ક્યાં હતી ખબર…


દેખાય આખી દુનીયા મને તમારી આંખોમાં
કોને ખબર હતી ચિતરાવ્યો છે પૃથ્વીનો ગોળો
તમારા કોન્ટેક લેન્સ માં

જીવું છું સદાય રાખી તમારી તસ્વીર મારા દિલ માં
ક્યાં હતી ખબર નાખી દીધો છે કુચ્ચો વાળી મારા દિલનો
કચરાપેટી માં

વખાણતો રહ્યો તમારા મુખને કહી ચંદ્રમાં
ક્યાં હતી ખબર છુપાવ્યો છે કાળમીંઢ પથ્થર
મેક અપના લપેડા માં

લખી નાખતો તમારા હુસ્ન પર ગઝલ પળવારમાં
ક્યાં હતી ખબર નથી રહેવા દીધો અમારા નામ નો એક અક્ષર
તમારી નંબર પ્લેટમાં

તમારી સાથે વિતાવવો હતો આ વેલેન્ટાઈન ડે
ક્યાં હતી ખબર તમે ભર્યો છે મેળો વેલેન્ટાઈનનો
ગર્લ્સ હોસ્ટેલના પટાંગણમાં

સાચુ કહું તો રહી ગયો તારા તોડી લાવવાની વાત માં
ક્યાં હતી ખબર આવ્યો છે જમાનો ખવડાવવાનો
આઈસ્ક્રીમ ડેરીડેનમાં

બેસવુ હતુ સાથે હાથ માં લઈ હાથ લગ્નમંડપમાં
ક્યાં હતી ખબર તમને તો છે ફક્ત રસ જોવામાં
પીક્ચર ચંદન મલ્ટીપ્લેક્સમાં

રહ્યો આખી જીંદગી તમારા પ્રેમના ભ્રમમાં
ક્યાં હતી ખબર ગોઠવ્યો છે તમારા લીસ્ટમાં
મને છેલ્લા ક્રમમાં

સાથે તમારી જીવન વિતાવવુ એ સપનું રહી ગયું
ક્યાં હતી ખબર તમે તો રાખ્યા છે કાંઈ કેટલાયને
તમારા પ્રેમના ભ્રમમાં

– અજ્ઞાત

આપનો પ્રતિભાવ આપો....