(NRI) ગુજરાતી સમજ્યા કે – જયકાંત જાની 8


બાઇબલમા લખ્યુ છે કે તુ તારો પરસેવાનો રોટલો ખાજે
(NRI) ગુજરાતી સમજ્યાકે પરસેવો વળે ત્યા સુધી (પિઝાનો) રોટલો ખાજે.

કુરાન ના એક પાના પર લખ્યુ છે મદિરાપાન કરવુ. બીજે પાને લખ્યુ છે, નહીં
(NRI) ગુજરાતી એક પાનુ વાંચી સમજ્યા કે મદિરા પાન જરૂર કરવુ.

ગીતા મા કહ્યુ છે હણે તેને હણવામાં પાપ નથી.
(NRI) ગુજરાતી સમજ્યા કે હંણહણતા રળવામાં પાપ નથી

મહાભારતમા કહ્યુ છે મારુ મારુ કરી મરવુ નહીં
(NRI) ગુજરાતી સમજ્યા કે મારુ મારુ કરીને જ જીવવુ.

રમાયણમા કહ્યુ છે તારુ તારુ કરી તરી જવુ
(NRI) ગુજરાતી સમજ્યાકે તારુ તારુ કરી ડૂબવું નહી

ઘર્મ ગ્રંથમા લખ્યુ છે કે પ્રભુને ધર્યા વગર કાંઇ ગ્રહણ કરવુ નહી
(NRI) ગુજરાતી સમજ્યા કે તુલસીપત્ર નાખીને મદિરા પાન કરવુ.

ગીતા મા કહ્યુ છે કર્મ કરીને ફળની ઇચ્છા રાખવી નહી.
(NRI) ગુજરાતી સમજ્યાકે ફળની ઇચ્છા રાખીનેજ કાર્યક્રમ ગોઠવવો.

નીતી શતકમા કહ્યુ છે નીતીને તોલે મુકીને પૈસો કમાજે
(NRI) ગુજરાતી સમજ્યાકે નીતીને નેવે મુકીને પૈસો કમાજે.

શુંગાર શતકમા કહ્યુ છે ઉમંરને અનુકુળ શૃંગાર કરવો.
(NRI) ગુજરાતી સ્રીઓ સમજીકે શૃંગારને અનુરૂપ ઉંમર કહેવી.

આરોગ્ય સંહીતામા કહ્યુ છે જે પરિશ્રમ કરે તેને જ ખાવાનો અઘિકાર છે
(NRI) ગુજરાતી સમજ્યાકે ખાવા માટે જીવતા રહેવા નો બઘા ને અઘિકાર છે.

સપ્તપદીમા કહ્યુ છે તારી પત્નીને તુ મિત્ર ગણજે
(NRI) ગુજરાતી સમજ્યાકે પત્નીને વિચીત્ર ગણજે


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “(NRI) ગુજરાતી સમજ્યા કે – જયકાંત જાની

  • hatim sadikot

    ફક્ત ગુજ્રરાતિ માતે લાગુ નથિ પદ્તુ નથિ.સમ ગ દુનિયામા જીવ તા દરેક લોકો ને લા ગ થાય ;

  • paresh patel

    જિગ્નેશભાઇ તમને એવું નથી લાગતુ કે દુનિયા માં ગુજરાતી જેટલા નિતિવાન કોઈ નથી.. અમુક બાબતો સાથે અસંમત છું

  • Hemant Vaidya

    સરસ , દરેક્નો સવાલ માત્ર એન આર આઈ માટએ શા માતે ??? ગુજરાતિ માતે નહિ..

    હેમત વૈદ્ય

  • sanjay sangani

    ખુબ જ સરશ” ખાલી NRI માટે નય ગુજરાત ના ગુજરાતી માટે લાગુ પડે છે.

  • chetu

    NRI ..? કેમ ..??? અમુક % વ્યક્તિઓ ( એમ તો ભારતમાં પણ … ) ને કારણૅ સમગ્ર NRI GUJARATI ..? THIS IS NOT FAIR HA JIGNESH BHAAI..!! 🙂