ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી 6


“એઈ સાંભળો છો?” આવું ઉદબોધન હું અવારનવાર મારા શ્રીમતીજી ના મુખે થી સાંભળું છું અને સાંભળતાજ તુંરત યાદ કરી લઉ છું કે સવારે નહાઈને મે બંને કાન બરાબર સાફ કરેલા! તદુંપરાંત મને ઝીણા ઝીણા અવાજો પણ સંભળાઇ જાય એવી તીવ્ર શ્રવણ શક્તિ મળી છે, જેના દ્વારા હું અવારનવાર લોકોની ગુસપુસો સાંભળતો હોઉં છું. આટલું સરસ રીતે સાંભળી શકતો હોવા છતાં દરરોજ “એઈ સાંભળો છો?” ના મેણા મારે સાંભળવા પડે છે. “એઈ સાંભળો છો?” ને ! બદલે જો મને મારા શ્રીમતી “એઇ દેખાય છે કે નહી?” એવું કહે તો સમજી શકું કે મારે આંખે ચશ્મા છે અને ચશ્મા વિના મને દૂરનું ઓછુ દેખાય છે, તથા”એઇ દેખાય છેકે નહી?” એવું અવારનવાર મને રસ્તામાં, સોસાયટીમાં બસમાં અને તે સીવાય પણ ઘણી જગ્યાએ ઘણી માનુનીઓ કહેતી જ હોય છે.

મને એ આજ પર્યત સમજાયું નથી કે શ્રીમતીઓ પોતાના શ્રીમાનને સ્નેહપુર્વક તેના નામથી કેમ નથી બોલાવતી. મે ઘણા વિદ્વાનોને આ બાબતે પૂછી જોયું પણ મને જાણી ને આંચકો લાગ્યો કે મારા એક મીત્ર ના શ્રીમતી મારા મીત્રને “ગુડિયાના પપ્પા! ” એવું સંબોઘન કરી બોલાવે છે, ત્યારે જ ધર્મસંકટ ઊભું થાય છે, કારણ કે એમની સોસાયટી માં કુલ મળીને સાત ગુડિયા છે.

ફક્ત આ બાબતે જ ગોરઘનો ને અન્યાય થતો હોય તેવું નથી! શ્રીમતીઓ અન્યાય તથા અત્યાચારની બીજી પણ ઘણી રીતો જાણે છે. ધર્મરાજાએ જેમ યક્ષનું રૂપ લઈ યુધીષ્ઠિરની પરીક્ષા કરેલી તે રીતે પત્નીઓ પણ પતિની કર્મનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાની અવારનવાર ચકાસણી કરે છે. બીજાની મને ખબર નથી પણ મારી આવી રીતે રોજ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના સ્વરૂપો વિશે વાત કરું તો તેમાં દાળ, શાકનો વઘાર કરવો, કચરા-પોતા કરવા, સારૂ શાક લાવી આપવું, બાળકોને તૈયાર કરી દેવા, ઘરના ખૂણે ખાચરેથી બાવા પાડી આપવા, ધોયેલા કપડાં વ્યવસ્થિત સુકવી આપવા જેવી અનેક પ્રકારની પરીક્ષા હોય છે, જે ઘણી અઘરી હોય છે સાથે તેમાં નેગેટીવ માર્કિગ હોય છે. હા, જો પાસ થવાય તો તમને બાકીની પરિક્ષાઓમાંથી એક દિવસ પૂરતી છુટ્ટી સરપાવ તરીકે મળે છે.

અવારનવાર યોજાતી આ પરીક્ષાઓથી ત્રસ્ત થઈ રસોઈ, કપડાં, બાળસંભાળ જેવી અનેક કળાઓને મે હસ્તગત કરી લીઘી છે, છતાં એક કળા મારાથી કેમેય કરીને શીખાતી નથી. એ કળા નું નામ છે “શાક લેવાની કળા” જ્યારે પણ મને કોઈ શાક લેવા જવાનું કહે ત્યારે મારૂ બ્લડપ્રેશર વધી જાય છે, પરસેવો છુટી જાય, આંખ આડે અંધારા આવવા લાગે. અને આનુ કારણ છે શાકભાજી વિશેનું અજ્ઞાન !!!

શાક માર્કેટમાં પહોંચતા જ શાકવાળા મને કૌરવોએ જેમ કુરૂક્ષેત્રમાં અભિમન્યુને ઘેરો ઘાલ્યો હતો તેમ ઘેરી વળે છે. પોતપોતાનું વધેલું ઘટેલું વીણાવામાંથી રહી ગયેલું શાક મને પધરાવવા તત્પર આવા શાકવાળાઓ જાતજાતના ચિત્ર વિચિત્ર અવાજો અને હોકારા પડકારા કરે છે કે મારૂં મન વ્યાકુળ અને અધીરું થઈ જાય છે અને તેનો એ લોકો લાભ ઉઠાવે છે. મારા શ્રીમતીજીએ મને આ પરિસ્થિતિમાંથી બચાવવા મને શાકભાજી ખરીદવા વિશેનું કેટલુંક પાયાનું જ્ઞાન આપ્યું જેમ કે કાંટાવાળા રીંગણા સારા હોય છે, બટાકા જેમ નાના તેમ સારા, દૂધી પર નખ ઘસવાથી તાજી હોવાની ખાત્રી થાય છે, ભીંડાની પૂંછડી તૂટી જાય તો સારા હોય વગેરે.

