જીવનનો સૌથી ખરાબ અકસ્માત…


વાચકમિત્રો,

ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ.

આજે મારા બ્લોગ ‘અધ્યારૂનું જગત’ પર મૂક્યો છે થોડાક દિવસ પહેલા જ થયેલ દુર્ઘટના વિશેનો ઘટનાક્રમ – જીવનનો સૌથી ખરાબ અકસ્માત

અનેક શુભેચ્છકો / મિત્રો / વડીલો / સબંધીઓની પૃચ્છાઓનો જવાબ આપવો અશક્ય હોવાથી ઘટના ત્યાં બ્લોગપોસ્ટ સ્વરૂપે જ મૂકી છે.

આભાર

જીજ્ઞેશ અધ્યારૂ