તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત) 9


તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ શેક્સપીયર (હેમલેટ)

પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ)

પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે. – ચાર્લ્સ ડિકન્સ (નિકોલસ નિકલાય)

મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન,

બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા)

પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો)

ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ)

ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ )

નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ)

પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે.

પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે.

પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે,

બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ)

પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને આપણે જેને સામાન્ય જીવન કહીએ છીએ તેવું સહજ આદતો સાથેનું જીવન જીવી જાય, આ બે છેડા વચ્ચે ભાગ્યેજ કોઈ જીવન હોય છે. – આલ્બર્ટ કેમ્સ (ધ પ્લેગ)

મારો પ્રેમ મારા ગળા ફરતે વીંટેલા પથ્થર જેવો છે, તે મને ખૂબ ઉંડે ખેંચી રહ્યો છે, પણ હું મારા પથ્થરને પ્રેમ કરું છું, તેના વગર પણ જીવી શક્તો નથી. – એન્ટોન ચેખોવ (ધ ચેરી ઓર્ચાર્ડ )

એ લોકો કોણ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ? ફક્ત એ જેમને આપણે નફરત નથી કરતા – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા)

વિશ્વને પૂરેપૂરું સમજવા માટે, કાં તો મહાન વિચારકો તેને સમજાવે છે અથવા તો તેને ઉપેક્ષા કરે છે, પરંતુ હું ફક્ત વિશ્વને પ્રેમ કરી શકું તે જ ઈચ્છું છું, તેની ઉપેક્ષા નહીં કરું, કારણકે હું ઇચ્છું છું કે વિશ્વ મને પણ આદરથી, સન્માનથી, પ્રેમથી યાદ કરે. – હર્મન હસ્સી ( સિધ્ધાર્થ )

સરખામણી કરવા માટે તેનાથી વધારે કડવાશ કોઈ હોઈ ન શકે

જે એ બે જણાની વચ્ચે છે, જેમણે ક્યારેક પ્રેમ કર્યો હતો. – યુરીપીડ્સ ( મેડેયા )

સાચો પ્રેમ શું છે? એ એક આંધળુ સમર્પણ છે, પ્રશ્ન ન કરી શકાય તેવું જાણે પોતાનું જ નીચું દેખાડવું, પૂરેપૂરો ત્યાગ, આખા વિશ્વ સામે, તમારા પોતાની સામે શ્રધ્ધા અને વિશ્વાસ, તમારું હૈયુ અને આત્મા એક લાકડાને આપી દેવાની હિંમત એટલે પ્રેમ – ચાર્લ્સ ડિકન્સ ( ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ )

પ્રેમ એટલે મીઠા મૃદુ ચુંબન માંથી ગૂંજેલો મીઠો – મૃદુ ચિત્કાર – અનામ

ક્યારેક આપણી પ્રિય વ્યક્તિ પાસે નથી હોતી ત્યારે આખી દુનિયા કેવી ખાલીખમ લાગે છે? – ઈશિતા

રૂમાલ આંસુ લૂછે છે, પણ ખરો પ્રેમ એ આંસુનું કારણ ભૂંસે છે.

પ્રેમ કરવા જોઈએ ઉત્કૃષ્ટ કલાકારની કલા અને નિભાવવા સંતની સાધના

અપરિપક્વ પ્રેમ કહે છે “હું તને પ્રેમ કરું છું કારણકે મને તારી જરૂર છે” જ્યારે પરીપક્વ પ્રેમ કહે છે “મને તારી જરૂર છે કારણકે હું તને પ્રેમ કરું છું.” – ઈરીક ફ્રોમ (ધ આર્ટ ઓફ લવીંગ)

પ્રેમ એ દુઃખોથી ભરેલી એવી બીમારી છે જેમાં કોઈ પણ દવા કામ કરતી નથી, એવો છોડ જે રણમાં રેતીને ચીરીને ઉગે છે. – સેમ્યુઅલ ડેનીયલ

જ્યાં પ્રેમથી ભરેલા બે હૈયા એક બીજા સાથે જોડાઈ રહ્યા હોય ત્યાં જગત પાસે આપવાનું કાંઈ હોતું નથી. – અન્ના લેટ્ટીયા બાર્બુલ્ડ (ડેલીયા)

આવ, મારી સાથે રહે, મારો પ્રેમ તું જ છે, સોનાવર્ણી રેતી, સુંદર શ્વેત શંખ અને તેમાં જાણે અફાટ જીવન, તું જ છે – જ્હોન ડોન ( ધ બેઈટ)

ધર્મ અને ધર્માચાર્યોએ પ્રેમની ખૂબ મોટી સેવા કરી છે, તેને પાપ ગણાવીને – એન્ટોન ફ્રાન્સ ( ધ ગાર્ડન ઓફ એપીક્રસ )

પ્રેમ અને ખાંસી રોક્યા રોકાતા નથી – જ્યોર્જ હેર્બર્ટ ( જેકુલા પ્રૂડેન્ટમ )

અંતમાં તમે જેટલો આપો છો તેટલો જ પ્રેમ મેળવો છો. – બીટલ્સ (ધ એન્ડ)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત)