અમદાવાદી ટ્રૅફિક – મિહિર શાહ 22


ચિત્રગુપ્તે આજે ખાસ સભા બોલાવી હતી અને એ ખાસમખાસ એટલા માટે હતી કે નારદજી બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય ત્યાંથી તેમને હાજર રહેવા માટે કહેવામાં આવેલ હતું. સભામાં દરેકના ચહેરા પર આશ્ચર્ય અને અવઢવના મિશ્ર ભાવ હતા. ત્યાં જ ચિત્રગુપ્ત અને પાછળ નારદજીની એન્ટ્રી થઇ. ચિત્રગુપ્તે સીધો જ મુદ્દો ચર્ચ્યો કે અમુક જીવો માટે સાતમા નરકની સજા પણ ઓછી પડે છે તેથી સાતમા નરક કરતાં પણ ભારે સજા શોધવી એ આજની સભાનો મુખ્ય એજન્ડા છે.

થોડી વારમાં ઘણા સૂચનો આવ્યા, પરંતુ એકપણ સૂચન સર્વસંમતિ કે બહુમતીથી સભાને યોગ્ય લાગ્યું નહિ. ત્યાં તો નારદજી નારાયણ નારાયણ …. કરતા સભા વચ્ચે આવ્યા અને નારદજી ઉવાચ “ભારત નામના દેશે, ગુજરાત નામે રાજ્યે, અમદાવાદ નગર મધ્યે, BRTS (બસ રેપીડ ટ્રાન્જિટ સીસ્ટમ) બન્યા બાદ, સાંકડા થયેલા રસ્તા પર સજા પામેલા વ્યક્તિને AMTS ની બસ ચલાવવાનું કામ સોંપી દો.

એક AMTS બસ ની પાછળ લખેલું છે કે “ઈચ્છા દુઃખની માં છે.” – પણ (BRTS બન્યા બાદ સાંકડા થયેલા રસ્તા પર) એ જ બસ ને ટુ-વ્હીલરથી પણ ઓવરટેક કરવાની ઈચ્છા પૂરી કરતાં નાની યાદ આવી જાય છે.

મુંબઈ ની લાઈફ લાઈન એની લોકલ ટ્રેન છે તેમ અમદાવાદ ની લાઈફ લાઈન ટુવ્હીલર છે. (તેથીજ મુંબઈ માં છત્રી અને અમદાવાદમાં રેઇનકોટ મહત્તમ વપરાય છે!) આ લાઈફ લાઈન ટુવ્હીલરમાંથી પ્રયત્નપૂર્વક BRTS કરવાની કવાયતમાંથી અમદાવાદીઓ પસાર થઇ રહ્યા છે. કોઈ પણ પરિવર્તન તકલીફ આપે જ છે, ન તો BRTS પૂર્ણપણે અમદાવાદીઓ અપનાવી શક્યા છે, ન તો ટુ વ્હીલર છોડી શક્યા છે.

