વિચાર કણિકાઓ – સંકલિત 3


જે અદભૂતતાઓને આપણે બહાર ખોજતા હોઇએ છીએ, તે આપણી અંદર જ સમાયેલી હોય છે.

અદ્રશ્યને જેઓ જોઇ શકે છે તેઓ જ અશક્યને આચરી જાણે છે.

નિષ્કલંક અંતરાત્મા જેવુ મુલાયમ ઓશીકું બીજું કોઇ નથી.

મહાસાગરનાં કરતાં પણ ભવ્ય એક દ્રશ્ય છે, અને તે આકાશનું. આકાશના કરતા પણ ભવ્ય એક દ્રશ્ય છે અને તે છે આત્માના અંતરપ્રદેશનું.

તટસ્થ નિર્ણયશક્તિની સહુથી સાચી કસોટી એ છે કે આપણા પ્રશંશકો પણ આપણને અળખામણા લાગી શકે. અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની પ્રશંશા પણ આપણે કરી શકીએ.

કૌતુકનો અનુભવ, સમજણનો પ્રારંભ

આવતી કાલની મને ફીકર નથી કારણકે ગઇકાલ મેં જોયેલી છે અને આજને હું ચાહું છું.

આશાની યાદદાસ્ત સારી હોય છે, ઉપકારની ખરાબ

આપણી કદર થાય એટલા અમૃતથી આપણને તૃપ્તિ થતી નથી. આપણને ખુશામતનું ઝેર પણ જોઇએ જ.

તમે જે કહેશો એ વિશે કદાચ લોકો શંકા કરે પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશો.

વનમાં બે કેડા જુદા પડ્યા અને મેં ઓછો વપરાયેલો માર્ગ પસંદ કર્યો, બસ બધો તફાવત એને જ આભારી છે.

જમાનાની સાથે આપણે બદલાવું જોઇએ, સિવાય કે જમાનાને બદલવા જેટલી ત્રેવડ આપણામાં હોય.

તૈયારી અને તકનો મેળાપ થાય ત્યારે જે બને તેનું જ નામ નસીબ.

દુનિયાની મોટામાં મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુધ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીય ઉંચા આવતા નથી.

રાજા બનીને મારી દૌલત ભિખારીની જેમ વાપરવાને બદલે ભિખારી બનીને મારી પાસેના છેલ્લા ત્રાંબીયા રાજાની જેમ ખર્ચી નાખવાનું વધુ પસંદ કરું.

નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, ગબડ્યા પછી ત્યાં પડ્યા રહેવામાં છે.

પાપના ડાળખાં પાંદડા પર કુહાડો ચલાવનારા હજાર જણ હશે પણ એનાં મૂળીયાં પર ઘા કરનાર કોઇક જ નીકળશે.

માનવીને માનવીથી અલગ રાખવા માટે અજ્ઞાને નિપજાવેલી જંજીરો એટલે પૂર્વગ્રહ.

બીજાઓ ન કરી શકે તે કરવું એનું નામ આવડત અને આવડતથી જે ન થઇ શકે તે કરવું એનું નામ પ્રતિભા.

આપણાંમાંના ઘણાંખરા અઠવાડીયાના છ દિવસ બાવળની ફસલ વાવ્યા કરીએ છીએ અને પછી સાતમા દિવસે દેવસ્થાને જઇ પ્રાર્થના કરીએ છીએ કે કાંટાની ફસલ નિષ્ફળ જાય.

બીજાને તમારા જેવો બનાવવા મથશો નહીં, પ્રભુ પોતે પણ એ કરી શક્યા હોત. તમારા જેવો એક જ માણસ આ દુનિયા માટે પૂરતો છે.

આપણી યાદશક્તિ કેટલી બધી સારી છે એનો ખ્યાલ આપણને ત્યારે જ આવે છે જ્યારે આપણે કશુંક ભૂલી જવાની કોશિશ કરતા હોઇએ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “વિચાર કણિકાઓ – સંકલિત