આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ 1


અફાટ તારી આંખો સાગર, કિનારો ચૂકી જાય જો,
તારેય તરસ્યા થવું પડે, ઝરણ જો ન ઉભરાય તો.

હૈયું હાથ ન બાંધીએ, મનમાં કાંઇ ખટકાય જો,
ધૂતારા લોભી પર જીવે, જીવ જો કળીએ કપાય તો.

મનને મોટું રાખીએ, ખુદાએ દીધી ઘણી સહાય જો,
દાન ધરમને જીવતાં, કદી જીવતર એળે ન જાય તો.

ચપટી ધૂળને ચાહતા, તું કાલ તો આજ હું ય જો,
સોના ચાંદી ના ભરે, પેટ ખાડો ઉંડો ઘણોય તો.

એક હાથ લે દસ હાથ દે, એ માનવની સાચી રીત જો
અને દે તું ભલે બંદાને, ખુદાથી થતી ઘણી પ્રીત તો.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ

  • ajay joshi

    હેલ્લો જિગ્નેશ્
    બહુજ સરસ કવિતા ….મ જા આવિ..સરસ્
    અ જ ય જો શિ