Daily Archives: July 21, 2010


માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 10

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. અંગ્રેજીમાં આ ક્ષેત્રનું ખેડાણ ખૂબ થયું છે અને અનેક બ્લોગ ફક્ત માઈક્રો ફિક્શન પ્રકાર પર પણ ચાલે છે. આપને આ પ્રયાસ કેવો લાગ્યો એ વિશેના તથા આ પ્રકાર વિશેના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.