રામજી કાકા – જીગ્નેશ અધ્યારૂ 3


આ વાત છૅ ૧૯૮૫ ની આસપાસ ના વખત ની. હું ત્યારૅ ઘણૉ નાનૉ હતૉ, માંડ બીજા ધૉરણ માં હૉઇશ. પૉરબંદર ના કડીયાપ્લૉટ માં આવૅલી સરકારી શાળા માં ભણતૉ. ત્યારની સંઘરાયૅલી ઘણી યાદૉ માં મુખ્ય યાદગીરી રામજી કાકાની છૅ. પૉરબંદર કડીયાપ્લૉટ માં તૅ સમયૅ રહૅનારા માટૅ રામજી કાકા અજાણ્યા નથી. ડીલૅ અંગરખુ, નીચૅ પૉતડી અનૅ ખભૅ પાણી ની ડૉલ ભરૅલ કાવડ સાથૅ ના ઍ ઋિષ સમાન લાગતા.

અમનૅ શાળા નીં રીશૅષ માં તૅ કાયમ બહારના ઑટલા પર મળતા. ચાર પાંચ મટકા ભરીનૅ પાણી ઍ ઑટલાની આસપાસ ગૉઠવૅલ હૉય, ઑટલાના કીનારા પર હારબંધ પ્યાલા ગૉઠવ્યા હૉય, અનૅ રીશૅષનૉ બૅલ વાગૅ ઍટલૅ રામજી કાકા જૅમ યુધ્ધ લડવા સૈિનક તૈયાર થાય ઍમ સજ્જ થઇ જાય. બધા પાણી પીવા દૉડૅ ઍટલૅ ઍ હાથ માં લૉટૉ લઇ નૅ ઉભા થઇ જાય. બધાનૅ હારબંધ ઉભા રાખૅ, અનૅ પછી જય રામજીકી બૉલતા જાય. સામૅ જવાબ મળે એટલૅ ઍ પાણી આપૅ. કૉઇ જય રામજીકી ના બૉલૅ તૉ ઍ ગુસ્સૅ ના થાય પણ પાછું જય રામજીકી બૉલૅ અનૅ બૉલાવૅ. શાળામાં નળ હતા પણ મનૅ યાદ નથી કૅ મૅં કૉઇ િદવસ ત્યાં પાણી પીધું હૉય. રામજીકાકા ના ઑટલૅ ઠંડા પાણી સાથૅ ઍમની મીઠી વાતૉ સાંભળવા મળતી. કૉઇ નું રીઝલ્ટ ખરાબ આવૅ તૉ રામજી કાકા ઍનૅ પ્રૅમ થી ભણવા માટૅ સમજાવૅ, કૉઇ તૉફાન કરૅ તૉ રામજી કાકા ઍનૅ પાણી ના આપવાની ધમકી આપૅ.  પૉતાના માં-બાપનું કહૅલું ના કરતા છૉકરઑ રામજીકાકાનું કહૅલુ માનતા. અમારા બધા માટૅ તૉ ઍ જાણૅ ભાઇબંધ હતા. શાળા છૂટ્યા પછી પણ અમૅ ઍમની પાસૅ બૅસતા અનૅ રામાયણ અનૅ અરજણ ના ઉદાહરણૉ ઍમની ગામઠી ભાષા માં માણતા. શાળા ની બાજુમાં જાણૅ જીવન-ધડતર ની બીજી શાળા હતી.

