નામ તારું – સૈફ પાલનપુરી


કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો.
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન
મારા પગ થંભી ગયા
તું નજર સામે હતી
સાડીનો પણ એ જ રંગ
એ જ આંખો
એ જ એ મતવાલી ચાલ
એ જ છલકાતી જવાની
એ જ છલકાતો પ્રણય
આટલા વર્ષો પછી.

તારામાંથી કાંઈ ઓછું થઈ શક્યું નો’તું અને
એ ભર્યા વિસ્તારમાં
કોઈની પરવા વગર
મેં તો સંબોધન કર્યું
નામ તારું હોઠ પર આવી ગયું
ઊંઘ ખંખેરીને જાણે સ્વપ્ન ખુદ જાગી ગયું.

– સૈફ પાલનપુરી


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “નામ તારું – સૈફ પાલનપુરી