ત્યાગ ન ટકે વૈરાગ વિના – નિષ્કુળાનંદજી 5


ત્યાગ ન ટકે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાય જી
અંતર ઉંડી ઇચ્છા રહે તે કેમ કરીને તજાય જી,

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર જી

કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી,

ઉષ્ણ રતે અવની વિશે બીજ નવ દીસે બહાર જી
ઘન વર્રસે વન પાંગરે, ઇંદ્રિય વિષય અકાર જી

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે ભેટ્યે ભોગવશે ભોગ જી

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થ જી

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયુ ધૃત મહીં માખણ થકી આપે થયું અશુધ્ધ જી

પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો વણ સમજ્યો વૈરાગ જી.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ત્યાગ ન ટકે વૈરાગ વિના – નિષ્કુળાનંદજી

  • Mukund bhagat

    લાખ-લાખ વંદન છે આ કાવ્યનાં કરનારને. ગાંધીજીની આત્મકથામાં આ કાવ્યએ સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    આ કાવ્યના કવિ સ્વામીશ્રી નીસ્કુલાનાન્દ્જી ખરેખર તો અભણ સંત હતા તેની પૂર્વ કથા ખુબ હચમચાવી મુકે તેવી છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી તેમને ૨૩ મહાગ્રંથ લખ્યા

  • Jayesh Patel

    Its Great to Read the Bhajans of “Niskudanand Swami shree” but Also Go through the Bhajans of Bhrahmanand Swamiji Which Really Give the Peace of Mind and Soul and Take nearer to God, Helps the Way to Akshardam, ” the Ultimate Destinations any livingthing wish to Achieve …..