પછી એ બાળક રમકડાને મા માની લે. અક્ષરનાદએ એ ઊંચાઈ મેળવી. અવ્યાવસાયિક રીતે આટલા વર્ષમાં સાહિત્ય ક્ષેત્રે આટલું બધું ખેડાણ કરવું એ નાની ઘટના નથી. ઝાડ નીચે બેસીને તપ કરતાં ઋષીઓથી સહેજ પણ ઉતરતાં જીગ્નેશભાઈ નથી. આ પણ એક તપ છે. અને શઉરી જીગ્નેશભાઈએ તપસ્વીની ભૂમિકામા રહી સૌને સાહિત્યનું રસપાન કરાવવાનું શ્રેય કાર્ય કર્યું છે.
મારા અભિનંદન.
-રમેશભાઈ ચાંપાનેરી વલસાડ ૯૪૨૬૮૮૮૮૮૦
આપની આ યાત્રા એવરેસ્ટ જેવી કીર્તિ સ્થાપે.. ખૂબ ખૂબ અભિનંદન..
રમેશ પટેલ(આકાશદીપ)
અક્ષરનાદને આઠમા જન્મદિને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ .
My Heartiest Congratulations on 8th Happy BIrthday to Aksharnaad. I am regular reader & proud of being Gujarati. Thanks to catter for verieties of Articles in diffrent areas. Wishing you Warm Regards
અક્ષરનાદ ના આઠમા જન્મ દિવસે જીગ્નેશ ભાઈ તથા તેમની ટીમ ને હાર્દિક અભિનંદન.
Hearty congratulations to you and to your spouse for rendering doyen service to our mother tounge and and Gujarati literature at large.
May God bless your pious activity………Pranam !!!!!!
Congratulations. .. all the best… તમારા કામ મા તમારા ધર્મ પત્ની નો પણ સહયોગ હોય તેમને પણ અમારા અભિનંદન.
ખૂબ ખૂબ અભિનંદન જિજ્ઞેશભાઈ આપને અને આપની ટીમને… આમ જ અમારા જેવા નવોદિતોને પ્લેટફોર્મ પૂરું પાડતાં રહો અને આપનેી આ સાહિત્ય અને ભાષાનેી યાત્રા અનઁતકાળ સુધેી ચાલ્યા કરે અને ભગ્વાન આપનેી સર્વ મહેચ્ચ્હાઓ પોૂરેી કરે એવેી શુભકામના .. આપનેી સફળતા માટે ભગવાનને હઁમેશા પ્રાર્થના કરતેી રહેીશ…
ખુબ ખુબ અભિનન્દન જિગ્નેશભાઈ.
‘અક્ષરનાદ’ને આઠમાં જન્મ દીવસે અઢળક અભીનન્દન અને અનેકોનેક શુભેચ્છાઓ…
અક્ષરનાદ ના આઠમા જન્મદિવસ ના ખોબા ભરીને અભિનંદન. ગુજરાતી ભાષાના આપ રખેવાળ જેવા છો. આપની માતૃભાષાને અવિરત વિસ્તાર પમાડવાની આપની પ્રવૃત્તિ માટે ધન્યવાદ અને શુભેચ્છા.
ખુબ ખુબ અભીનન્દન.
તમારા મનના બધા મનોરથો ફળે તેવી શુભેછાઓ સાથે.
અભિનઁદન….
Congratulations
અક્ષ્રરણનાદ ને HAPPY BIRTHDAY…MANY MANY CONGRATULATIONS TO YOU JIGNESHBHAI…
આઠના ઠાઠ અજબ છે, અભિનંદનને પાત્ર છે, અઠ્યાશીની શુભકામના, આભાર અનંત. હરિ અનંતા… -હદ.
Congratutions
KHUB KHUB ABHINANDAN…
મન ગમતા ક્ષેત્રમાં સેવા કરવાની સુઝથી માતુભાષાની સેવા સાથે ગમતાનો ગુલાલ કરતા રહો છો. આઠમા વર્ષમાં પ્રવેશ મુબારક.
જીગ્નેશ ભાઈ
અક્ષરનાદના આઠમાં જન્મ દિવસે ગુજરાતી
ભાષાની સેવા માટે આપને ખુબ અભિનદન
અને હજુ પણ વધુ ઉજળા ભાવી માટે અનેક શુભેચ્છાઓ
Abhinandan
ખુબ ખુબ અભિનન્દન..
Congrats from deepest of my heart for your services being rendered to Gujarati Language and Literature through your valued website ‘Aksharnaad’ for the last seven years.May God bless you with still more enthusiasm to win the summits of success in the coming years.
With warm regards,
Valibhai
70 વરસનો હજુ વધુ સંબંધ રહેશે અક્ષરનાદ સાથે મારો કારણ કે, 33 તો થયા મારા. જીગ્નેશભાઈનું આ અવ્યવસ્થિત ભલે પરંતુ માતૃભાષાની જેમાંથી ધુમ્રસેર ફેલાઈ રહી છે એ જોતા એટલું વ્યવસ્થિત ભાષા બચવાનું “કાવતરું ” તો અવ્યવસ્થિત કેમ કહેવાય ? આપના આ શુભ કાર્યમાં મા શારદા આપની સાથે છે અને રહેશે. પીરસતા રહો વારસો ગુજરાતી ભાષાનો વરસો સુધી એવી શુભેચ્છા ….
અક્ષરનાદના આઠમા જન્મદીને અંતરથી મુબારકબાદી.. નેટજગત મારફત ગુજરાતી ભાષાની સેવા કરનારા મારા જેવા મોટા ભાગના તો નીવૃત્ત.. ૭૦–૮૦ની આસપાસના.. પુષ્કળ સમય છે અમારી પાસે.. તમે તો યુવાન.. હજી નોકરી ચાલુ.. તે માટે દૈનીક અપ ને ડાઉન ! છતાં તમે શી ખબર ક્યાંથી આટલો બધો સમય મેળવતા હશો ! તીવ્ર ભાષાસ્નેહ સીવાય એ શક્ય ખરું ? તમારો ભાષાપ્રેમ અમર રહો.. ને ભાષાસેવા થતી રહો એવી શુભેચ્છાઓ..
..ઉત્તમ અને મધુ..
Many Congratulations…
Also many thanks for giving platform to novice writers like me..
I like your “NIRADAMBAR” approach. I wanted to write this in Gujarati, but somehow not able to use Gujarati key board with this computer.
I feel very proud of being a member of Aksharnaad family.
Good luck for upcoming book project.
Jigneshbhai, wish you all the best….
અભિનંદન હજી આવનારા વર્ષોમાં વધુ માતૃભાષાની સેવા કરો તેવી શુભેચ્છા સાથે