તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ 1
તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, તેથી રામનામ સાંભળ……તને. ગઇ પળ પાછી નહીં મળે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને…..તને. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તેં અલબેલાની બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને…તને. કળજુગ કુડો રંગ રૂડો, કેતા ન આવે પાર, જપ તપ તીરથ કાંઈ ન કરિયા એક નામ આધાર શ્રીકૃષ્ણ કહીએ…..તને. ગુરુગમ પાયો મનમાં ધર્યો, જુગતે કરી જદુરાય, ગંગાદાસકુ જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને……તને. – ગંગાદાસ ‘ડાયરો’ પુસ્તકના ભજન વૈવિધ્ય વિભાગમાંથી સાભાર.