Daily Archives: December 20, 2014


સર્વોચ્ચ રહસ્ય (અધ્યાત્મ કથા) – ભાણદેવજી 3

એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે હજારો વર્ષથી આ સૃષ્ટિ પર જ્ઞાનની અપરંપાર વૃદ્ધિ થઈ છે. આ સર્વ જ્ઞાનની જાળવણી થવી જોઈએ. સર્વ જ્ઞાન ગ્રંથસ્થ થવું જોઈએ. રાજાએ પંડિતોની સભા ભરી અને પંડિતોને આદેશ આપ્યો – “સૃષ્ટિના સર્વજ્ઞાનને ગ્રંથસ્થ કરો”
પંડિતોને એક મોટો સમૂહ કામે લાગી ગયો. વર્ષૉની મહેનત પછી એક મોટી ગ્રંથમાળા તૈયાર થઈ, પંડિતોએ આ ગ્રંથમાળા રાજાની સમક્ષ રજૂ કરી.
રાજાએ આ વિશાળ ગ્રંથસમૂહ જોયો. આ ગ્રંથમાળા તો ખૂબ સરસ બની હતી, પરંતુ તે વિશાળકાય હતી. રાજાએ પંડિતોને કહ્યું – “અરે! આ તો અતિ વિશાળ ગ્રંથમાળા છે. આટલો મોટો ગ્રંથસમૂહ કોણ વાંચી શકે? ??