સબંધ – પિયુષ આશાપુરી 1


એક અધુરી કથાને આપણે અંજામ દઈએ,
સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ.

ચાલ પથ્થરની ઠોકર એટલે એક ઘાત ટળી,
પણ આ ફુલોની ઠોકરને શું નામ દઈએ.

સમય આવે તો એ ખપ જરુર લાગશે,
લટકતી તો લટકતી સૌને સલામ દઈએ.

આંગળી સૌ કોઈની તારી તરફ ઉઠશે ,
અમારી કલ્પનાને પણ જો અમે નીલું નામ દઈઍ.

નામથી વિપરીત વધારે ગુણ મળ્યા માણસમાં
શું ખોટું છે જો “નારાજ ” ઉપનામ દઈએ.

-Piyush Ashapuri


આપનો પ્રતિભાવ આપો....

One thought on “સબંધ – પિયુષ આશાપુરી