૧. હું તમારો પરમેશ્વર પ્રભુ છું, મેં જ તમને ઈજિપ્તમાંથી, ગુલામીમાંથી બહાર કાઢ્યા છે. મારી હાજરીમાં તમારે મારા સિવાય બીજો કોઈ પ્રભુ ન હોવો જોઈએ.
ઈઝરાયેલના પ્રભુનું અસ્તિત્વ છે અને ઈજિપ્તની ગુલામીમાંથી બહાર કાઢી ઈઝરાયેલવાસીઓને સ્વતંત્રતા અપાવ્યાના બદલે તેમની પૂજા અને આદર કરવાનું કહેવામાં આવ્યું છે, અને એક જ પ્રભુ પયગંબરમાં આસ્થા રાખવાનું સૂચવાયું છે, અન્ય દેવોમાં આસ્થા રાખવી નહીં એવો તેમાં નિર્દેશ છે.
૨. આકાશમાંના કે પૃથ્વી પરના કોઈ પણ તત્વની કે વસ્તુની મૂર્તિ બનાવવી કે તેની પૂજા કરવી નહીં.
આ નિયમ દ્વારા મૂર્તિઓની અથવા કુદરતી તત્વો કે અન્ય પ્રાણીઓના કે પક્ષીઓની છબીઓ કે મૂર્તિઓ બનાવી તેમની સેવા કે પૂજા કરવી નહીં એમ કહેવાયું છે. આમ કરવાથી આસ્થા વહેંચાઈ જવાનો સંભવ હોવાથી એ વાતનો નિષેધ છે.
૩. પ્રભુના નામે ખોટી કસમ, ખોટા વચનો ન લેવાં.
પ્રભુના નામે ખોટી વાતોની કસમ લેવા સામે અથવા જેનો ઈરાદો જ ન હોય તેવા કામ કરવા વિશેના વચન આપવા સામે નિષેધ કરાયો છે.
૪. સાતમા દિવસને રજાનો દિવસ અને પવિત્ર દિવસ રાખવો.
સાતમાંથી છ દિવસ કામકાજ કરવાના દિવસ છે, પરંતુ સાતમા – રજાના દિવસે તમારે પરમેશ્વરના દિવસ તરીકે જાળવી પવિત્રતા રાખવાની છે. પ્રભુએ છ દિવસ વિવિધ કાર્યો અને સર્જનો કર્યા હતાં, પણ સાતમાં દિવસે વિશ્રામ લીધો હતો, તમારે પણ વિશ્રામના દિવસને પવિત્ર માની કોઈ કામ કરવું નહીં એમ તેમાં કહેવાયુઁ છે.
૫. તમારા માતાપિતાને માન આપવું
પોતાના માતાપિતાને સન્માન આપવાની ફરજ એ પ્રભુને સન્માન આપવાની ફરજ બરાબર છે અને એ દ્વારા પોતાના માતાપિતા પરત્વેની ફરજો પૂર્ણ કરીને પ્રભુ પ્રત્યેની ફરજો પૂરી કરી શકાય એવો નિર્દેશ છે.
૬. કોઈ પણ મનુષ્યની કતલ ન કરવી
કોઈ પણ મનુષ્યનું ખૂન કરવું એ મહાપાપ છે અને તેનો અહીં નિષેધ છે.
૭. વ્યભિચાર કરવો નહીં
પુરુષ અને સ્ત્રી વચ્ચે લગ્નબ્રાહ્ય શારીરિક સંબંધોનો અહીં નિષેધ કરાયો છે.
૮. ચોરી કરવી નહીં.
અહીં ચોરી એટલે કોઈ વસ્તુના પૂરતી જ વાત સીમીત હોય એમ નથી, અહીં ચોરી એટલે કોઈનું અપહરણ કરવું નહીં એમ અર્થ લેવાય છે કારણકે ચોરી વિશેની વાતનો નિષેધ અન્યત્ર અપાયેલ છે.
૯. તમારા પડોશી વિરુદ્ધ ખોટી જુબાની આપવી નહીં.
કાયદાકીય બાબતોમાં ન્યાય મેળવવા અથવા અન્યત્ર પણ કોઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપવી ન જોઈએ એ વાતનો અહીં નિર્દેશ છે.
૧૦. તમારા પડોશીની પત્નિની ઈચ્છા રાખશો નહીં.
પ્રભુએ જે બીજાને આપ્યું છે (પત્નિ તરીકે) તે કઈ રીતે મેળવી શકાય એવી ઈચ્છા રાખવાનો અહીં નિષેધ છે. એ સિવાય તેના દાસનો કે દાસીનો, બળદનો કે તેના ગધેડાનો અને તેની કોઈ પણ વસ્તુનો લોભ અથવા તેને મેળવવાની ઈચ્છા રાખવી નહીં.
* * *
આદર્શો અને ધર્મ આજ્ઞાપાલનના દસ એવા બોધક સૂત્રો છે જે યહુદી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો મનાય છે. યહુદી ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક મનાય છે. ખિસ્તી, ઈસ્લામ અને બહાઈ ધર્મ પર તેની અસર હોવાનું વિદ્વાનો માને છે. હિબ્રુ અને યહુદી એમ બંને બાઈબલમાં તેનો ઉલ્લેખ છે. આ દસ આજ્ઞાઓ સિનાઈ પર્વત પર પયગંબર મોઝેઝને કહેવામાં આવી હતી. મોઝેઝ સિનાઈ પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાતો રહ્યા હતાં જ્યાં તેમને દૈવી સાક્ષાત્કાર થયો હતો. ઈઝરાયેલના સંતાનોને મોઝેઝ દ્વારા પ્રભુની આ આજ્ઞાઓ પહોંચાડવામાં આવેલી. આ દસ આજ્ઞાઓ જીવનની મૂળભૂત બાબતોને સ્પર્શે છે.