જેમ લોકો બે પાંદડે થાય તેમ “અમે બે, અમારા ઓછા માં ઓછા ત્રણ” [ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો યાર!] નું સૂત્ર અમલમાં આવતું જાય છે, જેથી અમદાવાદનો ટ્રૅફિક અમદાવાદીઓને ખૂબ જ ગમતાં એવા વ્યાજના દરની લગભગ સમાંતરે વધી રહ્યો છે. આજ દરે વાહનો વધતા રહ્યા તો કદાચ એટલો ટ્રૅફિક થશે કે વાહન કરતા ચાલતા જલદી પહોંચાશે. એટલે જ BRTS યોગ્ય વિકલ્પ છે પરંતુ BRTS ને લાઈફ લાઈન બનાવવા માટે જે ખૂટે છે તે છે ફીડર ચેનલ. કોઇ પણ વ્યક્તિને ઘેર થી ઓફિસ જવું હોય તો ઘરે થી BRTS બસસ્ટેંડ, BRTSમાં થી ઉતર્યા બાદ, BRTS બસસ્ટેંડ થી ઓફિસ અને એજ ક્રમે પાછા આવવા માટે જો પેટ્રોલ આધારીત ટૂ-વ્હીલર વાપરવા નું હોય તો BRTS ક્યારેય મુખ્ય લાઈફ લાઈન ન બની શકે. તેનો ઉપાય સાઇકલ પુલ નો અનેરો અભિગમ છે. ”AMC” શહેર માં નક્કી કરેલા ઘણા બધા સ્થળો એ સાઇકલ (મેઇન્ટેન કરી)પુરી પાડવાનો, કોઇને કોન્ટ્રાક્ટ આપે. દરેક વ્યક્તિ આશરે 100 રુપિયા ભરી તેના સભ્ય થાય અને એક સ્માર્ટ કાર્ડ મેળવે. હવે તે વ્યક્તિ તેના ઘર ની પાસે ના સાઇકલ સ્ટેંડ થી RFID [રેડીયો ફ્રિકવન્સી આધારીત એક ઓળખ ટેગ] ધરાવતી સાઇકલ લે. તે વ્યક્તિ BRTS બસસ્ટેંડે જઇ આ સાઇકલ જમા કરાવે જેમાં RFID હોવા થી આ સાઇકલ ઓટોમેટીક નોંધાઈ જાય. હવે તે વ્યક્તિ BRTS માં બેસી ઓફિસ ના નજીક ના BRTS બસસ્ટેંડે ઉતરી, ત્યાંથી બીજી સાઇકલ લઇ ઓફિસ જાય. પછી સાંજે તે જ સાઇકલ લઇ પરત ઓફિસના નજીક ના BRTS બસસ્ટેંડે જાય. પછી BRTS માં અને ત્યારબાદ ઘરની પાસેના BRTS બસસ્ટેંડથી સાઇકલ લઇ ઘર પાસેના સાઇકલ સ્ટેંડ પર જમા કરાવે. આમ આ સાઇકલ પુલ પેટ્રોલ રહીત, ઓછા ખર્ચની, હેલ્થ અને વેલ્થ વધારતી ફીડર ચેનલ સાબિત થાય.

ટ્રૅફિક ના ત્રણ ઘટકો (૧) નિયમનતંત્ર (૨) વાહનચાલકો (3) રિક્શાવાળા/વાન ચાલકો છે. તેમાંથી પહેલા નિયમનતંત્ર ની વાત કરીએ:

હાથ લારી, ઊંટલારી કે ટેમ્પો વગેરેમાં બહાર લટકતા જીવતા મોત જેવા લોખંડના સળિયા(ક્યારેક છેડા પર લાલ રૂમાલ લગાવેલો કે ક્યારેક લાલ રૂમાલ લગાવ્યા વગર) કે જેનો સીધો ટાર્ગેટ ટુવ્હીલર ચાલકની આંખો, માથું, પેટ, છાતી વગેરે છે….. ખબર નહિ અમદાવાદમાં મોત સસ્તું છે કે માણસ સસ્તો છે ! તંત્ર તો આ મામલે નીંભર છે જ પણ પ્રજા આ ચલાવી લઇ પોતાનું મોત જાતે જ સસ્તું બનાવે છે.

નવો નક્કોર રોડ બન્યા બાદ તરત જ જુદી જુદી એજન્સી / ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જાતના સુમેળ વગર ખાડા કરવામાં આવતી ઉતાવળ, ખાડા પૂરવામાં કરાતી બેદરકારી અને તેને કારણે પ્રથમ વરસાદ પછી જ્ન્મતા ભૂવાઓ, અને ચોમાસા દરમ્યાન એવા રસ્તાઓ પર વાહન ચલાવવા રમવી પડતી આટાપાટી, કયારેક પરિણમે છે જિંદગીની છીનાઝપટીમાં, જે કડવી અને વરવી વાસ્તવિક્તા છે.

બસના પૈડાની પાછળના મડગાર્ડ(લટકણીયા) ખરીદવાની કે લગાવવાની આળસ કેટલાય નાગરિકોની આંખો અને કપડા ખરાબ કરે છે. કચરો લઇ જતા ખુલ્લા ડમ્પરોની વાસ નાગરીકોના દિલ અને દિમાગ બંને ખરાબ કરે છે.

ઢાળના નિયમો ને અવગણીને બનાવેલા બમ્પ

શહેરીજનોની કમર માટે પૂરવાર થાય વેમ્પ !

ઓર્થોપેડિક ડોક્ટરોની આવકમાં લાવે જમ્પ !!

