Daily Archives: September 13, 2008


એક દિકરીની લાગણી – વિકાસ બેલાણી 23

“હેલ ભરીને હું તો હાલું ઉતાવળી,                        નક્કી આંગણીયે કોક મે’માન આવે” સૌરાષ્ટ્રના એક પ્રસિધ્ધ લોકગીતની આ પંક્તિઓ છે. ગુરૂવાર તારીખ ૨૮/૦૮/૨૦૦૮ ના રોજ બપોરે ત્રણ ને વીસે એક મોંઘેરા મહેમાને મારા ઘરમાં, હ્રદયમાં પા પા પગલી પાડી, તીણા મધુર રૂદનથી મારા જીવનમાં સંગીતના સુરો રેલાવ્યા, અને એક પુત્ર, ભાઈ અને પતિ પછી પિતાનું બિરૂદ અપાવ્યું. હા….મારે ત્યાં એક વ્હાલસોઈ દિકરીનો જન્મ થયો. જરા વિસ્તારથી કહું તો ગંભીર થઈ ગયેલી શારીરિક પરીસ્થીતિઓ વચ્ચે જ્યારે મારી પત્નીએ ઓપરેશન દ્વારા તેને જન્મ આપ્યો, ત્યાં સુધી મારા શ્વાસો મારા કાબૂમાં નહોતા….પણ જ્યારે ઓપરેશન સફળતા પૂર્વક પૂરૂં થયુ અને મારી દિકરી મારા હાથમાં આવી ત્યારે આંખમાંથી દડ દડ આંસુ નીકળી ગયા….એ હતા ખુશીના, સંતોષના. મારી હંમેશાની ઈચ્છા કે મારે એક દિકરી હોય અને દેખાવમાં તેની મમ્મી જેવી હોય, તેને ઈશ્વરે પૂરેપૂરૂં માન આપ્યું. મને એક સુંદર દીકરીની ભેટ આપી, એક દિકરીનો બાપ બનવાની ખુશી જેને મળી, તે મહાભાગ્યશાળી. મેં મારી આ ખુશીને ખૂબ માણી….મારી ગોદમાં જ્યારે મારી દિકરીને પહેલીવાર મારા ખોળામાં લીધી તો લાગ્યું કે જગતની તમામ સંપત્તિ, સમૃધ્ધિ અને ખુશી મને મળી છે. કહે છે કે બાપને પોતાની દિકરી અને માંને તેનો દિકરો વહાલો હોય છે. આજે જ્યારે લોકો બેટી બચાવો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અને હજીય જે લોકો દિકરીને ગર્ભમાં જ મારી નાખવા માંગે છે તેમને મારે એટલું જ કહેવાનું કે એકવાર તમારી એ માસૂમ દિકરીને ગોદમાં લો, તેની આંખોમાં જુઓ, તેના માથા પર હાથ ફેરવો, અને જો તોય તમને એવી જ ક્રૂર ઈચ્છા થાય તો તમને ગમે તેમ કરો. પણ એવું બનવુ શક્ય જ નથી, તેનો સ્પર્શ તમને પથ્થર માંથી […]