શ્રી રામ સ્તુતિ


બીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિ એ એક રજા રહી ગઈ છે, કેટલીક ચેનલો માટે ગાંધીજીના ફિલ્મો બતાવવાનો અવસર અને કેટલાક રાજકારણીઓ માટે રાજઘાટ જઈ ફૂલ ચડાવી ગાંધીને યાદ કર્યાનો સંતોષ. પોરબંદરમાં મારો જન્મ થયો છે અને તે જ ગામના મારા ઘરથી બે કીલોમીટર દૂર આવેલા કીર્તીમંદિરના એ નાનકડા ઓરડામાં જન્મેલી વિભૂતિએ તો આખા જગતની, વિચારસરણીની અને ભારતવર્ષની સીકલ ફેરવી નાખી.

બીજી ઓક્ટોબરે રોજીંદી નોકરી, ડ્યૂટી માં રજા હોવાથી મહુવામાં શ્રી મોરારીબાપુના રામકથા અંતર્ગત ચાલી રહેલ માનસ નવરાત્રીનો લાભ લીધો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને એ સત્સંગનો જ પ્રતાપ છે આજની આ પ્રાર્થના, જે હવે હું નથી ગાતો, મારું હૈયું ગાય છે….મારી આ એક દિવસની કથા શ્રવણની વિગતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે અહીં માણી શક્શો. આજે પ્રસ્તુત છે પ્રભુ શ્રી રામની આ પ્રાર્થના.

લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્

કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।।

મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્

વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।।

રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।।

મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી ।

જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી ।

તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।।

મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।।

પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન ।

જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।।

કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન ।

જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “શ્રી રામ સ્તુતિ