ડીવાઈડરો બન્યા તે પહેલા, ચાર રસ્તા પર જમણી બાજુ જવાનો રસ્તો બંધ હોય ત્યારે, સામી બાજુ જઈ પછી યુ ટર્ન્ લઈ, ડાબી બાજુ વળી, નિયમો તોડયા વગર(!) પણ પહેલા પહોંચવા નો આનંદ અમદાવાદી ઓ લેતા હતા પણ ડીવાઈડરો બન્યા બાદ એ શક્ય નથી. જાતજાતના અને ભાતભાતની ડીવાઈડરોની ડીઝાઇન આ શહેરે અનુભવી છે. ડિવાઇડરના જેટલા પ્રયોગો અમદાવાદમાં થયા છે તે વિશ્વના કોઈ પણ શહેરમાં નહિ થયા હોય. લાઇસન્સ ભલે આર.ટી.ઓ. આપતું હોય ભાઈ, અમદાવાદમાં ટુ-વ્હીલર / ફોર વ્હીલર ચલાવતા આવડ્યું એની પારાશીશી તો પીક અવર્સમાં રીલીફ રોડ પર એક છેડેથી બીજે છેડે વાહન ચલાવવું તે જ છે અને પીક અવર્સમાં ઘેર જવાની ઉતાવળમાં કોઈ ઉભું રહેવા માટે તૈયાર ન હોય ત્યારે જિબ્રા ક્રોસિંગ વગર રસ્તો ક્રોસ કરવો વૃધ્ધો માટે એવરેસ્ટ ચડવા જેટલો મુશ્કેલ લાગે છે. તો બીજી તરફ અલ્લાદ્દીનના જીનની જેમ અચાનક ડિવાઈડર પર રહેલા ઝાડની પાછળથી ફૂટી નીકળી રસ્તો ક્રોસ કરવા માંગતા જોખમી રાહદારી ઓ અકસ્માતને આમંત્રે છે. રસ્તા પર થતા આડેધડ પાર્કિંગ અને મંદિરની દેરીઓની આડમાં ચાલતી ચા ની કીટલીઓ પરથી સમજાય છે કે ફુટપાથનો ઉપયોગ ચાલવાને બદલે દબાણ કરવા માટે થાય છે અને તેથી નાગરિકો ને પોતાના અને બીજાના જીવના જોખમે રોડ પર ચાલવું પડે છે.

અમદાવાદ માં કુલ ટ્રૅફિક પોઇંટ દીઠ બે પાળી મુજબ ટ્રૅફિક પોલીસ ની જરૂરી સંખ્યા કરતા ઘણા ઓછા ટ્રૅફિક પોલીસ હોવાથી ક્યારેક ટ્રૅફિક પોલીસ ની ગેરહાજરીમાં સર્જાતી અરાજકતા અને ચાર રસ્તા પર પૂરે પુરા સર્કલ માં જામ થઇ જતો ટ્રૅફિક ,અને પછી ટ્રૅફિકનું નિયમન કરતા સેવાભાવી વાહન ચાલકો (કદાચ પોતાનું વાહન કાઢવા ના સ્વાર્થ થી !) અને આમ પણ અમદાવાદમાં ટ્રૅફિક કોન્સ્ટેબલની નોકરી એટલે, ધોમધખતી ગરમી, ધોધમાર વરસાદ કે સુસવાટા મારતી ઠંડીમાં, કાર્બન ડાયોકસાઈડ/મોનોકસાઈડની સાથે સાથે લોકોનો તિરસ્કાર અને ગાળો ખાવાની નોકરી.

હાલ, IIMA – અંધજન મંડળ પાસે ફ્લાયઓવર બની રહ્યો છે, આવા હજી બીજા ૮ થી ૧૦ ફ્લાયઓવર બનશે. એક ફ્લાયઓવર દર વર્ષે કિંમતી હૂંડિયામણ (પેટ્રોલ / ડીઝલ ) બચાવવાની સાથે ટ્રૅફિક સમસ્યા પણ હળવી કરે છે.

હવે ટ્રૅફિક ના બીજા ઘટક વાહન ચાલકો ની વાત:

ઘણા અમદાવાદીઓ એક હાથે ટુ વ્હીલર ચલાવે અને બીજા હાથે મોબાઇલ કાન પાસે રાખે અથવા ડોક વાંકી કરીને ખભા અને કાન ની વચ્ચે મોબાઇલ રાખી, ચાર રસ્તાનો ભારે ટ્રૅફિક અને ટ્રૅફિક-પોલીસને પણ પસાર (!) કરી જાય, કારણકે તેમના માટે પોતાની અને બીજાની જીંદગી કરતા પણ મોબાઇલ પર આવેલો કોલ અગત્ય નો છે. (બીજાના વગર વાંકે બીજાની જિંદગી દાવ પર !)

