પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ


save vulture save nature

ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ દિવસ પશુ કે પંખીનો શિકાર કરતું નથી. ગીધ માત્ર અને માત્ર મરેલા જાનવરને જ ખાય છે. અને આવી રીતે પ્રકૃતિ અથવા ઈશ્વર ગીધ દ્વારા જાનવરોના મૃતદેહનો નિકાલ કરે છે.

દસ થી બાર ગીધો નું ટોળું એક મરેલી ભેંસના મૃતદેહને જોતજોતામાં પોતાના આહાર સ્વરૂપે પૂરૂં કરી દે છે. જો ગીધ ન હોય તો એક ભેંસના મૃતદેહને કોહવાઈ અને માટીમાં ભળતાં, (તેનું સંપૂર્ણપણે વિધટન થતાં) કેટલોય સમય લાગે. જો ગીધ ન હોય તો ….. તો આપણી ચારે બાજુ મરેલા અસંખ્ય જાનવર જોવા મળે, અને આ મૃતદેહો કોહવાય ત્યારે તેમાં અસંખ્ય જિવાણુંઓ અને વિષાણુંઓ પેદા થાય જે મનુષ્યને ખૂબ જ હાનિકારક છે.

કુદરતી આપતો જેવી કે પૂર, ધરતીકંપ વગેરે દરમ્યાન અસંખ્ય પ્રાણીઓના મૃતદેહોનો જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળે. આપણી આજુબાજુ આવા ઘણાં કારણો અને કુદરતની આહાર શૃંખલા ખોરવાવાનાં કારણથી હવે એવા ઘણાંય નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે જેનાં નામ પણ આપણે સાંભળ્યા ન હોય.

આમ ગીધ એ પ્રકૃતિના પરીસરતંત્રનો ખૂબ અગત્યનો ભાગ છે.

તે પ્રકૃતિનો સફાઈ કામદાર છે.

અને માનવ જીવન માટે આશિર્વાદ છે.

આ ગીધોને બચાવવા એ આપણી ફરજ પણ છે અને સ્વાર્થ પણ.

ગુજરાત સરકારના વન વિભાગ તથા પક્ષી સંરક્ષણ મંડળ (BCSG) તરફથી વલ્ચર સેલના માર્ગદર્શન હેઠળ, નેચર ક્લબ, મહુવા દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આપણે સૌ સાથે મળી ગીધના રક્ષણ અને પ્રકૃતિના પરીસરતંત્રને બચાવવા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરીશું.

આ પ્રસંગે સર્વે પર્યાવરણપ્રેમી મિત્રોને આવવા હાર્દિક આમંત્રણ છે.

તારીખ – ૧૬-૧૧-૨૦૦૮, રવિવાર, સમય ૩.૦૦ થી ૬.૦૦

સ્થળ – પ્રસાદ આંખ ની હોસ્પીટલ, પટેલ બોર્ડિંગ પાસે, કુબેર બાગ , મહુવા.

 – વિપુલભાઈ લહેરી, રાજુલા નેચર ક્લબ, રાજુલા


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ

  • RAMESH K. MEHTA

    SAVE VALURE-SAVE NATURE

    VALURES ARE FRIEND OF EVERY HUMAN BEING AND NATURE.THEY ARE HELPING HAND OF ALL HUMAN BEING. WE MUST CREAT GOOD ATMOSPHERE FOR THEM,TO GROW MORE STREE TO STEY. TO MAKE FOOD AND WATER ARRAGEMENT.

    BEST OF LUCK TO NATURE CLUB