બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત 5
( ગુજરાતી ભાષામાં બાળકો વિશે પ્રગટ થતાં જૂજ માસિકોમાં બાળ ઉછેર અને બાળ કેળવણી અંગે, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતું ગુજરાતનું એક માત્ર લઘુ માસિક એટલે “બાલમૂર્તિ”. કિરણ શિંગ્લોતજી તેમાં ઉપરોક્ત વિષય “બાળકની ઉંમર સાથે તેના લાગણી તંત્રના વિકાસ” અંગે અંકોમાં ક્રમશ ઉંમરના વિવિધ પડાવો મુજબ સરસ માહીતી પૂરી પાડે છે. ) એક થી દોઢ વર્ષની ઉંમર બાર મહીનાનું બાળક સામાન્ય રીતે આનંદ અને ઉત્સાહ થી છલકતુ, ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાના લક્ષણો જોવા મળે છે અને માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવાનું ગમે છે. પણ કોઈ કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે. હવે એ એની લાગણીઓને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે, બાળકના સાન્નિધ્યમાં એના માં બાપને ઘણો આનંદ આવે છે, પણ સાથે હવે કપરા સમય અને ઘર્ષણની પણ શરૂઆત થઈ જાય છે. માતા સાથે સંબંધ : બાર મહીનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વનું રહે છે પણ સાથે અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હોય છે. માતા સાથેનું વળગણ થોડું ઓછું જરૂર થાય છે, પણ છતાં સલામતિની લાગણી પોષવા માટે તો હજુ એ માતાને જ શોધે છે. રમવામાં ઓતપ્રોત હોય ત્યારે એ માતા તરફ ભાગ્યેજ નજર કરશે. પણ માતાની હાજરીનો એ ખ્યાલ ચોક્કસ રાખે છે. તેથી માતા આમ તેમ ખસવાનો જરા પણ પ્રયત્ન કરશે તો તરતજ બાળકનાં ધ્યાનમાં આવી જાય છે. માતા એની આસ પાસ હશે તો તે વધારે આનંદથી રમતમાં પરોવાયેલુ રહે છે. સામાજીકતા દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળક એકલવાયું મટીને સામાજીક બનવા માંડે છે, જો કે, કોઈ વખત એનામાં આક્રમકતાનાં પણ દર્શન થાય છે. ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે કે કરડી પડે એવું […]