ખણખોદ…. ફરી એક વાર (૧૩) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 14


છોકરો – આઈ ફેલ ઈન લવ વિથ યૂ આઈ સો યુ ફોર ધ ફર્સ્ટ ટાઈમ.
છોકરી – ગુજરાતીમાં બોલોને, મને ઈંગ્લીશ નથ આવડતું.
છોકરો – બેન, હું એમ કહેતો હતો કે આજે વરસાદ પડે એમ લાગે છે.

પ્ર. પત્ની અને સૂર્યમાં શું સમાનતા છે?
ઉ. બંનેની સામે જોઈ શકાતું નથી.

ઔરંગઝેબ – સેનાપતિ, હમેં બતાઈયે કી હમ ક્યોં શિવાજી કો ઢૂંઢ નહીં પા રહે હૈ?
સેનાપતિ – ક્યોંકી જહાંપનાહ, હમ મુગલ હૈં, ગૂગલ નહીં.

છોકરો – ચલતે ચલતે યૂં હી રુક જાતા હું મૈં,
બૈઠે બૈઠે યું હી ખો જાતા હું મૈં,
કહતે કહતે હી ચૂપ હો જાતા હું મૈં, ક્યા યહી પ્યાર હૈ?
મેડીકલમાં અભ્યાસ કરી રહેલ છોકરી – મામૂલી કમજોરી હૈ, ગ્લૂકોન-ડી પીયા કરો.

ડૉનની રાહ તો ૧૧ કોલેજની છોકરીઓ જુએ છે, પરંતુ ડૉનને પકડવું મુશ્કેલ જ નહીં, અશક્ય છે… કારણ?
કારણ કે ડૉન એસ.એસ.સી ફેલ છે.

એક અંગ્રેજ પોતાના માથા પર પોપટ લઈને લંડનની સડક પર જઈ રહ્યો હતો.
બાપુ – એલા, આ કયું જાનવર છે?
પોપટ – નવરીના, ઈ જનાવર નહિં, અંગ્રેજ છે.

છોકરીની એક સ્માઈલ છોકરાઓને અવઢવમાં મૂકી દે છે, ખબર જ નથી પડતી કે –
હસીને જોઈ રહી છે કે
જોઈને હસી રહી છે.

એક અંગ્રેજને રાત્રે સિગરેટ પીવાની ખૂબ ઇચ્છા થઈ, તેણે ચારે તરફ માચિસ શોધ્યું, પણ ન મળ્યું, લાઈટર પણ શોધ્યું, એ પણ ન મળ્યું.
અંતે એ હારીને, મીણબત્તી ઠારીને સૂઈ ગયો.

શિક્ષક સોનુને – દક્ષિણ ભારતના લોકો કેમ કાળા હોય છે?
સોનુ – કારણ કે તેઓ સન ટીવી, સૂર્યા ટીવી, ઉદય ટીવી, સનસ્કીન લોશન લગાવ્યા વગર જુએ છે.

રમ + પાણી = લીવરની તકલીફ
વ્હિસ્કી + પાણી = કિડનીની તકલીફ
દેશી + પાણી = હ્રદયની તકલીહ
તારણ – પાણી બધા રોગની જડ છે.

બન્તા રાષ્ટ્રપતિભવન ફોન કરીને, “મારે રાષ્ટ્રપતિ બનવું છે.”
સામેથી, “મૂરખ છે કે?”
બન્તા “કેમ, એ કમ્પલ્સરી છે?”

છોકરીને મળવા આવેલા તેના બોયફ્રેન્ડને જોઈને એ છોકરીનો નાનો ભાઈ –
“તમે લોજ માલી બેનને મલવા આવો છો તો તમાલી પોતાની બેન નથી?”

સંત સોનુને, “વત્સ, ગાંધીજીએ કહ્યું છે કે પત્નીને સન્માન આપો, પત્નીને પ્રેમ કરો,…”
સોનુ – “પણ કોની પત્નીને?”

શિક્ષક સોનુને – ચંદ્ર પર પ્રથમ પગ કોણે મૂક્યો?
સોનુ – નીલ આર્મસ્ટ્રોઁગે
શિક્ષક – અને બીજો?
સોનુ – બીજો પગ પણ તેણે જ મૂક્યો.