આ જ્ઞાનને દિવ્યાસ્ત્રો સમજીને કોન્ફીડન્સ લેવલ ખૂબ વધવાથી ફરી એક વખત શાક માર્કેટ તરફ પ્રયાણ કર્યું. અને શાકની ખરીદી કરેલી પણ ઘરે પાછો આવતાજ મારું સ્વાગત ઠપકા અને ગુસ્સાથી કરવામાં આવ્યું કારણકે હું અમારી સોસાયટી આખીને એક અઠવાડીયું ચાલે એટલું શાક લઈ આવ્યો હતો. કાંટા વાળા રીંગણાં માં કાણાં હતા જે મેં જોયા જ ન હતાં, બટેટા નાના એટલાં સારા પણ હું તો છોકરાવ માટે લખોટી જેવડા બટેટા લાવ્યો હતો. મારા વિશાળ પંજાના મોટા મોટા નખ મારીને ચકાસેલી દુધીને જ્યારે મારી પત્નીએ નખ લગાવી જોયો તો ઘસરકો પણ ન થયો, એ દિવસે મારે ફરજીયાત ઉપવાસ થયેલો.

મારા આ પરાક્રમને જોવા આસપાસની બે ચાર સ્ત્રિઓ આવી ગઈ અને મારી ઠેકડી ઉડાડી ગઈ, પાછળથી મને જાણવા મળેલું કે તેમના ગોરધનોએ જ્યારે આવું પરાક્રમ કરેલું ત્યારે મારી પત્ની પણ તેમની ઠેકડી ઉડાડી આવી હતી. હું આના પરથી એ સમજ્યો કે સ્ત્રિઓ પ્રતિશોધ લેવાનું ચૂકતી નથી. શાકભાજી જોવા આવેલા બે ત્રણ વડીલોએ કહેલું કે ભીંડા અને દૂધી ઘરડા હતા એટલે સારા ન કહેવાય, આમ શાકભાજીને ય યુવાની અને વૃધ્ધાવસ્થા હોય છે એ મને ત્યારે જ ખબર પડેલી.

બોધપાઠથી પ્રેરણા લઈને તથા હાર્યો જુગારી બમણું રકે તેમ હું ફરીથી એક વખત શાક માર્કેટ ગયો હતો, અને ઘરે આવી કેસરી સિંહની જેમ ગર્જના કરી કે આજે માર્કેટમાં બધું યુવાન મળ્યું. મારી પત્નીને ઉંધુ સમજાયું હોય કે કેમ પણ રસોડામાંથી વેલણનો છુટ્ટો ઘા થયો હતો અને મેં ચૂકવી દીધો તો તે મારા સાસુ જે ઘરમાં હજી આવી જ રહ્યા હતા તેમને મળ્યો હતો. અને પરીણામે મારે પછીથી સાવરણી પ્રહારો ઝીલવા પડેલા. અને મારા સસરા તેમની પત્નીને વેલણ વાગવાથી મૂછમાં મલકી રહ્યાં હતાં. ત્યારથી એક શાંતી થઈ ગઈ છે, મારે શાક લેવા નથી જવું પડતું.

 – વિકાસભાઈ બેલાણી

( અધ્યારૂ નું જગત બ્લોગ પર ઘણી વખત જેમની કલમનો લાભ મળ્યો છે તેવા મારા સહકાર્યકર મિત્ર શ્રી વિકાસભાઈ બેલાણીનો આ લેખ અધ્યારૂ નું જગતને આપવા બદલ આભાર માનવા જેટલી ઔપચારીકતા હવે અમારી વચ્ચે રહી નથી, છતાં પણ આ હાસ્ય અઠવાડીયાના અંતિમ દિવસે તેમનો લેખ મૂકતા અત્યંત હર્ષની લાગણી થાય છે. તેમનો સાથ અને સહકાર આમ જ મળ્યા કરશે તેવી અપેક્ષા સતત રહેશે. )


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી

  • dhavalrajgeera

    As a Bloger one can leave a note of thanks where they find the topic or E Mail received!
    Do not find the creator.
    It is hard to find and you will kill your time.
    Read the same…..Story of Gujarat Valentine’s Day: In Hayadarbar too!

  • Vinod Patel

    Very humorous article. The word velan in the last paragraph reminds me the story of Valentine’s day which I received in my e-mail without writer name. Valentine’s day is around the corner-February 14. I take libery to paste here.

    Story of Gujarat Valentine’s Day:
    In spite of what you have been told by everyone, the truth is that Valentine’s Day originated hundreds of years ago, in India, and to top it all, in Gujarat!!

    It is a well known fact that Gujarati men, specially the Patels, continually mistreat and disrespect their wives (Patelianis). One fine day, it happened to be the 14th day of February, one brave Pateliani, having had enough “torture” by her husband, finally chose to rebel by beating him up with a Velan (rolling pin).
    Yes….the same Velan which she used daily, to make chapattis for him….only this time, instead of the dough, it was the husband who was flattened.
    This was a momentous occasion for all Gujarati women and a revolt soon spread, like wild fire, with thousands of housewives beating up their husbands with the Velan.
    There was an outburst of moaning “chapatti-ed” husbands all over Anand and Amdavad. The Patel men-folk quickly learnt their lesson and started to behave more respectfully with their Patelianis.
    Thereafter, on 14th February, every year, the womenfolk of Gujarat would beat up their husbands, to commemorate that eventful day.The wives having the satisfaction of beating up their husbands with the Velan and the men having the supreme joy of submitting to the will of the women they loved.
    > Soon The Gujju men realised that in order to avoid this ordeal they need to present gifts to their wives….they brought flowers and sweetmeats. Hence the tradition began.
    As Gujarat fell under the influence of Western culture, that day was called ‘ Velan time ‘ day.
    The ritual soon spread to Britain and many other Western countries, specifically, the catch words ‘ Velan time ! Of course in their foreign tongues, it was first anglisised to ‘Velantime’ and then to ‘Valentine’.
    And thereafter, 14th of February, came to be known as Valentine’s Day!

    Vinod Patel, USA