સૌથી મોટો ઉપકાર (પ્રભુ પ્રાર્થના), માણસને સૌથી મોટું નુકસાન (હત્યા), પારીવારિક સંબંધોને નુકસાન, રોજગાર અને કાયદાને નુકસાન, પેઢીઓ વચ્ચેનો સૌથી મોટો ઉપકાર (માતાપિતાનુઁ સન્માન), સમાજ માટે સૌથી મોટો ઉપકાર (વિશ્વાસપાત્રતા), સંપત્તિને નુકસાન (ચોરી) જેવા સિદ્ધાંતો અહીં વણી લેવાયા છે. જે એક સિદ્ધાંત અહીં ચૂકી જવાયો મનાય છે એ સમાજના નીચલા વર્ગના લોકોની કાળજી અંગેનો છે, પણ ત્યારે સમાજમાં એવા ભેદભાવનું અસ્તિત્વ હશે કે કેમ તે પોતે જ એક સવાલ છે. મૂળભૂત સિદ્ધાંતો હોવાને લીધે તેમના વિવિધ અર્થઘટનને અવકાશ છે. બાઈબલના અન્ય કાયદાઓની જેમ તે વિગતે લખાયેલા કે સમજાવાયેલા નથી. એ ફક્ત મુદ્દાઓ છે જેની વિસ્તૃત છણાવટ પેઢી દર પેઢી સમાજજીવનને આધારે બદલાતી રહી છે. યહુદી ધર્મમાં આ દસ આજ્ઞાઓનું રોજ પઠન થાય છે. પૂર્વીય પારંપરિક ચર્ચમાં પાદરી પાસે ગુનેગાર દ્વારા પાપ અથવા ભૂલનો એકરાર કરતા પહેલા આ દસ આજ્ઞાઓ બોલાય છે અને તેમાંથી કઈ આજ્ઞાનો ભંગ કર્યો છે તે કહેવામાં આવે છે. રોમન કેથોલિક ચર્ચ મુજબ પ્રભુ ઈસુ દ્વારા ખ્રિસ્તીઓને યહુદીઓના અન્ય ૬૧૩ વિધાનોમાંથી મુક્તિ અપાઈ છે, પણ આ દસ વચનોનું પાલન કરવા જણાવાયું છે.
– અનુ. જીજ્ઞેશ અધ્યારૂ
ખુબજ સરસ વાતો આપે રજુ કરી એ બદલ આભાર.
આમ તો હું આપના જેટલું જાણતો નથી. છત્તા એક વિનંતી કે આપ મરીન વિભાગમાં સર્વિસ કરો છો. ત્યાં કેવા પ્રકારની અને કંઈ રીતે કામીગીરી થતી હોય છે. એ બાબતની કોઈ માહીતીનો આપ લેખ લખી અને પ્રસ્તુત કરશો એવી અરજ. જેના થકી મરીન ડીપાર્ટમેન્ટમા કારકીર્દી બનાવા માંગતા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થશે.
saru che
http://agniveer.com/5714/understanding-self-hinduism-gu/
greatest website for vedic religion
must read all articles to improce your life
WHERE IS THE DIFFERENCE, EVERY RELEGION SAYS IN THE NAME OF GOD, AS SON, PYAGAMBER,OR PANDIT GURU OR LEADER OF
ANY SAMPRADAYA.
NO MAJOR CHANGE…THAN WHY WAR IN BETWEEN THIS RELEGIONS, JUST TO SHOW STRENGTH OR NUMBERS OF FOLLOWERS, WHY RIVALERY, LIVE AND LET LIVE.
WHY INSIST MINE IS RIGHT AND ONLY ONE WAY TO GOD.
SAME WAY EVERY POLICAL PARTY SAY I WILL SERVE THE NATION AND NOT OTHER ONE.
SAME WAY KING, DEMOCRACY, DICTATERS SAYS
AND RULE OR LEAD OR GOVERN FOR SELF AND /OR PARTY TO RETAIN POWER AND TO BE IN POWER. AND WE COMMON PEOPLE RELY UPON THEM AND THAN THEY LOOT WEALTH OF NATION AND OR THEIR FOLLOWERS , WE MAKE THEM LEADER AND /OR BHAGWAN, AND WHY NOT THEY THAN BEHAVE LIKE BHAGWAN, MAY MAY THINK I MAY BE AND AS NO BODY HAS SEEN GOD TOO. BLIND LEADS BLIND.
ટેન કમાંડમેંટસ નું એ સમયે અત્યાર કરતાં વધારે મહત્વ હતું આજે પણ છે પરંતુ શિક્ષણ અને સમાજ વિકસતા ધર્મની વિભાવના બદલાઈ છે તેથી આ આજ્ઞાઓ પણ તદનુસાર બદલવી જોઈએ જેમ કે જીવ માત્રની હત્યા અયોગ્ય છે. જીવો અને જીવવા દો. જીવો જીવસ્ય ભોજનમ એ સાર્વત્રિકપણે લાગુ પાડી ન શકાય. ગાંધીજીના સાહિત્ય અને સત્યના પ્રયોગોનો અભ્યાસ કરવો જરૂરી છે. – હદ
સર્વ ધર્મ સમભાવ, પ્રભુ એક જ છે તથા દરેક માનવી પોત પોતા ની રીતે તેની સેવા કરે છે આ વસ્તુ નુ અહી ૧ અને ૨ જી આજ્ઞા માં ખંડ્ન કરવામાં આવ્યુ છે એવુ અહિ સ્પસ્ટ થાય છે.