માતૃભાષા નું મહત્વ – ગાંધીજી 8


(બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું)

જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો.

મો. ક. ગાંધી


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “માતૃભાષા નું મહત્વ – ગાંધીજી

  • mansoor n nathani

    AA GANDHIJINO PATRA VAANCHI MANE PAN GUJARATI BHASHA PRATYE VAHAL UBHARAYU ANE HAVETHI HU BHALE ENGLISH WORDS HOY PAN LANGUAGE GUJARATI J VAPARVANO PRAYATNA KARISH.

    APANI MATRUBHASHA NU MAHTVA ANE GARVA TO MANE PAN CHHE. PARANTU MANE GUJARATI TYPING AVADATU NATHI . BIJU KOI KARAN NATHI.

  • Whyunjha

    બહુજ ઉપયોગી વાત કરી હતી ગાંધીજીએ. ભારતના મોટાભાગના રાજ્યોના બે વ્યક્તિ મળશે ત્યારે તેમની માતૃભાષા (રાજયભાષા)માં વાત કરશે પણ બે ગુજરાતી ભેગા થશે તો એકબીજા પર અંગ્રેજી પછાડશે (અંગ્રેજીમાં નબળા હોવાની લઘુતાગ્રંથી ઢાંકવા!)

    અને આપણી ગુજરાતી લિપિ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાવાળાઓને (SVK, ઉંઝાજોડણી વાળાઓને) કેવી ભયંકર કલમ લાગુ પાડતે ગાંધીજી. વિધિની વિચિત્રતા તો જુઓ, આ બધા SVK કરવાવાળા પાછા એમની જાતને ગાંધીજીના ચેલાઓમાં ખપાવે છે.