“જબ કુત્તે પે સસ્સા આયા, તબ અમહદશાહ ને શહર બસાયા” એ વાત ની સાબિતી ગાડીવાળા પર દાદાગીરી કરતી ટુવ્હીલરવાળી દીકરીઓને જોઇને આવી જાય છે. “દીકરીને ગાય દોરે ત્યાં જાય” એ કહેવત અમદાવાદી ટ્રાફિક ના સંદર્ભમાં “દીકરીને ગાય પોતે ધારે ત્યાં, બીજાની ન ધારેલી રીતે જાય”

ચાર રસ્તા પર પોતાની સાઈડ ચાલુ થતા પહેલા અને પોતાની સાઈડ પૂરી થયા બાદ “યલો લાઈટ” માં “ગો ગ્રીન” સમજી ઝંપલાવી, દેખતા ડોળે, આંધળા સાહસો કરતા અમદાવાદીઓ કે જે ટ્રૅફિકમાં કે જીંદગીમાં ક્યાંય ઊભા રહેવા તૈયાર નથી.

સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી જે “વન અપમેનશીપ” – એક બીજાથી આગળ નીકળી જવાની ઈચ્છાની વાત કરતા તે દરેક અમદાવાદી વાહનચાલક રસ્તા પર પૂરી કરવા માટે સતત મથતો હોય છે. અમુક બાઇકવાળાઓ દારૂબંધી વાળા શહેરમાં, વગર દારૂ પીધે, સાપ ની જેમ, છતાં વિમાની ઝડપે ચલાવે.

વ્યક્તિગત રીતે પોસાતું પણ દેશને મોંઘા ભાવનું હૂંડિયામણ આપી ખરીદવું પડતું પેટ્રોલ / ડીઝલ કેટલાક લોકો જરૂર વગર જ વાપર્યા રાખે છે. જોગર્સપાર્ક માં બે કિલોમીટર ચાલવા ગાડી લઇને જાય જે આવતા જતા ૬ કિલોમીટર ચલાવે. (!) કદાચ આગળ ની પેઢીને મ્યૂઝીયમમાં સાચવેલું પેટ્રોલ / ડીઝલ જોવા મળશે (જો ઊડી ના જાય તો!)

અમદાવાદી ટ્રૅફિક રાત્રે રસ્તા પર ઓછો, પણ ઇન્ટરનેટ પર વધારે હોય છે.

ચાર રસ્તા પર, ડાબી બાજુ વળવાની લેન, સીધા જવા વાળાથી ભરેલી હોવાથી, ડાબી બાજુ વળવાવાળાને પણ સીધા જવાની ગ્રીન લાઈટ થવાની રાહ જોવી પડે છે. લેન અને લાઈન મેઈન્ટેન કરીએ તો અમે અમદાવાદી શાના ?

BRTS બસ ને સરકસ ની જેમ છેક છેલ્લી ઘડીએ ક્રોસ કરવાની હોડ કે BRTS ટ્રેક ની રેંલીગો કૂદી, રસ્તો ક્રોસ કરવાની દોડ, પરીણમે છે એવી રમતમાં કે જેનું નામ છે : “હાથ પગ તોડ કે જિંદગી છોડ.”

પાર્કિંગની અપૂરતી સગવડ ધરાવતી, કેટલીક શાળાઓમાં, છૂટવાના સમયે થતો ટ્રાફિક દર્શાવે છે કે આ શાળાઓમાં મેદાનની જ સગવડ નથી તો પાર્કિંગની આશા તો ક્યાંથી રખાય? વળી કેટલાક મોલ / થીયેટરમાં પણ શો છૂટવાના સમયે આ જ સ્થિતિ હોય છે.

