સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કિસન સોસા


1 comment
શ્રી કિસન સોસા આપણા જાણીતા અને સિદ્ધહસ્ત ગઝલકાર છે. તેમના અનેક પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં અનસ્ત સૂર્ય (૧૯૮૫), અનૌરસ સૂર્ય (૧૯૯૧), સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ (૧૯૯૨), અનાશ્રિત સૂર્ય (૧૯૯૭), છબ છબ પતંગીયું ન્હાય (૧૯૯૯), સહરા (૧૯૭૭) અડધો સૂર્ય (૧૯૯૭) વગેરે મુખ્ય છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર ગઝલો. આશા છે ગઝલરચનાની સમગ્ર પ્રક્રિયા ચાલો ગઝલ શીખીએ... શ્રેણી મારફત વિગતે શીખ્યા પછી આ ગઝલ નવોદિત ગઝલકારો માટે સીમાસ્તંભ બની રહેશે.

બે ગઝલરચનાઓ – કિસન સોસા


એવા વળાંક પર હવે ઉભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી હું શ્વેત શ્વેત કાંઈ સ્વપ્ને લચી શકું અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું અહીંથી જવાય ક્ષણ તરફ, અહીથી સદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. કિસન સોસા (‘કંકાવટી માસિક’, ૧૯૭૫)

ખંડિત સ્વપ્નના અવશેષ – કિસન સોસા