મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ 19


મધુબન ખુશ્બુ દેતા હૈ!

આમ તો હું રફી-લતાભક્ત છું. પણ….હાય રે!…

  • ખુબ થાક પછી આંખો ઘેરાતી હોય…
  • કામમાં એકદમ ગળાડૂબ પચી ગયો હોઉં…
  • કોઈકે દિમાગની નસ ખેંચી નાખી મૂડના મૂળ હલાવી નાખ્યા હોય…

ત્યારે પણ તમે મને એક સવાલ પૂછો કે “મુર્તઝાભાઈ, તમે આ ક્ષણે તમારું પ્રિય ગીત ગાઈ લો અથવા સાંભળી લ્યો”…..તો આ રફીદાસ વિના વિલંબે કે વગર વિચારે સીધો સાંભળવા બેસી જાય ફિલ્મ ‘સાજન બીના સુહાગન’નું યેસુદાસ સ્વરિત “મધુબન ખુશ્બુ દેતા હૈ!….

મારા માટે આ ગીત નથી પણ એક ‘માઈક્રો-ગીતા’ છે. જેના માટે મને કોઈ ગીતા-જ્ઞાન કરવું કે કથા કરવી નથી.

  • તમને કોઈ સતાવી ગયું હોય (કે ભૂલમાંથી તમે કોઈને સતાવી ગયા હોવ)…ત્યારે
  • તમને વાતને વાતમાં લગાવી ‘વાટ’ લગાવી ગયું હોય….ત્યારે
  • સવારથી તમને લાગે કે આજે પત્નીને સંભળાવી દેવાનું મન થાય છે… “જા આજે કોઈ કામ નૈ કરવું ને બસ આખો દિવસ બસ આરામ કરવો છે!”…ત્યારે
  • સર્વિસમાં કોઈ સબરસી મીઠો મેસેજ આપી ગયું હોય…ત્યારે
  • યા વેપારમાં પાર્ટીએ પેટીનો ઓર્ડર નકારી ખાટો મેસેજ આપી દીધો હોય…ત્યારે

કાનમાં આ સોંગના ૫:૧૪ મિનીટના ટીપાં નાખી દેવા બધાં માટે સારું રહેશે. કાન સાથે મનડુ અને દિલડુ ખુલી જશે. પછી ખુશ થઈને ‘પાર્ટી’ને ફોન કરી દેજો…ને કહેજો કે “ઓર્ડર ના આપ્યો એના માનમાં તમારા માટે ખાસ ‘મધુબન હોટલ’માં પાર્ટી આપી છે.!…એમાં તો આવવું જ પડશે.”

કમબખ્ત મોટા ભાગે ઇઅર ડ્રોપ્સ માત્ર કાન સાફ કરે છે…જ્યારે આવા કેટલાંક સોંગ-ડ્રોપ્સ તો ડ્રોપ થયેલાંને સાફ સુથરા કરી શકે છે.

બોલો ટ્રાય કરો છો હમણાં?

– મુર્તઝા પટેલ

હિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ…


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