જિંદગી.. – દેવિકા ધૃવ 7


જિંદગી અટપટી છે….
વાળની ગૂંચ જેવી અણઉકલી છે.
કોઇને ઘર ઉજવણી છે, તો
કોઇને મન પજવણી છે.

એ તો સમયના પાટા પર
સતત ચાલતી ગાડી છે.
કદી લાગે સફર સુહાની છે, તો
કદી લાગે અમર કહાની છે.

હકીકતે તો જિંદગી,
મૃત્યુના માંડવે દોડતી
બેગાની છે !

એ વેળાવેળાની છાંયડી છે
દોસ્તો !
દરિયામાં ચાલતી નાવડી છે.
સંજોગની પાંખે ઉડતી
પવન પાવડી છે.
જિંદગી તો જી-વન છે.
જીવની અપેક્ષાઓનું વન..

એમાં ફૂલો ભરી બાગ કરો,
કે કાંટાભરી વાડ કરો,
જંગલ કરો કે મંગલ,
મધુરી કહો કે અધૂરી ગણો,
મનની સમજણની વેલ છે,
બાકી તો જાદુગરનો ખેલ છે !

– દેવિકા ધૃવ

શ્રી દેવિકાબેન ધ્રુવની એક અછાંદસ પદ્યરચના આજે પ્રસ્તુત છે, કૃતિમાં જીવનને વિષયવસ્તુ બનાવીને તેની સાથે અનેકવિધ ઉપમાઓ તથા સરખામણીઓની શબ્દરમતે એક સુંદર મનોભાવ પ્રસ્તુત કરાયો છે, દેવિકાબેનની પ્રસ્તુત રચના વાચકના મનને એક આગવી તાજગીથી ભરી દે છે.. રચના પોતાનું વૈશિષ્ટ્ય લઈને આવે છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 thoughts on “જિંદગી.. – દેવિકા ધૃવ

  • સુભાષ પટેલ

    દેવિકાબેને એક દાર્શનિકની જેમ જીવનદર્શન કરાવ્યું જે મોટાભાગના માણસોનો અનુભવ હોય છે પણ કાવ્યમાં ઊતારી શકતા નથી. વાંચીને સારું લાગ્યું.

  • ડૉ.મહેશ રાવલ

    જીવન વિષે દેવિકાબેનની કલમે, સરસ ભાવપૂર્ણ આલેખન…
    તમારી વાત સાચી જ છે જીજ્ઞેશભાઇ,
    કૃતિમાં જીવનને વિષયવસ્તુ બનાવીને તેની સાથે અનેકવિધ ઉપમાઓ તથા સરખામણીઓની શબ્દરમતે એક સુંદર મનોભાવ પ્રસ્તુત કરાયો છે.
    દેવિકાબેનને ખૂબ-ખૂબ અભિનંદન.

  • ashvin desai

    દેવિકાબહેન ધ્રુવનિ આ કવિતા વિશિશ્થ એતલા માતે ચ્હે કે એ સરલ રિતે જિન્દગિનિ કથોર વાસ્તવિકતાઓનુ