Billable.me
અત્યારે બીટા સ્ટેજમાં એટલે કે હજુ વિકસી રહી હોઈ અને ચકાસણી માટે ઓનલાઈન હોવા છતાં બિલેબલ.મી એક સરસ વેબસાઈટ છે, ઘણી સુવિધાઓ અહીં અત્યારે પણ ઉપલબ્ધ છે અને ઘણી સતત ઉમેરાઈ રહી છે. મૂળભૂત રીતે કોઈ પણ બિલ બનાવવા માટેની તદ્દન પ્રાથમિક, પૂરતી અને સરળ સુવિધા અહીં અપાઈ છે. રોજબરોજના કામ માટે ઘણી ઉપયોગી આ સુવિધા ધંધાદારીઓ માટે ઉપયોગી છે. અનેક નવી ઉપલબ્ધ અને ઉમેરાઈ રહેલી સુવિધાઓની યાદી જમણી તરફ વેબસાઈટ પર દર્શાવાઈ છે જ.
Fiesta.cc
જ્યારે એકથી વધુ વ્યક્તિઓને ઈ-મેલ દ્વારા સમયાંતરે માહિતિ આપવાની જરૂરત પડે ત્યારે એ બધાંના ઈ-મેલ સરનામાઓ યાદ કરીને અથવા એક એક કરીને ઈ-મેલ ખાતાની એડ્રેસબુકનો ઉપયોગ કરીને ઉમેરવાની પદ્ધતિ થોડી લાંબી અને સમય લઈ લે તેવી પડે છે. આ પ્રશ્નનો સરળ ઉકેલ છે ફિએસ્ટા. આ સરળ વેબસાઈટ દ્વારા અનેક ઈ-મેલ ખાતાઓનું એક ગૃપ બનાવીને તેનું એક સામાન્ય સરનામું મળે છે, એ સરનામું નાખીને ઈ-મેલ મોકલતાં એ ગૃપમાં ઉમેરેલા બધા સરનામાંઓ પર આપોઆપ ઈ-મેલ પહોંચી જાય છે. આમ ફિએસ્ટા એક ગૃપ મેઈલ લિસ્ટને સરળ બનાવતી સરળ વેબસાઈટ છે.
World at protest
વિશ્વમાં ક્યાં ક્યાં અને કઈ વાતનો વિરોધ થઈ રહ્યો છે, દેખાવો થઈ રહ્યા છે અથવા રેલીઓ થઈ રહી છે એની સતત માહિતિ આપવા અને નકશામાં સ્થળો દર્શાવીને તથા સાથે સતત નવી માહિતિ પૂરી પાડતી આ વેબસાઈટ એક અનોખી વેબસાઈટ છે. કોઈ વિશેષ દેશના નકશા પર જઈને ક્લિક કરવાથી વિવિધ સમાચારપત્રો અથવા અન્ય યોગ્ય કડીઓ આપીને એ સમાચાર વિશેની વિગતે માહિતિ આપે છે.
Libreoffice
માઈક્રોસોફ્ટ ઓફિસ જેવા ખર્ચાળ સોફ્ટવેરની સામે ઓપનસોર્સ અને તદ્દન મફત ઉપલબ્ધ સોફ્ટવેર ઓપન ઓફિસ જેવું જ બીજું સરસ સોફ્ટવેર છે લિબરઓફિસ. આમ તો તેના આઈકોન જોઈને કોઈને પણ ઓપન ઓફિસ જેવું જ લાગે, અને તેના મૂળમાં ઓપનઓફિસ જ છે, પણ તે છતાં તેનાથી અલગ વિકાસના પંથે અગ્રસર છે. આ સોફ્ટવેર નેટ પરથી ડાઊનલોડ કરવા માટે તદ્દન મફત ઉપલબ્ધ છે અને સરળતાથી તમારા કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. વિન્ડોઝ, મેક અને લિનક્ષ માટે ઉપયોગી એવું આ સોફ્ટવેર વિવિધ વિભાગો સાથે આવે છે જેમાં રાઈટર (માઈક્રોસોફ્ટ વર્ડ સમાન), કેલ્ક (માઈક્રોસોફ્ટ એક્સેલ સમાન), ઇમ્પ્રેસ (માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ સમાન), તથા ડ્રો, બેઝ અને મેથ એમ કુલ છ ઉપયોગી સાધનો સમાવિષ્ટ છે. આમ ઓપન ઓફિસ સાથે સરખાવી શકાય તેવું મફત ઉપલબ્ધ, ઉપયોગી સોફ્ટવેર એક વખત ઉપયોગ કરી જોવું જોઈએ.
