પ્રસ્તુત રચના અમદાવાદથી અક્ષરનાદના વાંચકમિત્ર ચિઁતનભાઈ શેલતની છે. દીવાની જ્યોતમાં બળી મરતા પતંગીયાની વાતને કેન્દ્રસ્થાને રાખીને એક પ્રેમીના હ્રદયની વાત કહેવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પ્રકાશના વિવિધ સ્ત્રોતોને દર્શાવીને – સરખામણી કરીને તેમણે અનોખી સુંદરતા સર્જી છે અને મૂળ વાતને આમ સાદ્યાંત ઉદાહરણમાં મઢી લઈને અનોખી રચના આપી છે. આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા બદલ શ્રી ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર.
ગઈ કાલે,
હું દાઝી ગયો,
અમાસની રાત્રે બારી માંથી આવતાં,
સ્ટ્રીટ લાઈટ નાં અજવાળાં થી,
કંઈક આંખમાંથી આવીને હાથમાં રહ્યું હતું,
મારે એને જોવું હતું,
શું હતું એ?
કંઈક વેળા ચૂંથાયેલું પીછું?
કે પછી એક જ ટહુકામાં અપાયેલું અનહદ પીંછું?
અને વળી તેં જ તો ના પાડી હતી,
દીવો કરવાની,
તને નથી ગમતા,
દીવાની જ્યોતમાં બળી મરતાં પતંગિયાં,
માટે મેં હાથ લંબાવ્યો,
અને બીજી જ પળે સ્ટ્રીટ લાઈટ મારી આરપાર,
હા, એ તારું અજવાળું હતું,
જરા થોડીક ક્ષણો માટે તારા ઉજાસ ને આછો કરી જો,
તને ક્યાંથી ખબર હોય કે આ અમાસનાં અંધારામાં શું છે?
આખરે દીવા તળે તો અંધારું જ ને !
– ચિંતન શેલત
KHUB J SARAS
બહુ સરસ. અસીમ અન્ધારાને અનુભવવાને એમા આરપાર ઉતરવા અથાક પ્રયત્નો કરવા પડે છે.. તોય ક્યાકથી અજવાળુ અડી જ જાય છે.
લતા હિરાણી.
જરા થોડીક ક્ષણો માટે તારા ઉજાસ ને આછો કરી જો,
તને ક્યાંથી ખબર હોય કે આ અમાસનાં અંધારામાં શું છે?
આખરે દીવા તળે તો અંધારું જ ને !
વાહ …!!
ખુબ સરસ …..