જિંદગી પણ કેવી કમાલ છે !
પહેલાં
આંસુ આવતા ને બા યાદ આવતી
ને આજે
બા યાદ આવે
ને આંસુ આવી જાય છે – રમેશ જોષી
*****
રાત થયે આ બારીમાં જે છાની છાની
તારલીયાની
પાંપણ જોઈ સજળ
એ તમે નહીં તો કોણ
– હસિત બૂચ
*****
કવિનું કામ મનુષ્યના આત્માનો ઉધ્ધાર કરવાનું નથી
પણ તેને ઉધ્ધારને પાત્ર બનાવવાનું છે
– જેમ્સ ફ્લેચર
*****
તંત્રીયે આપણે અને ખબરપત્રી પણ આપણે, કવિ યે થવું પડે અને સમાલોચક પણ
આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કુરડું ઉભું કરવાની કળા!
– ઝવેરચંદ મેઘાણી
*****
જિંદગીમાં બે કરૂણતા આવે છે
એક તો પોતે જેને ઝંખતા હોઈએ તે ન મ્ળે તે
અને બીજી એ સાંપડી જાય તે…
*****
જુઓ મસ્જીદ મિનારે એ ઝલક આફતાબની આવી
પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી
અમારી રાત થઈ પૂરી – નાથાલાલ દવે
*****
કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા છે, કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપી કોઈની પાસે કરાવવું અથવા એ કરવાની મનાઈ પોતાના બાળકોને ફરમાવવી
*****
આ મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’,
શાયર છું, પાળીયાને બેઠા કરી શકું છું !
*****
And Last but not the least
Bliss was it in that dawn to the alive
But to be young was very heaven ! – Wordsworth