અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ 6


પ્રિય મિત્રો,

જો કે હજી અક્ષરનાદ.કોમ વેબસાઇટ શરૂ કર્યે થોડાક જ દિવસ થયા છે, પણ તેમાં ખૂટતી ઘણી સુવિધાઓ પૂરી થઇ રહી છે. આજે અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ ઉમેરતા અત્યંત આનંદ થાય છે.

ફાઇલ અપલોડ સુવિધા

આમંત્રણઅક્ષરનાદ.કોમ પર વાચકોની કૃતિઓ પ્રસિધ્ધ કરવાની કોઇ સુનિયોજીત વ્યવસ્થા નહતી. વાચક મિત્રો પોતાની રચનાઓ અક્ષરનાદ પર મોકલવા માટે ઇ-મેલ અને હસ્તલીખીત કૃતિ મોકલવા જેવી પધ્ધતિઓ જ વાપરી શક્તા, પણ હવેથી ફાઇલ અપલોડ કરી શકવાની આ એક નવી સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. છેલ્લા થોડાક દિવસોમાં અક્ષરનાદને વાચકો તરફથી મળેલ કૃતિઓ જોતા આ સુવિધાનો ઉપયોગ વધુ ને વધુ વાચકો કરી શક્શે તેવી અપેક્ષા છે.

વેબસાઇટના હોમપેજ પરથી અહીં બતાવેલા ચિત્ર પર  ક્લિક કરીને પણ ફાઇલ અપલોડ પેજ પર તરત જઇ શકાય છે.

અક્ષરનાદ પર હવે ગુજરાતી ટાઇપપેડ

અક્ષરનાદના એક પેજ ગુજરાતી ટાઇપપેડ પર હવે શ્રી વિશાલભાઇ મોણપરા દ્વારા વિકસાવવામાં આવેલું ટાઇપપેડ ઉમેરવામાં આવ્યું છે. જો કે પ્રમુખ ટાઇપપેડ આપ વિશાલભાઇની વેબસાઇટ પરથી ઓનલાઇન કે તેને ડાઉનલોડ કરીને પોતાના કોમ્પ્યુટર પર ઓફલાઇન પણ વાપરી શકો છો.

અક્ષરનાદ મોબાઇલ વેબસાઇટ

http://m.aksharnaad.com

aksharNaad mobile website

અક્ષરનાદ હવે આપ આપના મોબાઇલ પર પણ વાંચી શક્શો. કોમ્પ્યુટરની સુવિધા વગર પણ અક્ષરનાદના અત્યાર સુધીના બધાં લેખો આપ અહીં વાંચી શક્શો. અક્ષરનાદની મોબાઇલ વેબસાઇટ હળવી છે, અને સરળતાથી લોડ થાય છે, ખાસ મોબાઇલ વેબ બ્રાઉઝરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જે Light Weight Layout છે. સંપૂર્ણપણે યુનિકોડ સુસજ્જ વેબસાઇટ જે કોઇપણ આધુનિક મોબાઇલ પર સરળતાથી જોઇ શકાય છે. આ માટે આપનો મોબાઇલ GPRS કે WAP Enabled હોવો જરૂરી છે. આ એક નવો પ્રયત્ન હોવાને લીધે આપનો આ વિષય પર પ્રતિભાવ ચોક્કસ આવકાર્ય છે. જો આપના મોબાઇલમાં આ વેબસાઇટ વંચાતી ન હોય તો કૃપા કરી એ તપાસી લો કે આપનો મોબાઇલ યુનિકોડ સપોર્ટ કરે છે કે નહીં. જો મોબાઇલ યુનિકોડ સપોર્ટ કરતો  હોય અને છતાં પણ વેબસાઇટ બરાબર ન વંચાતી હોય તો યુનિકોડ વિકલ્પ એનેબલ કરો અને જો છતાં પણ એ જ તકલીફ હોય તો આપના મોબાઇલના કસ્ટમર કેર પાસેથી ઇંન્ડિક ભાષા વાંચવા માટેનું “Language Pack” નંખાવો.

આશા છે આપને આ પ્રયત્નો ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