ગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. પાવાગઢનો રાજા પતઈ રાવળ એક નવરાત્રી દરમ્યાન કુમારીકાના રૂપે ગરબે ઘૂમતા માતાજી પર મોહિત થાય છે અને તેમને પોતાની રાણી બનાવવાની વાત કરે છે…. આ સાથેની અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્તાને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.
આજે પ્રસ્તુત છે આ સંગીતમય લોકવાર્તાના ચાર ભાગમાંથી ત્રીજો અને ચોથો – અંતિમ ભાગ.
ભાગ ૩
[audio:http://aksharnaad.com/images/idpd/Patai%20Raja3.mp3]
ભાગ ૪
[audio:http://aksharnaad.com/images/idpd/Patai%20Raja4.mp3]
khub j saras..khub khub dhanyawad..
વાહ મારેી મા વાહ
અતિ ઉત્તમ પ્રકાશન! ઘણી ભાવવાહી પ્રસ્તુતી છે. વાહ, શું ગાયકના કંઠની હલક અને તેમને સાથ આપનાર ઢોલકી તથા એકતારાના સૂર, તાલ. ઘણો આનંદ તયો. પરદેશમાં વસતા અમારા જેવાઓ સુધી લોકકળા પહોંચાડવા માટે આભાર, માર્કંડભાઇ અને પ્રજ્ઞાબહેન.