Daily Archives: August 5, 2008


જંગલ સફારી – ગીરના યાત્રાધામ 7

આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So ….. દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા. ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા […]