આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (2) – જીગ્નેશ અધ્યારૂ 8


જે મિત્રો ઘણા વર્ષોથી ઇન્ટરનેટ વાપરે છે તેમને ખ્યાલ હશે એ પહેલાના દિવસો જ્યારે Yahoo કે MSN મેસેંજર ઇંસ્ટોલ કરી ફક્ત ટેક્સટ ચેટ (લેખીત વાતો ) કરતા. યાહુએ એક પછી એક નવી સુવિધાઓ ઉમેરી, વોઇસ ચેટ, એસ એમ એસ અને વિડીયો જેવી સગવડો. તે સાથે AIM જેવા અન્ય મેસેન્જર પણ વપરાશમાં હતા.

જો કે હવે ફક્ત એક સર્વિસ કે વેબસાઇટનું મેસેંજર વાપરવાની પ્રથા ખૂબ ઓછી થઇ ગઇ છે. એક થી વધુ વેબસાઇટના મેસેન્જર વાપરતા હોવાને લીધે જુદા જુદા ઇંસ્ટોલેશન તથા સાઇન ઇન – સાઇન આઉટ કરવાની અગવડો વગેરેને જોતા હવે એવા મેસેંજરનો વપરાશ ઓછો થાય એ સ્વાભાવિક છે. હવે એવા મેસેન્જર વધુ વપરાય છે જ્યાં ફક્ત એક જ વખત જુદા જુદા ખાતાઓ જેવા કે Google Chat, Yahoo, MSN, AIM ICQ વગેરેની માહિતિ નાખવાથી પછી દરેક વખતે એક જ જગ્યાએથી વિવિધ ખાતાઓના સંપર્કો સાથે વાત થઇ શકે છે.

Digsby

digsby_with_text_350x100આવા ઘણા બધાં મેસેન્જર ઉપલબ્ધ છે. મારી પસંદ છે Digsby. (વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ માટે ડાઉનલોડ કરો અહીંથી ) જો કે ઘણાં મિત્રોને Pidgin તેના કરતા વધુ ઉપયોગી લાગે છે. મને Digsby ગમવાનું કારણ છે તેનો સરળ પણ સુંદર લે આઉટ અને એથી વિશેષ તેની મદદથી જોઇ શકાતા વિવિધ ખાતાઓ. ની મદદથી આપ જુદાજુદા મેસેન્જર જેવા કે AIM, MSN, Yahoo,ICQ, Google Talk, અને Jabber ખાતાઓના મિત્રો સાથે એક લોગીન થી વાત કરી શકો છો. આપને વિવિધ ખાતાઓમાં લોગીન કરવાની જરૂર રહેતીનથી.

આ ઉપરાંત અહીં આપ આપના વિવિધ ખાતાઓ જેવા કે Hotmail, Gmail, Yahoo Mail, AOL/AIM Mail, IMAP અને અન્ય POP ખાતાઓ જોઇ શકો છો તથા તેમાં નવા આવેલા ઇ મેલ વિશે પોપ અપ વિન્ડો વડે જાણકારી પણ મેળવી શક્શો. સાથે આપના સોશીયલ નેટવર્કિંગના ખાતાઓ જેવા કે Facebook, Twitter, MySpace અને LinkedIn સાથે પણ માહિતિગાર થઇ શકો છો.

આ સિવાય આપની વેબસાઇટ ઉપર તેનો કોડ મૂકીને મુલાકાતીઓ સાથે પણ ચેટ કરી શકો છો. અક્ષરનાદ પર આવી સુવિધા સંપર્ક માહિતિના પાના પર ઉપલબ્ધ  છે. મારા મતે આ એક ખૂબ સુંદર સુવિધા છે અને ઇન્ટરનેટ પર અનેક ખાતાઓ અને અનેક મિત્રો ધરાવતા લોકો માટે આ આશિર્વાદ છે. જો કે આજકાલ વોઇસ અને વિડીયો ચેટ માટે Skype પણ પ્રખ્યાત છે, અને મેક ઓપરેટીંગ સિસ્ટમ માટે adium ખૂબ વપરાય છે.

ઘણી વખત ઓફીસના કોમ્પ્યુટરમાં મેસેન્જર ઇંન્સ્ટોલ કરી શકાય તેમ હોતું નથી, આવા મિત્રો માટે આશિર્વાદ છે વેબપેજ આધારીત મેસેન્જર. આવા ઘણાં મેસેન્જર પૈકી થોડાક  છે,  IMO.IM , મીબો , આઇ લવ આઇ એમ , ઇ બડી વગેરે. (દરેક નામ પર ક્લિક કરવાથી તેમની વેબસાઇટ પર જઇ શકાય છે.)

CCleaner

Ccleaner એ ફ્રી વેર ( મફત ડાઉનલોડ કરીને વાપરી શકાય તેવું) સોફ્ટવેર છે. જો કે પહેલાથી ઘણી વખત વિન્ડોઝની ડીસ્ક ક્લીનઅપ સુવિધા વાપરી. ( Start Menu > Program > Accessories > System Tools > Disc Cleanup) જો કે આ સુવિધા તેનાથી ઘણી વધારે છે. તેની મદદથી ખૂબ ઝડપથી નકામી ફાઇલો અને અન્ય કચરો સાફ કરી શકાય છે.

આ સિવાય ટેમ્પરરી ઇ ન્ટરનેટ ફાઇલ્સ અને વિવિધ બ્રાઉઝર (જો હોય તો) ની નકામી યાદીઓ પણ સાફ કરી શકાય છે, અને આનાથી મૂળ સોફ્ટવેરને કોઇ ફરક પણ પડતો નથી. વાપરવાથી કોમ્પ્યુટરની ઝડપમાં ચોક્કસ ફરક પડે છે. તે ઇનટરનેટ એક્સ્પ્લોરર, ફાયર ફોક્સ, ગૂગલ ક્રોમ, ઓપેરા, સફારી જેવા વેબ બ્રાઉઝરની નકામી ફાઇલો સિવાય રજીસ્ટ્રી અને વિંડોઝ સિસ્ટમની નકામી ફાઇલો પણ સાફ કરે છે. વળી આ સોફ્ટવેર ભરોસાપાત્ર છે . (i.e. Adware and Spyware free) અહીં ક્લિક કરીને આપ સી ક્લિનર ડાઉનલોડ કરી શકો છો.

આશા છે આપને આ વિભાગથી ફાયદો થશે અને આપની રોજબરોજની કોમ્પ્યુટર પર કામ કરવાની જાણકારી / ક્ષમતા વધશે.

આપ આ સિવાય જો કોઇ વિકલ્પ જાણતા હોવ તો અમને પ્રતિભાવમાં ચોક્કસ કહો, અને જો આમાંથી કોઇ સુવિધા આપે વાપરી હોય તો તે વિશે આપના અનુભવો પણ વહેંચો.

આ પહેલાનો આ શ્રેણીનો લેખ હતો : આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (1) – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (2) – જીગ્નેશ અધ્યારૂ