અમદાવાદ ના દરેકે દરેક ચાર રસ્તા પર CCTV કૅમેરા આધારીત એક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટ્મ લગાવી શકાય, જેમા નિયમ તોડનારા કૅમેરા માં કેદ થઇ જાય એટલું જ નહીં પણ કૅમેરા ઓટોમેટીક તેના વાહન ની નંબર પ્લેટ પર ઝૂમ કરી તેને ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નીશન થી (OCR) થી ઓળખી, RTO નો ડેટાબેઝ વાપરી તે વાહનચાલકના ઘેર મેમો પહોંચાડી દે. દંડ પણ દર વખતે એક સરખો નહીં પણ આ રીતે લેવાય. ટૂ-વ્હીલર / ફોર વ્હીલર માટે અનુક્રમે પ્રથમ વખત (૫૦, ૧૦૦), બીજી વખત (૨૦૦,૫૦૦), ત્રીજી વખત (૫૦૦, ૧૦૦૦) અને ચોથી વખત લાઇસન્સ જ્પ્ત.

હવે ટ્રૅફિકના ત્રીજા ઘટક રિક્શાવાળા/વાન ચાલકો ની વાત:

પગ બહાર કાઢી, સાઈડ બતાવવા માટે આખા વિશ્વ માં પ્રખ્યાત, અમદાવાદી રિક્શાવાળાઓ કોલેસ્ટરોલ જેવા છે. ઓછા હોય તોય ન ચાલે અને વધ્યા બાદ (હાલ આશરે ૧,૨૫,૦૦૦ જેટલા છે અને હજી વધી રહ્યા છે.) જેમ કોલેસ્ટરોલ નળીઓમાં ગમે ત્યાં ચોંટી, હ્ર્દયને પહોંચતો લોહીનો પુરવઠો અટકાવે છે તેમ આ રિક્શાવાળાઓ હરીફાઇ ને લીધે પેસેન્જર લેવા ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોઇ ટ્રૅફિકને અડચણ કરે છે. પરંતુ આ જ રિક્શાવાળાઓ એક દિવસ ની હડતાલ પાડે તો અમદાવાદીઓ ને ધોળે દિવસે તારા દેખાઈ જાય છે. ડીટ્ટો, કોલેસ્ટરોલ, જેના વગર માનવ જીવન શક્ય નથી.

સવારે, બપોરે અને સાંજે, શાળા શરૂ થવાના/ છૂટવાના સમયે વાનમાં ઘેટા-બકરાથીય બદતર સ્થિતિમાં, ઓવર કેપેસીટીમાં ભરેલા બાળકોએ વાનચાલક અને મા-બાપની મજબૂરી/ લાચારી / એડ્જ્સ્ટ્મેંટ છે. નિયમ મુજબ ઓછા બાળકો ભરી, ઓછા પૈસા લે તો વાન ચાલક ને ન પોસાય, અને ભાવ વધારે તો વાલીઓ ને ન પોસાય. આમ બે અંતિમો વચ્ચેનું સમાધાન એટલે આ સ્થિતિ. ૧૫ વર્ષ ના ટીન એજ છોકરા/ છોકરીઓ ને બાઇક / ગીયરલેસ વાહન આપી દીધા બાદ મા-બાપ ક્યારેય પાછળ જઇને જોતા પણ નથી કે દીકરો કે દીકરી વાહન કેવી રીતે ચલાવે છે. ઓછી ઉમરે, વગર લાયસંસે વાહન આપવું પડે તે મજબૂરી માટે ચિંતા કરવા ના બદલે અમદાવાદી મા –બાપ ગર્વ અનુભવે છે. રોંગસાઈડ (જે ક્યારેક ઉપર જવાનો શોર્ટ કટ સાબિત થઇ શકે છે) જતા શિક્ષકો અને માતા-પિતા વિદ્યાર્થીઓને અને બાળકોને શિસ્તના પાઠ ભણાવે છે ! જાગો મા –બાપ જાગો, અમદાવાદના વિષમ ટ્રાફિકમાં તમારા બાળકોની જિંદગી દાવ પર લાગી છે. અરીસામાં જોતા હોઇએ ત્યારે, પ્રતિબિંબમાં ડાઘા દૂર કરવા માટે પોતાનામાં જ ડાઘા દૂર કરવા પડે છે.

અમદાવાદી ટ્રૅફિકની સમસ્યા દરેકે દરેક અમદાવાદી વાહન ચાલક ઊભી કરે છે અને દરેકે દરેક તેનાથી પિડાય છે.

