આજની ખણખોદ…..પત્ની સ્પેશીયલ


આજની ખણખોદ
શું તમે પરણેલા છો?

તો આ કદાચ તમારા દુખાવા પર મલમ નું કામ કરે….

૧. શું કોઈ તમારી પત્ની લઈ ગયું છે?….તેના પર વેર લેવાનો ઉતમ રસ્તો….તમારી પત્ની તેની પાસે જ રહેવાદો…

૨. લગ્ન પછી પતિ અને પત્ની એ સિક્કાની બે બાજુઓ છે…બંને એકબીજાને “ફેસ” કરી નથી શક્તા પણ છતાંય કાયમ સાથે રહે છે…

૩. લગ્ન કરી ને તમે બધીરીતે નફામાં જ છો…જો સારી પત્ની મળે તો તમે ખુશ થશો નહીંતો  ફીલોસોફર …..

૪. સ્ત્રિઓ આપણને મહાન વસ્તુ કરવા પ્રેરીત કરે છે….અને તેને કરતા રોકે છે…

૫. મારા કડવા શબ્દોની સામે મારી પત્ની મને કડવા નિબંધ કહે છે.

૬. ઘણા લોકો મને મારા ૨૦ વર્ષ થી ટકેલા લગ્નજીવન નું કારણ પૂછે છે. અમે અઠવાડીયામાં ત્રણ દીવસ હોટલમાં જમીએ છીએ….હું અઠવાડીયાના પહેલા ત્રણ દીવસ અને એ  છેલ્લા ત્રણ..

૭. હું અને મારી પત્ની વીસ વર્ષ ખુશ હતા….પછી અમારા લગ્ન થઈ ગયા…

૮. સારી પત્ની – એ જે પોતાની કરેલી ભૂલ માટે પોતના પતિને માફ કરે

૯. મારી પત્ની તો પરી છે….??….સાચે??….મારી પત્ની તો હજી જીવે છે…

૧૦. પત્ની પતિને….તમને મારામાં શું ગમ્યું?? મારી figure, nature or color??
પતિઃ તારી સેન્સ ઓફ હ્યુમર….

 – જીગ્નેશ અધ્યારૂ…


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

0 thoughts on “આજની ખણખોદ…..પત્ની સ્પેશીયલ

  • જાવેદ

    ખણખોદ વાંચી આનંદ થયો..

    તમે પણ ફિલોસોફર હોય તેમ લાગે છે ….

    એની પાછળ નુ કારણ પત્ની કે પછિ કોય સ્ત્રિ તો નથી ને ??

    તમારા જવાબ ની પ્રતિક્ષામા..