પ્રેમનું પ્રશ્નપત્ર


You and me

નોંધ  –  આ પ્રશ્નપત્ર ના બધા પ્રશ્નોના ઉતર આપવા ફરજીયાત છે

___________________________________________________

મારા હાથ માં તમારો હાથ પરોવો અને વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. 

આમતો તમે પણ મને ચોરી ચોરી જુઓ છો….ખરુંને? ફક્ત હા કે ના માં ઉતર આપો 

પ્રેમ માં મંઝીલો મળવી કાંઈ સરળ નથી, પણ સાચા પ્રેમી કદી હારતા નથી…….સાચુ  ખોટુ   યોગ્ય જવાબ ટીક કરો 

તમારો પ્રેમ _____ મારો પ્રેમ…..    >     <    કે    =   માં થી યોગ્ય નિશાની પસંદ કરો

જોડકા જોડો

આપણો પ્રેમ                    જીવન

તમે અને હું                      શરીર અને આત્મા

મારી ખુશી                       તમારૂ સ્મિત

મારી તમન્ના                   તમારી ખુશી                   

તમે મને કેમ પ્રેમ કરો છો? ટૂંકાણમાં જવાબ આપો 

પ્રેમના જગતમાં ૨-૧=૦ સાચું કે ખોટું? 

કારણ આપો

તમે મને ગમો છો…….કારણ કે …

આપણે જીવનભર સાથે રહેવુ જોઈએ ……કારણ કે…

સૂચવ્યા પ્રમાણે કરો

આ કાગળ પર મારું નામ લખો…..જો મને પ્રેમ કરતા હોય તો તેને ચૂમો નહીંતો છેકી નાખો.

 

તમારા થી મારા સુધીની સફર ક્યાંક જીવનની સૌથી લાંબી સફર ના થઈ જાય…વાક્યનો મર્મ સમજાવો.

________________________________________________________

આ પ્રશ્નપત્ર મારા જીવનનું નિર્ણાયક પાસુ છે. અને એ ભરવા અને તમારી મારા પ્રત્યેની લાગણી બતાવવા હું તમને ……………..જીવનભરનો સમય આપું છું
તમારા સાચા જવાબો મને પાસ કરશે અને એક પણ ખોટો જવાબ …….
એ તો શક્ય જ નથી કે તમે ખોટો જવાબ આપો.

 જીગ્નૅશ અધ્યારુ. (Jignesh L Adhyaru)

આપનો પ્રતિભાવ આપો....