– મિહિર શાહ

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો અક્ષરનાદ પર આ બીજો લેખ છે. આજે પ્રસ્તુત લેખ અમદાવાદના વાહનવ્યવહાર અને તેને લગતી સમસ્યાઓ વિશેના તેમના વિચારોનો પડઘો અહીં પ્રસ્તુત કરે છે. આ પહેલા અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત મૂકનાર મિહિરભાઈએ આજે અમદાવાદના ટ્રૅફિકની વાત વિગતો અને અનુભવોક્તિઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સમસ્યાઓથી બચવા અને બીજાઓને બચાવવાની પ્રેરણા આપે એવો છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બિલિપત્ર

બસમાંથી તમે ઊતરતાં હોય ત્યારે, સામેની બાજુથી (રોંગસાઈડમાં) અથવા ડાબી બાજુથી બસને ઓવરટેક કરવાવાળો કે કરવાવાળી જો ટૂ-વ્હીલર પર ત્રણ સવારીમાં, હેલ્મેટ વગર, મોબાઈલ પર વાત ચાલુ રાખી, તમને અથડાય – તો એ શહેર અમદાવાદ, નક્કી.


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “અમદાવાદી ટ્રૅફિક – મિહિર શાહ

  • Ankit Khorasiya

    સર્ , ખૂબ જ સરસ લેખ છે. તમે કરેલુ વર્ણન એકદમ સાચુ અને સચોટ છે. આ લેખ વધુ ને વધુ લોકો સુધી પહોચે અને વરવી વાસ્તવિકતા ને જાણે એવી અપેક્ષા સાથે આપને શુભકામના.

  • Rajesh Vyas "JAM"

    મિહિરભાઈ આ સમસ્યા તો એક્લા અમદાવાદની નથી પણ અમારા જામનગરમાં પણ છે. જો કે બી.આર.ટી.એસ. નથી તે પુરતા અમે નસીબદાર છીએ. બાકી તો સ્વયં શિસ્ત સિવાય આનો કોઈ ઊપાય નથી.

  • gajanand trivedi

    really you have raised a very good point.Amc as we know shows us how best way we can spent public
    money.without proper justification,

  • Uday Trivedi

    વાહ , આવેી સરસ રજુઆત તો તમેજ કરેી શકો. મારેી એવેી લાગણેી કે આ લેખ વાચ નારા તો નિયમો નુ પાલન કરતા જ હશે પણ જો ના કરતા હોય તો નિયમો નુ પાલન કરશે જ..અથવા પાલન કરતા થઇ જશે…..! એટ્લે કે આ લેખ વાચ નારા તો બચેી જશે…
    ખુબ ખુબ અભિનન્દન …

  • Dharmendra Mehta

    ખુબજ સરસ અને મારમિક લેખ.આશા રખી યે કે અમદાવાદના સબન્ધિત અધિકરીયો આ લેખ વાચી યોગ્ય પગલા લેશે તો શ્રિ મિહિરભઈનો આ લેખ લખવાનો આશય સફલ થાશે.
    સુન્દર લેખ બદલ ખુબ ખુબ અભિનન્દન તેમજ આભાર.

  • જયેન્દ્ર પંડ્યા

    જીગ્નેશભાઈ અને અક્ષરનાદ નાં શુભેચ્છકો ને નવા વર્ષ નિમિત્તે નુતન વર્ષાભિનંદન.

    મિહિરભાઈ વ્યાવસાયિક રીતે પ્રોફેસર અને તે પણ ઈલેક્ટ્રોનીક અને કોમુનીકેશન એટલે સહજ રીતે આશ્ચર્ય થયું. તેમની કૃતિ નાની પણ ખરેખર સરસ છે. એમણે કૃતિને ને નાટકીય રીતે શરુ કરીને વિસ્તારથી અમદાવાદ નાં વાહન વ્યહવાર ઉપર પોતોનું અવલોકન રજુ કર્યું અને તેમાં હાસ્ય, કટાક્ષ, રમુજ, આજના જીવન અને પરિસ્થિતિ ને આવરી લીધી છે. સારા રમુજી લેખકની ખૂબી એજ કે તેઓ રોજીંદા જીવનને નિહાળે અને તેમાંથી વિષય શોધી તેને કલમથી કંડારી લે.
    મિહિરભાઈ અને જીગ્નેશ્ભાઈનો આભાર.

  • M.D.Gandhi, U.S.A.