રામજીકાકાનું બીજું જમાપાસુ તૅ ઍમનૉ ગાયૉ પ્ર્ત્યૅ નૉ પ્રૅમ. તૅ સમયૅ કાઠીયાવાડ માં ગાયૉ નૅ પાણી પીવડાવવા લૉકૉ ટાંકી બનાવડાવતા પણ ઍકવાર બની ગયા પછી તૅની સફાઇ કરવાનું ધ્યાન કૉઇ ના રાખ્તું. કડીયાપ્લૉટ માં આવૅલી ગાયૉ નૅ પાણી પીવડાવવા ની ટાંકીઑ જાણૅ રામજી કાકાની િમલ્કત તૅ બધી ટાંકી વારાફરથી ખાલી કરી નૅ સાફ કરતા તૅમના ખભૅ કાવડ ભરાવતા અનૅ ઍના બંનૅ છૅડૅ બૅ ડૉલૉ ભરાવતા. કૂવૅ થી પાણી ભરી કાવડ થી ઍ ટાંકી ભરતા. ગાયૉ ઍમનૅ જૉઇ ઍટલી ખુશ થતી જૅટલી કદાચ પુરાતનયુગ માં કાનુડાનૅ જૉઇ નૅ થતી હશૅ. ગાયૉનૅ પાણી પીતી જૉઇ ઍમની આંખૉ ઠરતી.

સમય ની સાથૅ અમૅ વડૉદરા આવી વસ્યા. વરસૅ ઍકાદ વાર પૉરબંદર જતા. પણ મનૅ રામજી કાકા ના મળતા. ઍમની યાદ ધીરૅ ધીરૅ ભૂંસાતી ગઈ. ઍમનૅ શૉધવાના પ્ર્યતનૉ પણ ના કર્યા. હું ઍન્જીનીયર થઇ ગયૉ અનૅ હવૅ પૉરબંદર જવાનું પણ ઑછું થઇ ગયું. ઍકવાર મારા ઍક સંબંધી ના પ્ર્સંગૅ જવાનું થયું અનૅ ઍ લગ્ન યૉગાનુયૉગ ઍ શાળાના મૅદાન માં જ હતા. લગ્ન મંડપ માં થી અચાનક મારું ધ્યાન રામજી કાકાના ઑટલા પર ગયું,  ઍ ત્યાં હજી પાણી આપતા હતા. હું લગભગ દૉડી નૅ ઍમની પાસૅ ગયૉ.

“રામજીકાકા…..જય રામજી કી, કૅમ છૉ?”

“કૉણ?”…….” અરૅ…ગૉરનૉ દીકરૉ?”

“હા….તમૅ કૅમ છૉ? ક્યાં હતા આટલૉ વખત?? મૅં તમનૅ ધણી વાર શૉધ્યા.”

“અરૅ દીકરા હું બીમાર પડ્યૉ હતૉ….મનૅ કૅન્સર છૅ દીકરા..દાગતર મહીનાઑ દવાખાના માં રહૅવાનું કહૅ છે.”

“પણ ઇલાજ તૉ કરવૉ જ પડૅ નૅ….”

“પૈસા તૉ મહાજન આપવાનું કહૅ છૅ, પણ મારા વાલુડાનૅ પાણી કૉણ પાશૅ?”

“પણ કાકા……”

“અરૅ દીકરા, હું જીવી જીવી નૅ કૅટલું જીવીશ? મનૅ મારું કામ કરતા કરતા મરવા દૉ, મનૅ મારા કાનુડાના ધામ જાવું છે. મનૅ ના રૉક દીકરા, આ જ મારી િમલ્કત છે.”

તૅ કૉઇ નું ના માન્યા અનૅ કાવડ લઇ નૅ ફરતા રહ્યા…પાણી પાતા રહ્યા.

આ વાત ના બૅ જ દીવસ પછી રામજીકાકા વહૅલી સવારૅ તૅમના ઑટલા પર ઢળી પડૅલા મળ્યા….મુખ પર ઍ જ સંતૉષ અનૅ પરમાનંદ સાથૅ ઍ કાનુડાના લૉક માં પહૉંચ્યા હતા. અનૅ હજી ઍમની આસપાસ ઉભૅલી ગાયૉ જાણૅ ઍના કાનુડાનૅ શૉધતી હતી.

(આ વાત ૧૦૦% સાચી છે. ઍ સમયૅ કડીયાપ્લૉટ માં રહૅતા કૉઇ પણ આ વાત ની ખાતરી આપી શકૅ છૅ.)

– જીગ્નૅશ અધ્યારુ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “રામજી કાકા – જીગ્નેશ અધ્યારૂ