દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક 21 comments


આ દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે?

વ્હાલના વિશાળ દરીયામાંથી
સમજણની સરિતા કેમ થઈ જતી હશે?
આ દીકરીઓ મોટી…

મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું,
તો ક્યારેય તમને નહી છોડું શીદને કહેતી હશે?
આ દીકરીઓ મોટી…

હમણાં તો ચોકલેટ માટે એને લડતો,
ને આજ દવા માંટે કેમ મને ખખડાવતી હશે?
આ દીકરીઓ મોટી…

આમ જુઓ તો મારી જ છે એ સુંગધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાઇ જતી હશે?
આ દીકરીઓ મોટી…

મારા મતે તો એ સાવ ગાંડી ને ઘેલી,
તોય વગર કહે સઘળું સમજી કેમ જતી હશે?
આ દીકરીઓ મોટી…

– હાર્દિક યાજ્ઞિક

અમેરીકાની સફરે પોતાના સ્વર અને કૌશલનો પરિચય આપી રહેલા હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમનો ચમત્કાર અક્ષરનાદના વાંચકો માટે પરિચિત જ છે. આજે તેમની એક વધુ રચના અહીં પ્રસ્તુત છે. દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે એ પ્રશ્ન સાથે ઉપસ્થિત થયેલ હાર્દિકભાઈની આ પદ્ય રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે. દીકરીની વિવિધ વાતોને, તેના દ્વારા લેવાતી કાળજીને, તેના નિઃસ્વાર્થ પ્રેમને અને અંતે પારકા ઘરે તેની વિદાયને – આ બધી વાતોને અહીં તેઓ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આમાં કોઈ ઉપદેશની વાત નથી, સહજ ઘટનાઓની, જીવનની અને સંબંધોની જરૂરતોની વાત છે. રચના ખૂબ જ સરસ અને સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


21 thoughts on “દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક

 • Kalidas V. Patel { Vagosana }

  દીકરી વહાલનો દરિયો… સમજણનો સમુંદર … પ્રેમનો પ્યાલો. સમર્પણનું જીવતું જાગતું ઉદાહરણ. બસ દીકરી એટલે દીકરી જ !
  આ બધુ જ યાદ કરાવી દીધું, હાર્દિકભાઈ આપે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Nina Vaidya

  દીકરીનુ મન મા માટે માઈક્રોસ્કોપિક હોય છે. માના સમગ્ર અસ્તિત્વમા ક્યાય પણ નાનકડી પણ ખલેલ પડે તો દીકરીના મનનુ માઈક્રોસ્કોપ તરતજ પકડી પાડે છે.

 • Kishor

  I can’t understand why god has created a Daughter? If created then, why has he made her so lovable? A Daughter is not only an ocean of love but also a piece of the heart for her parents. I can’t ever think of her leaving after her marriage. The thought of her parting makes me cry…….
  My Little chutki is just 5 years old but whenever I see the “Bidai” of a bride in serial or film my eyes get wet…..
  Let me stop here otherwise I can’t stop my tears…….

 • Rajul Shah

  દિકરી માટે તો એટલુ કહેવાય એટલુ ઓછુ પડે એમ છે.પણ અહીં વ્યક્ત થયેલી લાગણી તો કદાચ દરેક માતા- પિતાને સ્પર્શી જ જશે.

 • Pradip

  Very Well Said Hardikbhai,

  Things about a DAUGHTER is UNLIMITED.

  U really never know your daughter has grown beyong your imagination.

  However I have no daughter (I feel unlucky about it), but it is very true about a DAUGHTER.

  Thanks for sharing this with all of us.

 • Nishal Mistry

  હાર્દિક ભાઈ, તમે તો મારિ આખ મા પાણિ લાવિ દિધુ… મારિ દિકરિ ફક્ત ૩ વર્શ નિ છે.. પરન્તુ એના વિદાય નિ વાત ફક્ત થિ હુ ઉદાસ થઇ ગયો… સાચેજ દિકરિ ઓ તો વહલ નો દરિયો છે… thank you for sharing this…..

Comments are closed.