    કેટલું સચોટ વર્ણન કર્યું છે… એકદમ “આંખે દેખ્યા”-LIVE અહેવાલ જેવું છે..હકીકત તો સત્ય છે, પણ, દુઃખદ પણ એટલીજ છે……આજકાલના જમાનામાં માત્ર એક કે બે સંતાનો હોય તેનો કે ઘરમાં કમાનારનો અકસ્માત થાય ત્યાર પછીની પરિસ્થિતિનો વિચાર કરતાં પણ કમકમા આવી જાય છે. જો બે-ચાર પ્રધાન કે RTOના મોટા ઓફીસરોને જીવલેણ અકસ્માત થાય ત્યારે કદાચ સરકારની આંખ ઉઘડશે, ત્યાં સુધી ભગવાન ભરોસે……..
    આટલી બધી ખરેખરી અને સત્ય હકીકત બતાવવા માટે શ્રી મિહિરભાઈનો તથા તમારો પણ આભાર……….

  • Hemal Vaishnav

    Nice..
    What I like is along with humor ,you also came up with some valuable suggestions …, thus article has become far valuable.

  • Mr.P.P.Shah

    Shri Mihirbhai Shah
    Your idea is worth pondering. In Europe, Canada such bicycles are in practice.
    I’m born and brought up in A’bad and now nearing 70. You exactly shared what I have been feeling. You speak my heart. Once. I got a small booklet from my grand kid at Pune and submitted to Home. Deptt, G’nagr with a copy to D.CP. Traffic, A’bad in photocopy form. It was a colourful book depicting traffic rules to be inculcated amongst kids as we impart culture at home. But no response whatsoever. Similarly I have sent some 30 odd suggestions to the Mayor, 31st Oct 2011(G. Jayanti Day) containing this point also with a request to take sincere view in traffic advisory committee consist of various officers as members in it. This letter comprised problem of urinals. dust-freeing the city, more trees, better pavements, smaller side roads due to BRTS, Increase of parking points, encroachment menace of roads and houses in societies. willful connivance in road maintenance, Cow and dog nuisance. Increase of Gardens-Parks, and so on . This was at the invitation of Mr. Aasit Vora through press. And while I suggested all these I specifically mentioned with a satire that you are not going to acknowledge it and it happen so also. Even I had suggested AMC to host a meeting of celebrities withal NGOs and or with citizens in Tagore/ Town hall to have views on all issue from public and AMC’s own account of progress etc on periodical basis. But who cares?
    In regard to open truck once I crossed cross road after a passing of a truck in evening twilight time suddenly show hanging -dancing iron bars meant for construction purpose well entrenched from the truck. Luckily I stopped my scooter at cross road near Bhimjipura as my presence of mind worked for a juncture. I can’t forget that horror scene.
    Similarly, near Naranpura Cricket Ground famed by N. Amin Ex.Dy. CM. a auto rickshaw suddenly took a left turn to enter in Vijaynagar,Naranpura and made me fall from the scooter having some stuff scattered all over and injury on left shoulder/palm as had to have sudden clap on the road to create balance at the age of 68 where immunity has reduced withstand such a sever jolt. After a month I had to come to USA. Even to day my left shoulder is not free even after two years. I broke my goggles as was operated for cataract then before few days. Simlarly Bumps are at the whims of locals or Muni Councilors which are not in accordance with Central Transport Act where specific height is fixed. So far bumps are there someone has to go to RTI or PIL to end the proverbial experience of “Andheri Nagari and Ganu Raja’ So, I have time and again question AMC that are you in tie-up with orthopedic surgeons on the occasions of such events causing death of commuters on two wheelers due to bumps or upped gutter manhole etc. The way to discipline offensive bikers is heavy penalty and cancelling license for certain period and also asking for social duty for six months is the only way as is in practice in USA. Indians in USA are always scary when see a police car whether he will find out any unnoticed defect or offense. unfortunately, people in power never pays heed to genuine requirements of society to make living a better thing though some Muni. commissioners do their best. Now see, AMTS is cutting regular bus routes created after a long feed back to justify their dream of BRTS. People know very well that touching a steering of car scooter is a burning experience in full-fledged summer but ” Vrux Vavo” has become a regular ritual by VIPs of AMC etc but end result an account of result who cares? For growing more trees there is a great need of educating all concerned. I could grow in my public offices as head with the help of peons but failed in my society despite making a heap bushes of my own efforts.Shri Arvind Kejriwal some how rings in the mind of society oriented people as have tried to be a man of Aam Aadmi so far though his actions have been criticized in terms of principles of finance and governance. Well, govt/Munis are acting but not with required strength as is being felt at speed of a snail.