પોલીસ દારુડીયાને – તમારી પત્ની બીજી ચાર સ્ત્રીઓ સાથે કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે એક ભયાનક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું છે, તમે હોસ્પિટલ આવીને શબને ઓળખી શક્શો?
દારુડીયો – હમણાં હું વ્યસ્ત છું, તમે એનો ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરી મને ટૅગ કરી દેજો, જો મારી પત્ની હશે તો હું લાઈક કરીશ, મારી નહીં હોય તો જેની હોય તેને મળે તે માટે શૅર કરી દઈશ, બસ?

એક માણસના હોઠ બળી ગયા હતા, કોઈએ પૂછ્યું ‘કઈ રીતે બળી ગયા?’
તે કહે, ‘પત્ની પિયર જઈ રહી હતી, રેલ્વે સ્ટેશને મૂકવા ગયો તો ખુશીના માર્યા એન્જીનને પપ્પી કરી લીધી.

પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…

છોકરી છોકરાને – તારી પાસે કયું લેપટોપ છે?
છોકરો – ડેલ ઈન્સ્પિરોન ૧૫૪૫ ઈન્ટેલ કોર ડ્યુઓ પ્રોસેસર ૨.૨૦ ગીગાહર્ટ્ઝ, ૪ જીબી રૅમ, ૫૦૦ જીબી હાર્ડ ડિસ્ક અને ૨ જીબી એનવીડીએ ગ્રાફિક્સ કાર્ડ. તારી પાસે કયું લેપટોપ છે?
છોકરી – પિન્કવાળુ

અમેરિકન અને ભારતીય કોલેજના પ્રિન્સિપલ ભેગા થયા અને વાતવાતમાં ઝઘડી પડા, વિષય હતો કે કોની કોલેજના છોકરાઓ હિંમતવાન છે?
અમેરિકન પ્રિન્સિપલે પોતાની કોલેજના છોકરાઓને બોલાવ્યા અને શાર્ક હતી એવા દરીયામાં કૂદી જવા કહ્યું, છોકરાઓ કૂદી ગયા
પ્રિન્સિપલ કહે, ‘જોઈ હિંમત?’
ભારતીય પ્રિન્સિપલે પોતાની કોલેજના છોકરાઓને બોલાવ્યા અને શાર્ક હતી એ જ દરીયામાં કૂદી જવા કહ્યું, છોકરાઓ કહે, ‘ડોસો ગાંડો થઈ ગયો છે.’
ભારતીય પ્રિન્સિપલ કહે, ‘જોઈ હિંમત અમારા છોકરાઓની?’

યુવાન સાધુઓનો એક સંઘ યાત્રાએ નીકળ્યો. તેમના ગુરુએ કહ્યું, ‘જો કોઈ સુંદર કન્યા દેખાય તો તમારી દ્રષ્ટિ અપવિત્ર ન કરશો, આંખો બંધ કરી હરી ઓમ બોલજો.’ સંઘ આગળ વધ્યો.
એક દિવસ એક અનુયાયી બોલ્યો, ‘હરી ઓમ્’ અને બીજા બધા … ‘ક્યાં છે? ક્યાં છે?’

બિલિપત્ર

પ્ર. મિત્રતા એટલે શું?
ઉ. ઈશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયો હોય એવી વ્યક્તિઓને તે મિત્રો બનાવીને પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી લેતો હોય છે.

ખણખોદના સંકલનો સમયાંતરે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, કેટલાક હસાવે છે, કેટલાક સ્મિત કરાવે છે તો કેટલાક વિચાર માંગી લે છે. અંગત મિત્રો અને સગાઓ આ ખણખોદ વાંચીને પછી રૂબરૂ મળે ત્યારે એ ફરીથી મને જ સંભળાવે છે, એવા લોકોને લાગતું હશે કે હું પેલા બાપુ જેવો છું જે એક જોક પર ત્રણ અલગ અલગ સમયે હસે છે. ચાલો હશે, હસે તેનું ઘર વસે અને ન હસે તેના ઘરે…..


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ખણખોદ…. ફરી એક વાર (૧૩) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