યાદ કીયા દિલને… – હસરત જયપુરી 5


ફ્રેન્ડશીપ ડે ના દિવસે અચાનક જ એક ખૂબ જૂના પણ ખૂબજ નિકટત્તમ મિત્રની યાદ આવી ગઇ. જો કે હવે સંપર્ક રહ્યો નથી અને શાળા – કોલેજ સમયના ઘણાં મિત્રો સંપર્ક ક્ષેત્રની બહાર થઇ ગયા છે. આખોય દિવસ બીજા મિત્રોના સંદેશ મળતા રહ્યા, શુભેચ્છાઓ ઉપલબ્ધ બધા માધ્યમથી વહેતી રહી, પરંતુ આખોય દિવસ મન એ દૂરના મિત્રને ઝંખતું રહ્યું, તેની સાથે વાત કરવા તરસતું રહ્યું. પેલા મિત્રની યાદ આવતી રહી. અને એ આખોય દિવસ દેવાઅનંદ અને ઉષાકિરણ પર ફિલ્માવેલ 1953ની ફિલમ પતિતાનું આ ગીત મનમાં ગૂંજતુ રહ્યું. આશા છે આપને પણ આ ગીત મમળાવવું ગમશે. કદાચ જોવું પણ ગમે તો યુટ્યૂબની સુવિધા તો છે જ…

અને હવે આપણા સૌના માનીતા એવા સદાબહાર આકાશવાણીના કોઇક ઉદઘોષકની પધ્ધતિ મુજબ….

और अब आपके पेश-ए-खिदमत है पतिता फिल्म का ये एक दो गाना, गाने के बोल लिखे है हसरत जयपुरीने, संगीत शंकर जयकिशन का है तथा स्वर दिया है लता मंगेशकर और हेमंत कुमारने.

याद किया दिल ने कहाँ हो तुम,
झूमती बहार है कहाँ हो तुम,
प्यार से पुकार लो जहाँ हो तुम. (2)

ओ….

खो गये हो आज किस खयाल में,
ओ, दिल फ़ंसा है बेबसी के जाल में.
मतलबी जहाँ मेहरबां हो तुम,
याद किया दिल ने कहाँ हो तुम.
प्यार से पुकार लो जहाँ हो तुम. (2)

ओ….

रात ढल चुकी है सुबह हो गयी,
ओ, मै तुम्हारी याद लेके खो गयी.
अब तो मेरी दास्ताँ हो तुम,
याद किया दिल ने कहाँ हो तुम.
प्यार से पुकार लो जहाँ हो तुम. (2)

ओ….

तुम तो मेरे ज़िंदगी के बाग़ हो,
ओ, तुम तो मेरी राह के चिराग़ हो.
मेरे लिये आसमाँ हो तुम,
याद किया दिल ने कहाँ हो तुम.
प्यार से पुकार लो जहाँ हो तुम. (2)

આ ઓરીજીનલ છે. અને આ ગીતને જોયા પછી એને ફરી ફરીને ઘણી વખત જોયું. શબ્દોની રમતના બાદશાહ હસરત જયપુરીને સલામ… હવે જુઓ આ જ ગીત, જગજીતસિંગના અવાજમાં. જો કે આ બંને યૂટ્યૂબ પરથી અહીં પુન:પ્રસારીત કર્યા છે.

જો કે અસલ જેવી મજા ક્યાંય નથી… આપને કયો અંદાઝ ગમ્યો તે જરૂર કહેશો.

તમે શું કહો છો? એકાદ એકલતાની ક્ષણમાં તમારૂ મનપસંદ ગીત કયું?


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “યાદ કીયા દિલને… – હસરત જયપુરી