આ તરફ ઉન્મત ધ્વજ ફરકાવતું સરઘસ જતું,
– ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું,
– તેયે નહીં,
રસ્તા વિશે એ બેય ધારા જ્યાં મળે
– તે મેદની છે જિંદગી
ભરતી વિશે ઉભરાય ખાડી, ખાંજણોયે આકળી
– ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજર, ગણી લો પાંસળીએ પાંસળી,
– તેયે નહીં
ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ
– તે સમુંદર જિંદગી
ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે
– ના તે નહીં
ને અષાઢી મેઘ જેવી આંખડી સત્તત રુએ
– તેયે નહીં,
હર આહ કૈ મહેકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
– તે સંધીક્ષણ છે જિંદગી
– ઉશનસ
Pingback: ઉશનસને શ્રદ્ધાસુમન :ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી – Read, Think, Respond
Pingback: ઉશનસને શ્રદ્ધાસુમન :ઓટને ભરતી ઉભય સંધાય જે ક્ષણ તે સમુંદર જિંદગી | Read, Think, Respond
સાચી વાત.
સરસ ભાવવાહી કવિતા.
સપના