આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (1)- જીગ્નેશ અધ્યારૂ 17


કોમ્પ્યુટરનું વિશ્વ એક કદી ન પૂરી થનારી શોધનું વિશ્વ છે. ગમે તેટલું નવું શોધાય કે ગમે તેટલું આજે ઉપયોગની બહાર થઇ જાય, વિકાસ અટકતો નથી, અને એટલેજ જે આજે આપણા માટે નવું છે તે આવતી કાલે જૂનું અને પરમદિવસે વપરાશની બહાર થઇ જવાનું છે. ઘણી વખત આપણા કોમ્પ્યુટરના સામાન્ય વપરાશમાં આવતા નાના મોટા સોફ્ટવેર વિશે, તેમાં ઉમેરાયેલી નવી સગવડો વિશે કે તેના વિકલ્પ રૂપે ઉપસેલા કે અન્ય ઓપનસોર્સ સોફ્ટવેર વિશે આપણે વિચારતા કે શોધતા નથી. કોમ્પ્યુટરનો ઓફીસમાં વપરાશ કરતા લોકો સિવાયનાને સગવડતા વધારવા વિકસેલી ઘણી બાબતો વિશે માહીતી હોતી નથી.

આ કારણથી અને કેટલાક ખૂબ પ્રખ્યાત સોફ્ટવેર વિશે જાણકારી આપવા – લેવા આ લેખ તૈયાર કર્યો છે. તેના વિકલ્પો વિશે અને તેમાંથી ઉત્તમ કયો વિકલ્પ છે એ વિશે ચર્ચા કરવાનો વિચાર છે. શરૂઆત મારા પસંદગીની કેટલાક ઉપયોગી સુવિધાઓ વિશે.

ઇન્ટરનેટ બ્રાઉઝર

firefoxlogoસામાન્ય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સૌથી વધુ વાપરે છે માઇક્રોસોફ્ટની ઓફીસ સાથે આવતું ઇન્ટરનેટ એક્સ્પ્લોરર  (IE). જો કે સામાન્ય વપરાશકર્તાથી થોડીક વધુ જાણકારી ધરાવતો વર્ગ મોટેભાગે IE ને હવે અવગણે છે. બીજા નંબરે સૌથી પ્રખ્યાત બ્રાઉઝર છે મોઝીલા ફાયરફોક્સ. ક્રિએટીવ કોમ ન્સ પરવાનગી સાથે ફ્રી ડાઉનલોડ કરી શકાતું આ બ્રાઉઝર પ્રખ્યાત છે તેની Add On (સગવડતા વધારવા ઉમેરી શકાતી સુવિધાઓ) ને લીધે. સાથે IE કરતા તેમાં તકલીફો પણ ઓછી આવે છે. અને તેનું ગુજરાતી રૂપાંતરણ પણ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે.

ફાયરફોક્સ પછી ત્રીજું ઉપયોગી સાધન છે ગૂગલ ક્રોમ. હું બંને બ્રાઉઝર (ફાયરફોક્સ અને ક્રોમ) વાપરું છું. અને મારા મતે ફાયરફોક્સ વપરાશકર્તા માટે વધુ સગવડભર્યું અને ઝડપી છે. તો તે ઘણી વખત આપોઆપ ક્રેશ પણ થઇ જાય છે. સામે ક્રોમ વધુ સ્થિર છે. ગૂગલે હવે તેની ઓફીસ સોફ્ટવેર બહાર પાડવાનીની કરેલી જાહેરાતના પગલે ક્રોમમાં પણ સુધારા થશે એવું માનવામાં આવી રહ્યું છે. જો કે અત્યારે સૌથી વધુ ઝડપે પ્રચલિત થઇ રહ્યું છે ફાયરફોક્સ.

મીડીયા પ્લેયર

imagesઆપના કોમ્પ્યુટરમાં જો વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ હોય તો મોટાભાગે શક્યતા એ છે કે તમે ગીતો સાંભળવા કે વિડીયો માટે વિન્ડોઝ મીડીયા પ્લેયર વાપરતા હશો. જો કે સંગીત સાંભળવા માટે મારી કાયમની પસંદગી રહી છે Winamp. આ મૂળભૂત ફ્રી મીડીયા પ્લેયર છે, જેનું પ્રો વર્ઝન ખરીદી શકાય છે (પ્રો વર્ઝન એટલે મૂળભૂત સુવિધાઓ સાથે મળતી અન્ય સુવિધાઓ ) . Winamp કોપીરાઇટ હકો વડે સુરક્ષિત થયેલું છે. હવે AOL વડે ખરીદી લેવાયેલી કંપની Nullsoft તેના વિકાસકર્તા છે. Winamp ની વેબસાઇટ પરથી અંગત વપરાશ માટે આ પ્લેયર તદન મફત અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. Winamp મોટા ભાગના બધા ફોર્મેટને સારી રીતે ચલાવી શકે છે.

આ સિવાય ઓડીયો અને વિડીયોના મોટા ભાગના બધા ફોર્મેટ જેમાં ચલાવી શકાતા હોય તેવા પ્લેયર્સમાં ઓપનસોર્સ વી એલ સી મીડીયા પ્લેયર (ડાઉનલોડ કરો અહીંથી) અને ક્વિકટાઇમ, અડોબ મીડીયા પ્લેયર જેવા અનેક પ્લેયર છે. આવા મોટા ભાગના બધા મીડીયા પ્લેયરની સૂચી અહીં આપ જોઇ શક્શો.

લોન્ચી

launchy_01ખૂબજ નાની પણ ઓપનસોર્સ એવી આ સુવિધાનો જ્યાં સુધી વપરાશ ન કરો ત્યાં સુધી તેની ઉપયોગીતા વિશે ખ્યાલ નહીં આવે. Alt + Space bar દબાવીને શરૂ કરી શકાતી આ નાનકડી એપ્લિકેશન મારફત આપના કોમ્પ્યુટરની કોઇ પણ સુવિધા આપ ખૂબ ઝડપથી, સ્ટાર્ટ મેનુંમાં ગયા વગર, શરૂ કરી શકો છો. જેમ કે જો આપને વિનેમ્પ શરૂ કરવુ છે, તો  Alt + Space bar દબાવી પછી ખૂલતી નવી નાનકડી વિંડો માં Winamp લખવાથી તે તરત શરૂ થઇ જશે. આ સિવાય વેબપેજ અને અન્ય બધી એપ્લીકેશંસ અને સોફ્ટવેર શરૂ કરવા આપ આ વાપરી શકો છો. આ ઓપનસોર્સ સુવિધા અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. તો હવે માઉસને આપો આરામ અને કી બોર્ડનો ઉપયોગ કરી સમયની બચત સાથે સરળતાથી કામ કરો.

આ સાથે આ કડી શરૂ થઇ રહી છે. આવતી કડીઓમાં આવા વધુ રોજબરોજના ઉપયોગી સોફ્ટવેરને સાંકળી લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

આપ આમાંથી કયા સોફ્ટવેર વાપરો છો અને આપનો અનુભવ શું કહે છે?


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (1)- જીગ્નેશ અધ્યારૂ