હઝલાયન… – સંકલિત 7


મરડે છે કાન શિક્ષકો, ભૂલે જો બાળકો,
ભેજાનો હો કસૂર, દુઃખી કાન થાય છે.
– કલીમ અમરેલવી

પારકી નારી જ કેવળ દિલરૂબા કહેવાય છે
લોક સગી બાયડીને દિલરૂબા કહેતા નથી.
– કલીમ અમરેલવી

પ્રજાને મળતું નથી જે વાટકીમાં,
મળે છે પ્રધાનોને એ તાંસળીમાં
વિવેચકને કૃતિમાં ત્રુટી મળે ના
તો એ દોષ કાઢે છે બારાખડીમાં.
– કલીમ અમરેલવી

ન જાણે કેમ આભા થઈ ગયા છે,
બિચારા સાવ ગાભા થઈ ગયા છે,
સમયની એવી લાગી છે નજર કે
જુવાનો સાવ ભાભા થઈ ગયા છે.
– અમૃત ઘાયલ

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી દીધી,
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી દીધી.
– ઉદયન ઠક્કર

ડ્રાઈવરજન તો તેને રે કહીએ જે સ્પીડ બઢાવી જાણે રે,
પર ગાડી પાછળ રાખી દે, મન અભિમાન પ્રમાણે રે.
સકળ માર્ગ બાપાનો માને, ગણના ન કરે કે’ની રે,
વાચ-વૃત્તિ-મન ચંચળ રાખે, ધણ ધણ સરણી એની રે.
– મહેશ ધોળકીયા

સાંભળતા ‘યોર ઑનર’ ઝોલે ચડી ગયા,
જ્યારે કર્યો મેં કોર્ટમાં આરંભ દલીલનો,
લાગે છે જાણે આવિયા ગાર્ડન મહીં, કિસન
કલરવ છે એવો કોર્ટમાં મહિલા વકીલનો
– હરકિસન જોશી

સવારે શ્રીમતીને આમ તો વહેલાં જગાડું છું,
કરી ચા, ચાકરી કરતો, પથારી પણ ઉપાડું છું,
કમર મરડી ઊઠે, દાતણ કરે, દસ વાગતા ત્યારે,
ઝપાટાભેર ભોજન હેતથી રાંધી જમાડું છું.
– નિર્મલ ભટ્ટ

ધુમ્રસેરો આંખમાં વાળી તમે,
બીડી પીતાં મૂછને બાળી તમે.
– કરસનદાસ લુહાર

દૂર છે સાહિત્યની એકાદમીથી આદમી
નર જો લેખક હોય તો બૈરી વિવેચક હોય છે,
કાળ ચોઘડિયું ય ચંપાને નથી ક્યારે નડ્યું
માત્ર ચંપકને જુઓ તો નિત્ય પંચક હોય છે.
– લલિત વર્મા

પ્રણય પણ જેમનો જાહેર રસ્તામાં થવાનો છે,
તો એ વરઘોડો સમજી લ્યો કે કોરટમાં જવાનો છે.
– બેકાર

બિલિપત્ર

મેં મારામાં તારી લાગણીનો મંડપ રોપાવ્યો,
મને શી ખબર કે તું મંડપ કોન્ટ્રાક્ટર હોઈશ !
– દિનેશ જેઠવા

હઝલ એ આપણો આગવો કાવ્યપ્રકાર છે, હાસ્યની સાથે ગઝલનું માપસરનું સંમિશ્રણ એક અનોખો આનંદ, મરકતું હાસ્ય અને છતાંય ગઝલની આભા અર્પે છે. હઝલરચના એક ખૂબ કુશળતા માંગી લેતી પ્રક્રિયા છે. ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક શે’ર જે અનેક ભિન્ન હઝલોમાંથી લેવાયા છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “હઝલાયન… – સંકલિત

 • Kalidas V. Patel { Vagosana }

  મદમસ્ત હઝલો વાંચી મસ્તીમાં ઝૂમી ઉઠાયું. દિલ બાગ બાગ થઈ ગયું. —- એક હઝલ સાદર કરું છુંઃ

  રેખા ભલેને ક્ષીણ થઈ… શનૈઃ શનૈઃ બિંદુ બને
  —કે પ્રાણ બિંદુને હરે … તવ તાતનું શું જાય છે ?

  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • bharat bhavanishankar upadhyay

  મજા આવિ સરસ …ગમતા નો કરિયે ગુલાલ્
  ભરત ઉપાદહ્યાય્

 • La' Kant

  ફોર એ ચેન્જ, મોઢા પર સ્માઈલ…વાત…આવકાર્ય જ !આભાર!-લા’ કાન્ત / ૧૨-૬-૧૨

 • Bharat Gandhi

  મુબઈ મા આ પુસ્તક ક્યા મલિ શકે? કાલ્બાદેવિ આર આર શેત કે કોઇ નો રેફ્ર્ન્સ આપિ શક્શો?
  અન્ય કોઇ પાસે માહિતિ હોય તો ક્રુપા કરિ મને મેઇલ કે ફોન ૦૨૨ ૬૫૨૭ ૩૮૩૮ / ૬૬૭૧ ૩૮૩૮ પર ખબર કરવા વિનન્તિ.
  સહુ નો આભાર્!

 • Harshad Dave

  શબ્દ શક્તિ અમાપ છે તે હાસ્યમાં અને રુદનમાં, ઉત્સાહમાં અને નિરાશામાં, કાવ્યમાં અને નિબંધમાં ભાવપ્રવાહ રચે છે અને નદાનુસાર તેમાં ચંચળતા અને ગતિશીલતા જોવાં મળે છે. ગંભીરતા સાથે સરળતા તેમાં જ જોવાં મળે. તેમાં હસતા હસતા રડી પડાય અને રડતા રડતા હસી પડાય એવું ઘણું મળે. હાસ્યયુક્ત ગઝલ સાહિત્યનો એક સંયુક્ત પ્રકાર છે. તેમાં નિપુણ બનવું વિદ્વાનો માટે પણ અઘરું છે, કદાચ આમ આદમી માટે સરળ હોય પણ ખરું! કહેછે હસવાથી તંદુરસ્તી સારી રહે છે પરંતુ મને એમ પણ લાગે છે કે સ્વાસ્થ્ય સારું હોય તો મોકળા મનથી હસી શકાય. મારી વાત પર હસશો નહિ કે તેને હસી ન કાઢતા, હસીને સહમત થવાની કોશિશ કરજો, ઉચિત જણાય તો! બાકી ગેરસમજ આ રીતે પણ થઇ શકે…’દૂર સે દેખા તો અંડે ઉબલ રહે થે, પાસ જાકે દેખા તો ગંજે ઊછલ રહે થે!’ પંડિતો ભલે સ્થૂળ અને સુક્ષ્મ એવા હાસ્યના પ્રકારો દર્શાવે…આપણે તો બસ હસવું છે ખસવા સુધી…હદ.