Daily Archives: August 7, 2008


બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં

પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]