મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર 5
મૃત્યુને જીવનમાં ફેરવી દઉં જીંદગીએ કરી નરી બેવફાઇ, હે મૃત્યુ સાચી સમજ તું તો દેજે, નફરત ને ધિક્કારને પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે. કંઇક શબ્દોના વ્યર્થ પૃથ્થકરણે જીવનના સંબંધો બગાડ્યા, હે મૃત્યુ, તું તો સુધારી દે, આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું પરીક્ષાની આગલી રાત્રિએ જ ગણિતના અઘરા કોયડા ઉકલ્યા, તેમ મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં સ્નેહના પગરણ માંડ્યા જીંદગી ફરી મળે તો, પ્યાર વહાવી દઉં અફાટ અવકાશમાં ધિક્કારના અવકાશને સ્નેહથી ભરી દઉં, આપ ઘડી બે ઘડી, હે મૃત્યુ, હે મૃત્યુ થોડું તો થોભી જા, તું તો ના કર બેવફાઇ, તું ક્યાં જીંદગી છે? હે મૃત્યુ, તને વ્હાલ કરી લઉં નફરતને પ્યારમાં ફેરવી દઉં, મૃત્યુને જીવનમાં ફેરવી દઉં. ********************* ઈશ્વર પ્રવેશે છે, સ્નેહના આ સાગરમાં અમારા દીપ પ્રગટી ઉઠ્યા. શ્રધ્ધાના અમારા દીવડાઓમાંથી નીકળતા કિરણોમાં જોયું તો અહમના વજનથી મુક્ત એવા અમે આયાસ વિના જ તરી રહ્યા હતા એક આનંદ સાગરમાં આનંદ સાગરના આ નવા અનુભવથી રોમાંચિત થયું રોમે રોમ અને હ્રદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે વૃક્ષો રસ્તાઓ અને ગગન સાગર અને સર્વે મંદ મંદ મુસ્કુરાતા લાગ્યા એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના વિશ્વમાં અભિન્ન લાગ્યા દીપક કિરણો શ્રધ્ધા સ્નેહ સાગર અને સઘળા કદાચ એ જ દ્વાર છે જ્યાંથી ઈશ્વર પ્રવેશે છે – પી. યુ. ઠક્કર ( પ્રવીણભાઈ ઠક્કરનો જ્યારે પ્રથમ વખત આ અઠવાડીયા માં લેખ આપવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ શંકા […]