અને આજનું
બિલિપત્ર
Smile Train
હિન્દી અને ભોજપુરીમાં બનેલ ૩૯ મિનિટની નાનકડી ફિલ્મ “સ્માઈલ પિન્કી” જેમણે જોઈ છે તેમના માટે આ વેબસાઈટનો ઉલ્લેખ આશ્ચર્ય નહીં જન્માવે. જો કે એ કોઈ બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ નથી એટલે તમે તેનું નામ સાંભળ્યુ હોય એવી શક્યતા ઓછી ખરી. આ ફિલ્મને વર્ષ ૨૦૦૮ માટેનો શ્રેષ્ઠ ટૂંકી ફિલ્મ માટેનો અકાદમી પુરસ્કાર (ઓસ્કાર એવોર્ડ) મળ્યો હતો. ફિલ્મની કહાણી ભારતના કોઈક ગરીબ ગ્રામ્ય વિસ્તારમાં જન્મેલી પિન્કી સોનકરના ચીરાઈ ગયેલા ઉપલા હોઠ સાથેના તેના જીવનની, ગરીબીને લીધે તેનું ઓપરેશન નહીં કરાવી શકનાર તેના માતાપિતાની અને તે પછી ચમત્કારની જેમ મળેલા તેના ઈલાજની વાત આ ફિલ્મમાં છે. જન્મ સમયે અથવા અકસ્માતે જેમના હોઠ ચીરાઈ ગયેલા છે અને તેના લીધે મોં કુરૂપ દેખાવાથી સામાન્ય બાળકોની જેમ જેઓ જીવન જીવી શક્તા નથી તેવા બાળકો માટે ઉપરોક્ત વેબસાઈટ અને સંસ્થા આશિર્વાદ લઈને આવે છે. આવી કુરૂપતાઓની કહાણી ભારતમાં ઓછી નથી. વર્ષે ૩૫૦૦૦ આવા બાળકો જન્મે છે જેમનો ઉપલો હોઠ ચિરાયેલો અથવા અવ્યવસ્થિત રીતે વિકસેલો હોય છે. બાળકોને ભણતી વખતે અને સામાન્ય જીવનમાં અવગણના દ્વારા અને તે પછી નોકરી કે જીવનસાથી મેળવવામાં આના લીધે ઘણી તકલીફો સર્જાઈ શકે છે. એકાદ સદી પહેલા આવા બાળકોને જન્મતાં વેત મારી નાંખવામાં આવતા.
મૂળે અમેરિકામાં ૧૯૯૯માં બ્રાયન મૂલાની અને ચાર્લ્સ વાંગ દ્વારા સ્થપાયેલ આ સંસ્થા, ‘સ્માઈલ ટ્રેઈન’ વિશ્વના લગભગ ૮૦થી વધુ દેશોમાં જેમનો હોઠ ચીરાઈ ગયેલો છે તેવા બાળકોની આ જન્મજાત અથવા અકસ્માત કુરૂપતાને દૂર કરવાની દિશામાં ચેરિટી દ્વારા સુંદર કાર્ય કરે છે. વિકસીત દેશોમાં આવી કોઈ પણ તકલીફ બાળકના જન્મના એકાદ બે મહીનાઓમાં જ દૂર કરાય છે ત્યાં વિકાસશીલ અને અવિકસીત દેશોમાં તે મોટી ઉંમર સુધી અને ઘણી વખત તો જીવનપર્યંત હોય છે. વિશ્વના ૭૬ દેશોમાં ૧૧૦૦થી વધુ હોસ્પિટલ સાથે ભાગીદારી કરીને આ કાર્ય કરી રહી છે. ભારતમાં શ્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના પ્રથમ ગુડવિલ એમ્બેસેડર છે.
અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ અને કામની અતિવ્યસ્તતાઓ વચ્ચે અટકી પડી હતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહેશે તેવી સદાય અતૃપ્ત ઈચ્છા સાથે આ શૃંખલા લાંબા સમય પછી આજે ફરી ઉગી છે તે વાતનો આનંદ છે. કેટલીક સરસ વેબસાઈટ્સનો એ ભંડાર લઈને આજે આવી છે ત્યારે આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો.
આ શૃંખલાની અગાઊની કડીઓ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.
I LIKE ALL ARTICLE OF AKSHARNAAD. VERY USEFUL AND FULL OF INFORMATON. I ALSO LIKE ABOUT INTERNET INFORMATION VERY USEFUL. THANK YOU.
ફ્રિરાઈસ્.કોમ જોઈ સાહેબ ?
freerice.com
Thanks to u
Keep it up!
Give us this type information timely. Thanks 2 U
Thanks , jigneshbhai
Very good Thank you
જીગુભાઈ, ઘણી માહિતીવર્ધક. આભાર..આભાર…